Home /News /eye-catcher /ક્યાંક મિત્રો બનાવવા પર તો ક્યાંક તાળી પાડવા પર પ્રતિબંધ, જાણો શાળાઓના અજબગજબ નિયમો

ક્યાંક મિત્રો બનાવવા પર તો ક્યાંક તાળી પાડવા પર પ્રતિબંધ, જાણો શાળાઓના અજબગજબ નિયમો

પ્રતિકાત્મક ફોટો

Weird rules of schools: આપણે બધા ઘણીવાર આપણા શાળાના દિવસોના ખાટામીઠા અનુભવોને યાદ કરીએ છીએ. પરંતુ જો શાળામાં મિત્રો બનાવવા અને તાળી પાડવા પર પ્રતિબંધ (No Friendship & Clapping in school) અથવા વોશરૂમ જવાની મર્યાદા જેવા કડક નિયમો હોય તો? ભાગ્યે જ કોઈ આવા શાળાના દિવસોને યાદ કરવાનું પસંદ કરશે પરંતુ આ વાસ્તવિક પરિસ્થિતિ છે.

વધુ જુઓ ...
    Weird rules of schools: શાળાકાળની સ્મૃતિ (School Memories) દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ હોય છે. આપણે બધા ઘણીવાર આપણા શાળાના દિવસોના ખાટામીઠા અનુભવોને યાદ કરીએ છીએ. પરંતુ જો શાળામાં મિત્રો બનાવવા અને તાળી પાડવા પર પ્રતિબંધ (No Friendship & Clapping in school) અથવા વોશરૂમ જવાની મર્યાદા જેવા કડક નિયમો હોય તો? ભાગ્યે જ કોઈ આવા શાળાના દિવસોને યાદ કરવાનું પસંદ કરશે પરંતુ આ વાસ્તવિક પરિસ્થિતિ છે. દુનિયામાં આવા અનેક અજીબોગરીબ નીતિ-નિયમો (strange rules and regulations in school) છે, જેના વિશે તમે જાણીને કદાચ ચોંકી જશો. તો આવો જાણીએ આવા જ કેટલાક નિયમો વિશે-

    મિત્રો બનાવવા પર પ્રતિબંધ


    બ્રિટનની થોમસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકબીજા સાથે મિત્રતા કરવાની મંજૂરી મળતી નથી. સ્કૂલનું માનવું છે કે જ્યારે બાળકો મિત્રોથી અલગ થઈ જાય છે ત્યારે એકલતા અનુભવે છે. જેથી મિત્રતા ગાઢ ન બને તે માટે કેટલાક નિયમો હોય છે.

    આ પણ વાંચો: 'તમારા વિશે કહો' ઇન્ટરવ્યૂમાં આ સવાલનો જવાબ કઈ રીતે આપવો?

    મેક-અપ કરવા પર પ્રતિબંધ


    જાપાનની કેટલીક હાઇ સ્કૂલોમાં ડ્રેસ કોડનો કડક અમલ કરવામાં આવે છે. વાળની લંબાઈ અને નખ કેવા હોવા જોઈએ તે વિશે પણ નિયમો બનાવવામાં આવેલા છે. ઘણી શાળાઓમાં મેક-અપ, નેઇલ પોલિશ અથવા પીયર્સિંગ પર પ્રતિબંધ છે. ઘણી શાળાઓમાં રીલેશનશિપ પર પણ પ્રતિબંધ છે. રિલેશનશિપ બાળકોનું ધ્યાન વિચલિત કરતી હોવાનું શાળાઓનું કહેવું છે. તેના કારણે શિક્ષણ અધૂરું મૂકી દેવાના કિસ્સાઓમાં વધારો થતો હોવાનું પણ માણવામાં આવે છે.

    તાળીઓ પાડવા અને ભેટવાની મનાઇ


    ઘણા બાળકો મિત્રને ભેટે છે,અને કંઇક ખુશીની વાત હોય તો તાળીઓ પાડે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાભરની ઘણી સ્કૂલોમાં પણ આમ કરવા પર પ્રતિબંધ છે. બ્રિટન અને અમેરિકાની ઘણી શાળાઓમાં તાળીઓ અને ગળે મળવા પર સખત પ્રતિબંધ છે.

    વોશરૂમ જવા પર મર્યાદા


    અમેરિકાના શિકાગો શહેરમાં આવેલી એવરગ્રીન પાર્ક હાઇસ્કુલમાં વોશરૂમ જવાની મર્યાદા છે. એનબીસી ટીવી નેટવર્કના સમાચાર અનુસાર, વિદ્યાર્થીઓ દરેક ક્લાસમાં ત્રણ વખત સુધી વોશરૂમમાં જઈ શકે છે. સ્કૂલનું કહેવું છે કે, બાળકો બિનજરૂરી સમય ન બગાડે તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો:  Interview Tips: કેટલા પગારની અપેક્ષા રાખો છો? ઇન્ટરવ્યુમાં આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપશો?

    બપોરની ઊંઘ


    ચીનમાં એક સ્કૂલ એવી છે, જેમાં બાળકો બપોરના ભોજન દરમિયાન બપોરે 12.10 થી 2 વાગ્યા સુધી બપોરની ઊંઘ લે છે. આ શાળાનું નામ ગાઓક્સિન નં.1 પ્રાથમિક શાળા છે. બાળકો બપોરની ઊંઘ બાદ તાજગી અનુભવી શકે તે માટે આવી વ્યવસ્થા ગોઠવાઈ છે.
    First published:

    Tags: Ajab Gajab, OMG News, અજબ ગજબ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन