Home /News /eye-catcher /પ્રેમનું ઝૂનુન: બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા બાંગ્લાદેશથી તરીને ભારત આવી યુવતી, પોલીસે કરી ધરપકડ

પ્રેમનું ઝૂનુન: બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા બાંગ્લાદેશથી તરીને ભારત આવી યુવતી, પોલીસે કરી ધરપકડ

OMG! પ્રેમી સાથે લગ્ન કરવા બાંગ્લાદેશથી તરીને યુવતીએ દરિયો કર્યો પાર

કહેવાય છેને કે પ્રેમમાં (Love) ખૂબ તાકાત હોય છે. તે માણસના મનમાં અલગ જ ઝૂનુન જગાવી દે છે. અને આ ઝૂનુન એવું હોય છે કે લોકો તેના માટે લોકો કંઇ પણ કરી છૂટે છે. તમે અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં લોકો પ્રેમને મળવા માટે સરહદ પણ પાર કરી જાય છે. પ્રેમ માટે તમે કેટલી હદ સુધી જઇ શકો છો? આ સવાલનું એક અનોખું ઉદાહરણ બાંગ્લાદેશની એક યુવતીઓ ચોંકાવનારા પરાક્રમ સાથે આપ્યું છે. તે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે બાંગ્લાદેશથી એક બોર્ડર પાર કરીને ભારત આવી (Bangladeshi Girl Came to india) ગઇ અને તે પણ તરીને. મીડિયા અહેવાલો અનુસાર, 22 વર્ષની એક યુવતી તરીને પોતાના પ્રેમી માટે આટલું અંતર કાપ્યું હતું. પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માત્ર તેણે ભારતની સીમા જ પાર નથી કરી પરંતુ તે તરીને (Girl Came to india by swimming) અહીં સુધી પહોંચી હતી.

પ્રેમી માટે દરિયો-જંગલ પાર કર્યા


યુવતીએ સુંદરવનના જંગલી જંગલો પણ પાર કર્યા હતા. વધુમાં તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને કાયદાનો ભંગ કર્યો હતો. આ મહિલાની ઓળખ કૃષ્ણા મંડલ તરીકે થઈ છે. કૃષ્ણા ફેસબુક પર અભિક મંડલને મળ્યા અને તેઓ એક બીજાના પ્રેમમાં પડી ગયા. અભિકને મળવા માટે તલપાપડ બનેલી કૃષ્ણાએ માન્ય પાસપોર્ટ ન હોવાથી પાણીમાં તરવાનું પસંદ કર્યું હતું. પોલીસ સૂત્રોનો દાવો છે કે કૃષ્ણાએ સૌ પ્રથમ સુંદરવનમાં પ્રવેશ કર્યો હતો, જે રોયલ બેંગાલ ટાઇગર્સ માટે લોકપ્રિય છે.

આ પણ વાંચો: Guinness World Record : વિશ્વનું સૌથી તીખુ મરચું ખાઈને વ્યક્તિએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 8 સેકન્ડમાં ચાવ્યા 3 મરચાં

જંગલોમાં રહે છે ખતરનાક જાનવરો


સુંદરવનમાં પહોંચ્યા પછી, તે વધુ એક કલાક તરીને પોતાના ડેસ્ટિનેશને પહોંચી. તે તેના બોયફ્રેન્ડ અભિકને મળી અને પછી કોલકાતાના કાલીઘાટ મંદિરમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઇ હતી. કૃષ્ણાની સોમવારે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોનો દાવો છે કે કૃષ્ણાને હવે બાંગ્લાદેશ હાઈ કમિશનને સોંપવામાં આવશે.

આ પણ વાંચો: Viral: વર-કન્યાએ ફૂલોને બદલે એકબીજાને પહેરાવી ‘સાપો’ની માળા, Video જોઈને ગભરાઈ ગયા લોકો!

ચોકલેટ લેવા કિશોરે પાર કરી સરહદ


આ પહેલીવાર નથી જ્યારે કોઈએ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હોય. થોડા મહિના પહેલાં એક બાંગ્લાદેશી કિશોર તરીને સરહદ પાર કરીને પોતાની મનપસંદ ચોકલેટ ખરીદવા આવ્યો હતો. અહેવાલો અનુસાર, ઇમાન હુસૈન ભારતમાં પોતાની મનપસંદ ચોકલેટ બાર લેવા માટે તરીને સરહદ પાર કરીને આવ્યો હતો. કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. તેને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
First published:

Tags: પશ્ચિમ બંગાળ, પ્રેમ સંબંધ, બાંગ્લાદેશ, યુવતી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો