VIRAL NEWS: દુનિયામાં અનેક લોકોની વિચિત્ર (Weird Habit) આદતો વિશે આપણે સૌ વારંવાર સાંભળતા કે વાંચતા હોઈએ છીએ. જોકે, તમે અત્યાર સુધી કોઈ એવી વ્યક્તિ વિશે નહીં સાંભળ્યું હોય કે તે ગંદા મોજા ખરીદવાનો શોખ ધરાવતો હોય. યૂનાઇટેડ કિંગડમના (United Kingdom) હલમાં (Hull) રહેતા આ શખ્સને ખાસ કરીને યુવતીઓના ગંદા અને ગંધ મારતા મોજા (Dirty Socks) ખરીદવાનો અજબ શોખ છે. તેણે પોતાના આ શોખ પાછળનું અજબ કારણ પણ જણાવ્યું છે.
આ વિચિત્ર શોખ ધરાવતા શખ્સનું કહેવું છે કે તેને યુવતીઓના ગંદા મોજા (Dirty Socks) ખૂબ આકર્ષિત કરે છે. પોતાની ઓળખ મિસ્ટર ડી (Mister D)ના નામથી આપનારો આ શખ્સ બિઝનેસમેન છે અને તેનું કહેવું છે કે યુવતીઓના આ ગંદા મોજા સૂંઘવાથી તેને ખૂબ સારું લાગે છે. આ જ કારણ છે કે તે દર મહિને પોતાની આ અજબ પ્રકારની આદત પર હજારો રૂપિયા હસતા-હસતા ખર્ચી નાખે છે.
ઓનલાઈન વેબસાઇટ મિરરમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ શખ્સે પોતે સ્વીકાર્યું છે કે તે ગંદા મોજા સૂંઘવાની પોતાની આદત પર દર મહિને 200 યૂરો એટલે કે લગભગ 20 હજાર રૂપિયા ખર્ચ કરે છે. તેને યુવતીઓના ગંદા પગ અને મોજા પસંદ છે. આ બિઝનેસમેન આ ઘૃણાસ્પદ આદત માટે દર મહિને પૈસા અલગ રાખે છે. તેનું કહેવું છે કે, આ દુર્ગંધ તેને રોમેન્ટિક બનાવે છે. એક ગંદા મોજા ખરીદવા માટે તે 30-40 યૂરો એટલે કે લગભગ 300-400 રૂપિયા ખર્ચ કરે છે. જ્યાંથી આ બિઝનેસમેન ગંદા મોજાં ખરીદે છે ત્યાં તેને નાની-મોટી સેલિબ્રિટીઓના પણ Dirty Shocks પણ મળી જાય છે.
મિસ્ટર ડી નામથી પોતાને સંબોધતા કરતા આ શખ્સે એવું પણ જણાવ્યું છે કે, તેને 21થી 38 વર્ષની મહિલાઓના ગંદા મોજાં વધુ ગમે છે. તે આ મોજાને ઘણી વખત સૂંઘે છે અનેક વાર તેનો ટેસ્ટ પણ કરે છે. આ શખ્સનનો દાવો છે કે તેની માનસિક સ્થિતિ સંપૂર્ણપણે ઠીક છે. તે ગંદા મોજાં ખરીદવા માટે યુવતીઓને ઓનલાઇન શોધે છે અને તેમનો સંપર્ક કરે છે. મોજાં સિવાય તે અન્ય કેટલીક ઇન્ટિમેટ આઇટમ્સ પણ ખરીદે છે. આ વાત સાંભળવી કદાચ તમને વિચિત્ર લાગતી હોય, પરંતુ આ શખ્સ માને છે કે તે બિલકુલ સામાન્ય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર