રિટાયર્ડ કર્નલના ઘરે ચોરી કરવા માટે ઘૂસ્યો 'રાષ્ટ્રવાદી ચોર', પછી થઈ જોવા જેવી

News18 Gujarati
Updated: February 20, 2020, 9:52 PM IST
રિટાયર્ડ કર્નલના ઘરે ચોરી કરવા માટે ઘૂસ્યો 'રાષ્ટ્રવાદી ચોર', પછી થઈ જોવા જેવી
પ્રતિકાત્મક તસવીર

જે ઘરમાં તે ઘૂસ્યો છે તે ઘર રિટાયર્ડ કર્નલનું ઘર છે. રાત્રે આશરે એક વાગ્યે ઘરમાં ઘૂસેલા આ ચોરે પહેલા ત્રણ દુકાનોમાં ચોરી કરી હતી.

  • Share this:
કેરળઃ કેરળના તિરુવનકુલમમાં ચોરી કરવાના ઈરાદે એક 'રાષ્ટ્રવાદી ચોર' (Nationalist thief) માફી માંગીને પાછો ફર્યો હતો. ઉલ્લેખનીય છે કે ચોરને ચોરી કરતા સમયે જાણવા મળ્યું હતું કે જે ઘરમાં તે ઘૂસ્યો છે તે ઘર રિટાયર્ડ કર્નલનું (Retired Colonel) ઘર છે. રાત્રે આશરે એક વાગ્યે ઘરમાં ઘૂસેલા ચોરને પહેલા ત્રણ દુકાનોમાં ચોરી કરી હતી.

ત્યારબાદ તે મણિ નામના રિટાયર્ડ કર્નલના ઘરમાં ઘૂસ્યો હતો. આ સમયે કર્નલ પોતાના પરિવાર સાથે બહરીનમાં હતા. આ ઘટના અંગે બીજુ કે આરે કહ્યું કે, કર્નલ અને તેમનો પરિવાર ગત વર્ષે ડિસેમ્બરના અંતમાં અહીં આવ્યા હતા. તેમનું ઘર ચાર એકરના પ્લોટમાં બનેલું છે.

આ પણ વાંચોઃ-OMG! ઉત્તર પ્રદેશની આ જગ્યાએથી જમીનની અંદરથી મળ્યું 3000 ટન સોનું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘરની સફાી કરનાર વ્યક્તિએ જાણકારી આપી હતી કે ત્યાં ચોરી થઈ ગઈ હતી. ચોરની નજર ઘરમાં રાખેલા દારુ ઉપર પડી અને દારું પીધો હતો. ત્યારબાદ તેની નજર કર્નલની સેનાવાળી ટોપી ઉપર પડી હતી.

આ પણ વાંચોઃ-લગ્નના 19 દિવસ બાદ પત્નીએ બ્લેડ વડે કાપી નાખ્યું પતિનું ગુપ્તાંગ, આવું છે કારણ

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ચોરે દિવાલ ઉપર એક સ્ટીકર લગાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, મેેં ટોપી જોઈ મને લાગ્યું કે આ ઘર સેનાના કોઈ અધિકારીનું છે. જો મને આ પહેલાથી ખબર હોત તો હું ઘરમાં જ ન ઘૂસ્યો હતો. મેં કંઈ જ ચોર્યું નથી.આ પણ વાંચોઃ-OMG! આ ખેડૂતે બે કરોડ રૂપિયાનો પાક ઉગાડ્યો, છતાં ખેડૂત થયો બર્બાદ

ઉલ્લેખનીય છે કે, આ મામલામાં સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે બની શકે કે ચોર ભટકાવવાના ઉદેશ્યથી લખ્યું હોય. એક જ વ્યક્તિ આ ઘટનામાં છે. સીસીટીવીના આધારે કંઈ જ જાણવા મળ્યું નથી. અમે તેના ફિંગરપ્રિન્ટ લઈ લીધા છે અને તપાસ કરી રહ્યા છીએ.
First published: February 20, 2020
વધુ વાંચો
अगली ख़बर