Home /News /eye-catcher /Weird: માતાને થયો પુત્રીના ફિઆન્સે સાથે પ્રેમ, લગ્નમાં જવાની ચોખ્ખી કહી દીઘી ના!
Weird: માતાને થયો પુત્રીના ફિઆન્સે સાથે પ્રેમ, લગ્નમાં જવાની ચોખ્ખી કહી દીઘી ના!
પ્રતિકાત્મક તસવીર
Weird: ઓસ્ટ્રેલિયા (Australia News)માં તેનાથી ઊલટું જોવા મળી હતી. જ્યારે યુવતીએ તેની માતાને તેના લગ્ન માટે આમંત્રણ આપ્યું (Mother refuses to go in daughter's wedding) ત્યારે તેને સામેથી જે જવાબ મળ્યો તે છોકરીની કલ્પનાની બહાર હતો.
દીકરીનું દુલ્હન (bride) બનવું એ દરેક માતા માટે ખૂબ જ આનંદની ક્ષણ છે. માતા આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહી હોય છે. જો કોઈ માતા (mother) પોતાની પુત્રીના લગ્નમાં (daughter marriage) ભાગ લેવાની ના પાડે, તો આ મામલો ખરેખર ગંભીર બની જાય છે. ઓસ્ટ્રેલિયામાં (Austrelia) એક છોકરી સ્તબ્ધ થઈ ગઈ હતી જ્યારે તેની માતાએ લગ્નમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી હતી (Mother fell in love with daughter’s fiance). માતાએ તેને જે કારણ આપ્યું તે સાંભળીને યુવતી ચોંકી ગઈ હતી.
ધ સનના અહેવાલ મુજબ યુવતીએ WeddingBee પર પોતાની પીડા શેર કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તેની પોતાની માતાએ તેના લગ્નમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો ત્યારે તેનું હૃદય ભાંગી પડ્યું હતું, કારણ કે માતા તેના મંગેતરના પ્રેમમાં પડી ગઈ હતી. છોકરી ઘણીવાર તેની માતાને તેની સાથે સફર પર લઈ જતી હતી, પરંતુ તેને આ ક્યારેય સમજાયું નહીં.
દીકરીના મંગેતર સાથે થયો માતાને પ્રેમ દીકરીના મંગેતરને પ્રેમ કરતી યુવતીએ નામ લીધા વિના આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું હતું કે તેની સગાઈ એક સારા વ્યક્તિ સાથે થઈ હતી. બે વર્ષ પહેલાં બંને વચ્ચેનો સંબંધ ઘણો સારો રહ્યો હતો અને તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવા માંગતા હતા.
જ્યારે પણ તેઓ બંને ક્યાંક જતા ત્યારે તેઓ છોકરીના પરિવારમાંથી કોઈને તેમની સાથે લઈ જતા. છોકરીની માતા તેમની સાથે કેમ્પ, ટ્રિપ અને હાઇકિંગ પર ગઈ હતી. તેને તેના જમાઈ સાથે ટેનિસ રમવાનું પણ ગમતું હતું. છોકરીને આ બધું ક્યારેય વિચિત્ર લાગ્યું નહીં. આ મામલો ત્યારે બદલાયો જ્યારે માતાએ પોતે સ્વીકાર્યું કે તે પોતાની પુત્રીના મંગેતરના પ્રેમમાં પડી ગઈ છે.
લગ્નમાં આમંત્રણ આપવા ગયેલી પુત્રીને મળ્યુ 'સરપ્રાઈઝ' પુત્રીને જ્યારે તેણીએ તેના લગ્નમાં આમંત્રણ આપવાનું વિચાર્યું ત્યારે તેની માતાએ કંઈક બીજું જ કહ્યું. માતાએ પોતાની દીકરીને સ્પષ્ટ કરી દીધું કે તે ક્યારેય લગ્ન કરીને ખુશ નહોતી, પરંતુ તે તેની પુત્રીના મંગેતર સાથે તેને ઘણુ સારુ લાગતું હતું અને રોમેન્ટિક લાગણીઓ અનુભવતી છે.
માતા કહે છે કે તે હવે તેમના લગ્નમાં ભાગ લઈ શકતી નથી અને તેની લાગણીઓ બદલાવાની રાહ જોઈ રહી છે. યુવતીએ કહ્યું કે જ્યારે તેણે આ બધું સાંભળ્યું ત્યારે તે પોતે આઘાતમાં હતી, ત્યારે તેની માતા પણ રડી રહી હતી. તેના મંગેતરને પણ તે એટલું વિચિત્ર લાગ્યું કે તે તેનાથી દૂર થઈ ગયો.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર