દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દરેક ઘરમાં દૂધની જરૂરિયાત સવારથી લઇને રાત સુધીમાં અનેક વખત પડતી હોય છે. જો એક દિવસ પણ દૂધવાળો ઘરનો દરવાજો ન ખખડાવે તો લોકો પરેશાન થઇ જાય છે. આજે અમે એ ગામ વિશે જણાવીશું જ્યાં દૂધ વેચવામાં આવતું નથી. કારણ કે ગામના લોકો પ્રમાણે દૂધ વેચવું પાપ છે.
વેબસાઇટ પત્રિકામાં આવેલા આર્ટિકલ પ્રમાણે આ ગામમાં એક પણ એવી દુકાન નથી જ્યાં દૂધ વેચાતું હોય. આ ગામનું નામ કુઆં ખેડા છે. આ ગામ આગરાથી આશરે 2 કિલોમીટર દૂર આવેલું છે.
આ ગામના રિવાઝ પ્રમાણે જો કોઇ વ્યક્તિ ભુલથી પણ ગામમાં દૂધ વેચવા લાગે તો તેના ઉપર મુશ્કેલીઓ આવી ચડે છે. દૂધ વેચનારા માટે કોઇના કોઇ ખરાબ ઘટના ઘટે છે. દૂધના આ અભાવના કારણે ગામમાં કોઇ ટી સ્ટોલ પણ નથી. જોકે, આ ગામના દરેક ઘરમાં ગાય અને ભેંસો છે. હવે તમારા મનમાં એ પ્રશ્ન થશે કે ગાય ભેંસથી મળનારા દૂધનું ગામ લોકો શું કરે છે?
આ ગામના લોકો દૂધનો ઉપયોગ ઘરમાં જ કરે છે. વધારાના દૂધને તેઓ ગામના અન્ય લોકોને દાન કરી દે છે. કારણ કે તેમના માટે દૂધ વેચવું એ પાપ છે.
કુઆં ખેડા ગામના સરપંચનું કહેવું છે કે, દૂધ ન વેચવું એ તેમના ગામની પરંપરા છે. જો કોઇ આ પરંપરાને નિભાવતો નથી તો તેની સાથે કંઇના કંઇ ખરાબ ઘટના ઘટે છે. આજ ડરના કારણે લોકો દૂધ વેચવાથી ડરે છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર