Uttar pradesh news: લગ્ન પહેલા તેને 20 વર્ષીય યુવતીનો ફોટો (Girl photo) દેખાડવામાં આવ્યો હતો અને યુવકે જ્યારે લગ્ન માટે હા પાડી ત્યારે છેતરપિંડી (fraud case) કરીને 2 બાળકોની માતાને લગ્ન મંડપમાં બેસાડી દીધી હતી.
ઈટાવાઃ લગ્નના અજીબોગરીબ (OMG marriage case) કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. આવા કિસ્સાઓમાં મોટી ઉંમરના પુરુષો નાની કુમળી વયની છોકરીઓ સાથે લગ્ન કરતા હોય કે પછી બાળ લગ્નો પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં લગ્નમાં છેતરપિંડીનો અજીબોગરીબ (Marriage fraud case in Uttar Pradesh) કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના (Uttar pradesh news) ઈટાવામાં એક દુલ્હા સાથે બળજબરીથી એક 45 વર્ષીય (45 year old woman marriage with young boy) મહિલાના લગ્ન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
લગ્ન પહેલા તેને 20 વર્ષીય યુવતીનો ફોટો (Girl photo) દેખાડવામાં આવ્યો હતો અને યુવકે જ્યારે લગ્ન માટે હા પાડી ત્યારે છેતરપિંડી (fraud case) કરીને 2 બાળકોની માતાને લગ્ન મંડપમાં બેસાડી દીધી હતી. આ છેતરપિંડી સામે આવ્યા બાદ દુલ્હો સીધો પોલીસ સ્ટેશન (groom in police station) પહોંચ્યો અને દગાબાજો વિરૂદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી હતી.
જાણવા મળ્યા મુજબ શત્રુઘ્ન સિંહ નામના એક યુવક સાથે આ છેતરપિંડી કરવામાં આવી હતી. દલાલોએ પહેલા તેને એક 20 વર્ષીય યુવતીનો ફોટો દેખાડ્યો હતો અને તેના આધાર પર એડવાન્સમાં 35 હજાર રૂપિયા પણ લઈ લીધા હતા. જ્યારે લગ્નના દિવસે યુવક મંદિર પહોંચ્યો તો તેને ખબર પડી કે, તેના લગ્ન એક 45 વર્ષીય મહિલા સાથે કરવામાં આવી રહ્યા છે. આ કારણે શત્રુઘ્ન નારાજ થઈ ગયો હતો અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
તે પોતાની માતા સાથે પોલીસ સ્ટેશન જવાની વાત કરવા લાગ્યો એટલે દલાલોએ તેના પરિવારને ડરાવવાનું શરૂ કરી દીધું હતું. તેઓ ડંડો લઈને શત્રુઘ્નની પાછળ પણ ભાગ્યા હતા. જોકે શત્રુઘ્ન મહામહેનતે પોલીસ સ્ટેશન પહોંચવામાં સફળ રહ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
ગામના 2 દલાલોએ નીલકંઠ મંદિર ખાતે તેને એક 20 વર્ષીય છોકરી બતાવી હતી અને તેણે છોકરીના હાથમાં 1 હજાર રૂપિયા રોકડા અને મીઠાઈનો ડબ્બો પણ શુકન તરીકે મુક્યો હતો. બાદમાં લગ્ન વખતે એક વિધિ દરમિયાન તેની માતાને છોકરીના બદલે કોઈ મહિલા હોવાની જાણ થઈ હતી. તે મહિલાની સામે શત્રુઘ્ન બાળક જેવો લાગતો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર