માછીમારના જાળમાં ફસાઈ ગઈ એવી માછલી કે રાતોરાત બની ગયો કરોડપતિ! કમાયો 1.33 કરોડ

પાલધરના માછીમારને પહેલી સિઝનમાં જ નસીબ ચમકી જવા જેવી ઘટના ઘટી

Paralegal Fisherman Caught one crore 33 lakhs Ghol Fish : મહારાષ્ટ્રના માછીમાર ચંદ્રકાંત તારે (Chandrakant Tare)નું નસીબ ચમક્યું માછીમારીની સિઝન શરૂ થતા જ નસીબ ચમક્યું

  • Share this:
    Palghar Fisherman Caught one crore 33 lakhs Ghol Fish :  મહારાષ્ટ્રના (Maharashtra fisherman) ચંદ્રકાંત તારે (Chandrakant Tare)  નામના માછીમાર 28 ઓગસ્ટની (28th August) રાત્રે અરબી સમુદ્રમાં (Arabian Fisher Man) માછીમારી કરવા ગયા હતા. ત્યાં કુદરત તેમના પર મહેરબાન થઈ હતી અને એક કે બે નહીં પણ કુલ 157 ઘોલ માછલીઓ (Ghol Fish) તેની જાળમાં ફસાઈ હતી. આ માછલીઓએ ચંદ્રકાંત અને તેમના પુત્ર સોમનાથ તારેને કરોડપતિ (Ghoul Haul Worth of 1.33 Crore)  બનાવી દીધા છે. આ માછલી તેમણે કુલ 1.33 કરોડમાં વેચી હતી. એટલે કે તેમને એક માછલી માટે લગભગ 85 હજાર રૂપિયા મળ્યા હતા. આ માછલીઓ યુપી (Uttar pradesh)  અને બિહારના વેપારીઓએ ખરીદી છે. ઉલ્લેખનીય છે કે, પાલઘરના મુરબેમાં માછલીની હરાજી થઈ હતી.

    શા માટે ઊંચી કિંમતે વેચાય છે ઘોલ ફિશ?

    આ માછલીનું લીવર વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. શસ્ત્રક્રિયા દરમિયાન વપરાતા દોરામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે આ માછલી મૂલ્યવાન છે. તેનું માંસ 250થી 300 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આ માછલીનો ઉપયોગ તબીબી સારવાર, દવાઓ, સૌંદર્ય પ્રસાધનો માટે થાય છે.

    આ પણ વાંચો :  Tiktok સ્ટાર અલ્પિતાને બહુચરાજી મંદિરમાં Video બનાવો ભારે પડી શકે છે! તપાસનો આદેશ

    માછલીની ચામડીમાં ઉચ્ચ ગુણવત્તાનું કોલેજન જોવા મળે છે. થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર જેવા દેશોમાં આ માછલીઓની ભારે માંગ છે. આ માછલીને પ્રોટોનીબીયા ડાયકાન્થસ નામ પણ આપવામાં આવ્યું છે. આ માછલીને ગોલ્ડ હાર્ટ માછલી પણ કહેવામાં આવે છે.

    ક્યાંથી મળી ઘોલ ફિશ?

    આ માછલીઓને દરિયાઈ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની કિંમત સોના સમાન હોવાથી તેનું આ નામ પડ્યું છે. આ બાબતે મળતી વિગત મુજબ ચોમાસા દરમિયાન દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોય છે. આ પ્રતિબંધ હટાવી લેવાતા હરબા દેવી નામની હોડીમાં ચંદ્રકાન્ત તારે સહિત 10 લોકો માછીમારી કરવા ગયા હતા. માછીમારો દરિયા કિનારેથી 20થી 25 નોટિકલ માઇલ વધવાણ તરફ ગયા હતા. ત્યાં માછીમારોને 157 ઘોલ માછલીઓ મળી હતી. આ માછલીઓ અંગેને વિડીયો તુરંત વાયરલ થઈ ગયા હતા. જેના કારણે દરિયાકાંઠે માછલી ખરીદવા વેપારીઓની લાઈનો લાગી હતી. આ માછલીઓ યુપી અને બિહારના વેપારીઓએ ખરીદી છે. પાલઘરના મુરબેમાં માછલીની હરાજી થઈ હતી. દરિયામાં પ્રદૂષણનું પ્રમાણ વધવાને કારણે આ માછલીઓ કિનારે જોવા મળતી નથી. આ માછલીઓ માટે માછીમારોએ દરિયામાં ઊંડે સુધી જવું પડે છે.
    Published by:Jay Mishra
    First published: