Home /News /eye-catcher /

40 વર્ષ બાદ પાછો મળ્યો બાળપણનો પ્રેમ, 60 વર્ષની ઉંમરે કરવા જઈ રહ્યા છે લગ્ન

40 વર્ષ બાદ પાછો મળ્યો બાળપણનો પ્રેમ, 60 વર્ષની ઉંમરે કરવા જઈ રહ્યા છે લગ્ન

બાળપણનો પ્રેમ

કેટલીક લવ સ્ટોરીઝ (Amazing Love Stories) ખરેખર વિચિત્ર હોય છે. કંઈક આવી જ લવ સ્ટોરી છે પેની ઉમ્બર્સ (Penny Umbers) અને માર્ક બેથેલની(Mark Bethel). 40 વર્ષ પહેલા વિરહ અને વૃદ્ધાવસ્થામાં તેમનો પ્રેમ મંજીલ સુઘી પહોંચવા જઈ રહ્યો છે.

વધુ જુઓ ...
  OMG desk: સાચો પ્રેમ (True Love Signs) મળવો એ આજના જમાનામાં નસીબની વાત છે, નહીંતર ક્યાં કોઈ પોતાના પ્રેમ માટે ૪૦ વર્ષ રાહ જોઈ શકે છે. જોકે, એક બ્રિટિશ દંપતી (Old British Couple)એવુ છે જેની લવ સ્ટોરી (Love Stories) તમને રોમાંચિત કરશે. આ લવ સ્ટોરી પેની ઉમ્બર્સ અને માર્ક બેથેલની છે. પ્રેમની આ વાર્તા (Bachpan ka Pyar)માં બંને પાત્રો રાજા અને રાણી ભલે ન હોઈ, પરંતુ તેમના જેવો પ્રેમ વિશ્વમાં ભાગ્યે જ જોવા મળે છે.

  મેટ્રો યુકેએ અહેવાલ આપ્યો હતો કે, પેની ઉમ્બર્સ જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેના બોયફ્રેન્ડ માર્ક બેથેલથી અલગ થઈ ગઈ હતી. 4 દાયકા વીતી ગયા છે, પરંતુ બંને વચ્ચેનો પ્રેમ ઓછો થયો નથી. હવે, 60 અને 61 વર્ષની ઉંમરે, તેઓ ફરી એકવાર મળ્યા અને તેમનો પ્રેમ પણ એટલો જ જવાન લાગતો હતો, અને હવે આ દંપતીએ એકબીજા સાથે બાકીનું જીવન જીવવાનું નક્કી કર્યું છે(Couple going to marry at 60).

  જાતિવાદે પ્રેમમાં સર્જી હતી દિવાલ
  પેની ઉમ્બર્સ અને માર્ક બેથેલની લવ સ્ટોરી 1970ના દાયકામાં શરૂ થઈ હતી. પેની તે સમયે 16 વર્ષ હતી. અને માર્ક બેથેલ ૧૭ વર્ષનો હતો. બંને બોર્ડિંગ સ્કૂલમાં સાથે ભણતા હતા.

  આ પણ વાંચો: Saral Pension Yojana: LICનો શાનદાર પ્લાન: એક વખત પ્રીમિયમ ભરો અને દર મહિને મેળવો નિશ્ચિત રકમ

  બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ પેનીના પિતાને કેરેબિયન છોકરો બિલકુલ ગમતો ન હતો. તેણે માર્કને તેની પુત્રી સાથેના સંબંધો સમાપ્ત કરવા કહ્યુ હતું, અને ધમકી આપી હતી કે જો તે આવું નહીં કરે તો તેની શિષ્યવૃત્તિ રદ કરી દેશે. જાતિવાદના કારણે તેમના માતાપિતાએ બંનેને એકબીજાથી અલગ થવાની ફરજ પાડી હતી.

  આ પણ વાંચો: હોશિયાર બાળકને જન્મ આપવા છે, તો પ્રેગન્સી દરમિયાન આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

  સોશિયલ મીડિયા પર થઈ ફરી મુલાકાત
  પેની ઉમ્બર્સએ આ ઘટના બાદ બે વખત લગ્ન કર્યા હતા અને છૂટાછેડા પણ લીધા હતા. માર્કે તેની ડિગ્રી પૂર્ણ કરી અને હોટલ મેનેજમેન્ટમાં તેની કારકિર્દી બનાવી. તેઓ જુદા જુદા જીવનમાં હોવા છતાં તેમનો જૂનો પ્રેમ પૂરો થયો ન હતો.

  આ પણ વાંચો:-Bollywood Interesting Story: આ 11 ફિલ્મના એવા ભાવુક દ્રશ્યો, જેણે ભલ ભલાને ઈમોશનલ કરી દીધા

  2019માં તે ફેસબુક મારફતે મળ્યા હતા. બંને એકબીજાને ઓળખી ગયા અને તેમની વાતચીત શરૂ થઈ. હવે જ્યારે તેઓ રૂબરૂ મળ્યા છે, ત્યારે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. હવે તે 60 અને 61 વર્ષના છે, પરંતુ બાળપણનો 40 વર્ષ પહેલાનો પ્રેમ હજી પણ તેના હૃદયમાં જીવંત છે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Bachpan Ka Pyaar, Love, Love birds, Love story, અજબગજબ, પ્રેમ કહાની

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन