જસબીર કુમાર, હમીરપુર. તે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)થી મજૂરી કરવા માટે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) આવ્યો હતો. ઘરનું ગુજરાન ચલાવવા માટે આખો દિવસ કાળી મજૂરી કરે છે. પરંતુ તેને નાનપણથી જ ઇલેક્ટ્રોનિક સામાન બનાવવાનો શોખ છે અને આ શોખના કારણે આ યુવકને નવી ઓળખ મળી છે. મૂળે, દેશી જુગાડથી હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક પ્રવાસી યુવક વાઇ-ફાઇ બ્લૂટૂથ બનાવ્યું છે. આ યુવક છૂટક મજૂરીનું કામ કરે છે. યુવક ઉમેશ કુમારે દોઢ સો રૂપિયાના ખર્ચે એક જ દિવસમાં વાઇ-ફાઇ (Wi Fi) અને બ્લૂટૂથ ડિવાઇસ (Bluetooth Device) તૈયાર કર્યું છે.
આ ડિવાઇસ આમ તો બજારમાં 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીમાં મળે છે. ઉમેશ મજૂરીની સાથોસાથ ધોરણ-12 કોમર્સનો અભ્યાસ પણ કરી રહ્યો છે. ગુજરાન ચલાવવા માટે પોતાના સાથીઓની સાથે દિવસભર મહેનત કરે છે. ઉમેશ કુમારે બનાવેલા ડિવાઇસથી દિવસભર કામમાં વ્યસ્ત બાકી મજૂરોનું પણ મનોરંજન કરે છે. સાથોસાથ ઉમેશ આ રીતે આવા કામોમાં રૂચિ હોવાના કારણે તેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશના વતની ઉમેશ કુમારે જણાવ્યું કે, નાનપણથી જ ઇલેક્ટ્રોનિક સામાન બનાવવાનો શોખ રહ્યો છે. તેને કારણે જ પહેલા માઇક ઇયર ફોન પણ જાતે જ તૈયાર કર્યો હતો. બજારમાં મોંઘા ભાવે વેચાતા વાઇફાઇ ડિવાઇસ ખરીદી નહોતા શકતા, તેથી શોખને કારણે એક દિવસમાં જ સ્પેરપાર્સ્ણ ખરીદ્યો અને વાઇ-ફાઇ ડિવાઇસ તૈયાર કર્યું, જેને કોઈ પણ મોબાઇલ ફોન સાથે કનેક્ટ કરી શકાય છે.
ઉમેશ કુમારની સાથે મજૂરી કામ કરી રહેલા અખિલેશે જણાવ્યું કે, ઉમેશે વાઇ-ફાઇ ડિવાઇસ તૈયાર કર્યું છે. જેનાથી કામ કરતી વખતે તમામ લોકોનું મનોરંજન પણ થાય છે. તમામ લોકો આ ડિવાઇસને લઈ કુતૂહલ વ્યક્ત કરી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર