સારા વરસાદ માટે ટોટકો : ગધેડા પર સજી ધજીને બેઠા BJP નેતા, તેમના વરઘોડાનો વીડિયો થયો Viral

સારા વરસાદ માટે ટોટકો : ગધેડા પર સજી ધજીને બેઠા BJP નેતા, તેમના વરઘોડાનો વીડિયો થયો Viral
ભાજપના નેતાનો વરઘોડો

ભાજપના નેતા શિવ ડિંગૂએ કહ્યું કે આ એક પ્રાચીન ટોટકો છે. અને સારા વરસાદ માટે પહેલાના જમાનામાં લોકો આ રીતે કરતા હતા.

 • Share this:
  સારા વરસાદ માટે અવનવી પરંપરાઓ લોકો કરતા હોય છે. ત્યારે આવું જ કંઇક મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયું. ઇન્દોર (Indor)ની પાસે આવેલા રાઉમાં લોકોએ સારા વરસાદની આશા માટે એક ટોટકો અપનાવ્યો. જેમાં ભાજપના નેતા શિવ ડિંગૂ ગધેડા પર બેસીને પોતાના વરઘોડો નિકાળ્યો. જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. અને વાજતા ગાજતા શહેરભરમાં તેમની સવારી નીકળી. જો કે ભાજપના નેતાને આ રીતે જોતા નગરવાસીઓ પણ હેરાન રહી ગયા હતા. વાજતા ગાજતા આ વરઘોડો મુખ્યમાર્ગથી સમશાન ઘાટ સુધી પહોંચ્યો અને અહીં રાઇ અને મીઠાની ઉલ્ટી પરિક્રમા કરીને સારા વરસાદ માટે કામના કરવામાં આવી. જો કે હાલ આ અનોખા વરઘોડોનો Video સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

  ભાજપના નેતા શિવ ડિંગૂએ કહ્યું કે આ એક પ્રાચીન ટોટકો છે. અને સારા વરસાદ માટે પહેલાના જમાનામાં લોકો આ રીતે કરતા હતા. જેમાં ગધેડા પર ગામના સરપંચ કે ગામનો પટેલને બેસાડવામાં આવતા. ઉલ્લેખનીય છએ કે આ વિસ્તારમાં ગત વર્ષ કરતા હજી સુધી ખાલી 4 ઇંચ વરસાદ ઓછો થયો છે. જેના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને તેમનો ઊભો પાક બળી રહ્યો છે. ગત વર્ષે ઇન્દોરમાં 15.8 ઇંચ વરસાદ પડ્યો હતો. આ વખતે ખાલી 11.6 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે લોકોના ટોટકા લગાવીને સારા વરસાદની આશા કરી રહ્યા છે.

  બીજી તરફ તે વાત છે કે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે આવા ટોટકા કરવા ચિંતાનો વિષય બની શકે છે. Covid 19 મામલે ઇન્દોર જિલ્લો રેડ ઝોનમાં આવે છે. રોજ અહીં 100થી વધુ કોરોના પોઝિટિવ દર્દી આવે છે. આમ છતાં આ લોકો આ પ્રકારનું આયોજન કરીને સંક્રમણના ફેલાવાને નજર અંદાજ કરી રહ્યા છે. આ વરઘોડામાં અનેક લોકો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન નહતું કર્યું તો અનેક લોકો માસ્ક વગર હતા.

  વીડિયોમાં પણ માસ્ક વગરના લોકો જોઇ શકાય છે. જેણે જિલ્લામાં લાગુ 144નું પણ ઉલ્લંધન કર્યું છે.
  Published by:Chaitali Shukla
  First published:July 28, 2020, 12:50 pm

  ટૉપ ન્યૂઝ