લખનઉ: ઉત્તર પ્રદેશનાં જનપદનાં થાના જેથરા વિસ્તારનાં ઝૂરા ગામની આ ઘટના છે. જ્યાં મંગળવારે રાત્ર ફટાકડા ફોડવા બાબતે બાળકો અને માને ઢોર માર માર્યો. આ ઘટનામાં મહિલા બેભાન થઇ ગઇ હતી અને પરિજનો તેને જેથરાનાં સ્વાસ્થ્ય કેન્દ્ર લઇને પહોચ્યા હતાં જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. મૃતકનાં પૂત્રએ ગામનાં જ એક યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપી ઘટના સ્થળેથી ફરાર છે. પોલીસ તેની તપાસમાં લાગી છે.
ઝૂરા ગામની નિવાસી મીના દેવી 45 વર્ષિય મહિલા છે. તે માલિખાન સિંહની પત્ની અને નેપાલ સિંહની માતા છે. તેનો નાનો ભાઇ કરન પાડોસી હેમરાજનો પૂત્ર તમામ મંગળવારની રાત્રે આશરે 8.30 વાગ્યે વાગ્યે ફટાકડા ફોડી રહ્યાં હતાં. ત્યારે જ ગામનો જ એક યુવક આવ્યો અને તેણે ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધુ. મકાનનીસામેજ રાશિદનો પૂત્રો લાલ મુહમ્મદ ઉર્ફે લલ્લન ખાંની પરચૂરણની દૂકાન છે. રાશિદે ત્રણેય બાળકોને ફટાકડાં ફોડવા મામલે માર માર્યો.
આ પણ વાંચો- સાસરીયાએ પરણિતાને ડાકણ જણાવી તેની સાથે કરી મારઝૂડ, જાહેર બજારમાં કરી નિર્વસ્ત્ર
બાળકોનો રડવાનો અવાજ સાંભળીને મા મીના દેવી વચ્ચે આવી તો તેને પણ લાતો અને ઘુસા માર્યાં તેમજ ગળુ પણ દબાવ્યું. જેમાં મીના દેવી બેભાન થઇને જમીન પર પડી ગઇ. જે બાદ તેનો ભાઇ કરન રડવા લાગ્યો અને ગામજનો પણ એકત્ર થઇ ગયા અને મીના દેવીને જૈથરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઇને પહોંચ્યા હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો- બીજી વખત લગ્ન માટે ના પાડતાં સાસરીયાએ વિધાવાની જીભ અને નાક કાપી નાખ્યું
પોલીસ ઇન્સ્પેક્ટર વિનય કુમાર શર્માનાં જણાવ્યાં અનુસાર, ફટાકાડા ફોડવા અંગે મારઝૂડ કરવામાં આવી જેમાં મહિલાને ગંભીર ઇજા થઇ હતી અને તેને કારણે તેનું મોત થયુ છે આરોપીની તપાસ થઇ રહી છે. શવને પોસ્ટમોર્ટમ કરવાં પરિવારજનોને સોંપવામાં આવ્યું છે.
Published by:Margi Pandya
First published:November 19, 2020, 17:18 pm