Viral Video: મસમોટા સાપને જોઈ ફફડી ગયા લોકો, પણ યુવતીએ જે કર્યું તે જોઈ તમે ચોંકી જશો

Snake Viral Video: યુવતીએ જાણે કોઈ સામાન ઉપાડી લીધો હોય તેવી સરળતાથી પકડીને સાપને તળાવમાં છોડી દીધો હતો

Snake Viral Video: યુવતીએ જાણે કોઈ સામાન ઉપાડી લીધો હોય તેવી સરળતાથી પકડીને સાપને તળાવમાં છોડી દીધો હતો

  • Share this:
Snake Viral Video: સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા પ્રકારના વીડિયો શેર કરવામાં આવે છે. તેમાંથી કેટલાક વિડીયો હાસ્યાસ્પદ (Comedy Video) હોય છે, તો કેટલાક આશ્ચર્યજનક હોય છે. આ ઉપરાંત કેટલાક વીડિયો એવા પણ છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેને જોયા બાદ તમે સ્તબ્ધ થઈ જશો અને યુવતીની હિંમત (Young Girl Courage)ની પણ પ્રશંસા કરશો.

સામાન્ય રીતે સાપ (Snake)નું નામ સાંભળીને લોકો હેબતાઈ જાય છે. આવી સ્થિતિમાં સાપનો સામનો કરવાની સ્થિતિ ઊભી થાય તો શું કરવું તેવો પ્રશ્ન ઉભો થાય છે. ત્યારે આ છોકરીએ સાપની સાથે એવું કર્યું કે, તે દરરોજ સાપ સાથે રમતી (Snake Rescue) હોવાનું જણાય છે.

વાત એમ છે કે, એક જાહેર સ્થળે અચાનક વિશાળ સાપ (Giant Snake) પહોંચી ગયો હતો અને આ સાપને જોયા બાદ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. અલબત એક વ્યક્તિએ ડરતાં ડરતાં સાપને પકડવાનો (Snake Rescue) પ્રયાસ કર્યો હતો. પરંતુ સાપને યોગ્ય રીતે પકડવાની તેની હિંમત નહોતી. આવી સ્થિતિમાં એક યુવતીએ હિંમત બતાવીને સાપને ખુલ્લા હાથથી ઉપાડ્યો હતો. તેનામાં ડર નહોતો, જાણે કોઈ સામાન ઉપાડી લીધો હોય તેવી સરળતાથી પકડીને સાપને તળાવમાં છોડી દીધો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral Video) થવા લાગ્યો છે. આ વીડિયો ટ્વિટર પર '@Ffs_OMG' નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયોને હજારો લોકોએ જોયો છે. તેમજ લગભગ બે હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. યુઝર્સ આ વિડીયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જે બ્રુઅર નામનો વ્યક્તિ 22 ફૂટ લાંબા પીળા કલરના સાપને ખભા પર લટકાવી બેફિકર ફરી રહ્યો છે. આ વીડિયો અત્યાર સુધી 2.5 કરોડથી વધુ લોકોએ જોયો છે. દરેક વ્યક્તિ તેની હિંમતની પ્રશંસા કરી રહ્યો છે.

આ પણ જુઓ, Viral Video: કચરો વીણનારી મહિલા બોલે છે ફાંકડું English, ભણેલા-ગણેલા લોકોની બોલતી થઈ બંધ

અન્ય એક અહેવાલમાં પોતાના ડોગીનો જીવ બચાવવા યુવાને એનકોન્ડા સાથે પણ બાથ ભીડી હોવાનું જાણવા મળે છે. બ્રાઝિલમાં લાયન નામનો પાલતુ કૂતરો તળાવના કિનારે પાણી પીતો હતો ત્યારે એનાકોન્ડાએ લાયન પર હુમલો કર્યો હતો. પરંતુ સદભાગ્યે પોતાના પાલતુ ડોગીને બચાવવા કાર્લિનહોસ ત્યાં આવી ગયો અને તેણે વિશાળ સાપના જડબામાંથી કૂતરાને બહાર ખેંચી લીધો હતો.
First published: