Home /News /eye-catcher /OMG! સૂપ બનાવા માટે કોબ્રાનું માથું કાપ્યું, 20 મિનિટ બાદ કપાયેલા ફેણે લીધો બદલો

OMG! સૂપ બનાવા માટે કોબ્રાનું માથું કાપ્યું, 20 મિનિટ બાદ કપાયેલા ફેણે લીધો બદલો

સાપના માથાની ફાઈલ તસવીર

cobra snake head bite chef in china: ચીનના એક રેસ્ટોરન્ટમાં (Restaurant in china) શેફે કોબ્રા સાપનું માથું કાપીને (chef cut cobra snake head) બાજુમાં રાખ્યું હતું. આ દરમિયાન શેફ સાપનું સૂપ બનાવવાની તૈયારી (Cobra Snake Soup) કરવા લાગ્યો હતો. આશરે 20 મિનટ બાદ આ કપાયેલા માથું જેવું જ ફેંકવા જતા કપાયેલા સાપના માથાએ શેફને ડંખ માર્યો હતો.

વધુ જુઓ ...
cutting cobra snake head bite chef in china: સાપ કરડવાથી લોકોના મોત (snake bite case) થાય એ સામાન્ય બાબત છે. પરંતુ દક્ષિણ ચીનમાં (South China news) એક એવી ઘટના સામે આવી જે છે જેને જાણીને તમે ચોંકી જશો. અહીં એક રેસ્ટોરન્ટમાં (Restaurant) શેફે કોબ્રા સાપનું માથું કાપીને (chef cut cobra snake head) બાજુમાં રાખ્યું હતું. આ દરમિયાન શેફ સાપનું સૂપ બનાવવાની તૈયારી (Cobra Snake Soup) કરવા લાગ્યો હતો. આશરે 20 મિનટ બાદ આ કપાયેલા માથું જેવું જ ફેંકવા ઉઠાવ્યું કે શેફને જોરદાર ઝાટકો લાગ્યો હતો. કપાયેલા સાપના માથાએ શેફને ડંખ (cutting cobra snake head bite chef) માર્યો હતો. જેના કારણે શેફનું મોત નીપજ્યું હતું.

દક્ષિણ ચીનના ગ્વાંગડોંગ પ્રાંતના ફોશાન સિટીના રહેનારા શેફ પેંગ ફૈન ઈંડોચાઈનિઝ સ્પિટિંગ કોબ્રાના માંસથી બનેલો સૂપ તૈયાર કરી રહ્યો હતો. આ દરમિયાન કપાયેલા સાપના માથાએ તેને ડંખ માર્યો હતો. ચીનમાં ઝેરી કોબ્રાના સાપના માસમાંથી બનેલો સૂપ લોકોમાં ખુબ જ પ્રિય છે. મોટા ભાગની રેસ્ટોરન્ટમાં આ સૂપ મળે છે.

શેફ પેંગ ફૈનના સ્પિટિંગ કોબ્રાનું માથું કાપ્યા બાદ સૂપ બનાવવા માટે 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ શેફ કિચનની સફાઈ કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ શેફે સાપના કપાયેલા માથાને કચરાના ડબ્બામાં ફેંકવા માટે ઉઠાવ્યું તો અચાનક કપાયેલા ફેણે શેફને ડંખ માર્યો હતો.

રેસ્ટોરન્ટમાં અતિથિ 44 વર્ષીય લિન સને કહ્યું કે હું મારી પત્નીના જન્મ દિવસ માટે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હતા. ત્યારે જ અચાનક ખુબ જ હંગામો થયો હતો. એ ન જાણવા મળ્યું કે શું થયું પરંતુ રસોડામાંથી બુમો આવી રહી હતી.

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સાપે શેફને ડંખ માર્યો હતો. જેના કારણે રસોડામાં ભાગંભાગ થઈ ગઈ હતી. અને ડોક્ટરને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરની ટીમ મદદ માટે પહોંચે તે પહેલા જ શેફનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ શું તમે ગજાનંદ પૌંવા હાઉસના પૌંવા ખાવા જાઓ છો? તો આ સમાચાર ચોક્કસ વાચવા જોઈએ

પોલીસ પ્રવક્તાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે આ એક ખુબ જ અસામાન્ય મામલો છે. આ એક એક્સિડેન્ટ જ પ્રતિત થાય છે. શેફને બચાવવા માટે કંઈ કરી શકાતું ન્હોતું. માત્ર ડોક્ટર જ તેની મદદ કરી શક્તા હતા. આ મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે સાપ અને અન્ય સરીસૃપ માર્યા બાદ પણ અનેક કલાકો સુધી પ્રતિક્રિયા આપતા હોય છે. કોબ્રાના થુંકનું ઝેર વિશેષ રૂપથી ખુબ જ ખરાબ હોય છે.

આ પણ વાંચોઃ-ગર્લફ્રેન્ડ સાથે કરેલો પ્રયોગ પડ્યો ઉલટો, બોયફ્રેન્ડની સેક્સ લાઈફ થઈ ગઈ બરબાદ

આ પણ વાંચોઃ-બાથરૂમમાં સ્નાન કરતી પત્નીએ જોયો ગુપ્ત કેમેરો, પતિની હરકતો જોઈને મહિલા થઈ ગઈ શરમથી 'પાણી-પાણી'

આ ઝેરમાં ન્યૂરોટોક્સિન હોય છે. જે 30 મિનિટની અંદર માણસને મારી શકે છે. અથવા તો તેને લકવાગ્રસ્ત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે એ માનવામાં આવે છે કે સાપનું માંસ ખાવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. જેના કારણે કેટલીક પ્રજાતીઓ વિલુપ્ત થવાના આરે આવીની ઊભી છે. ચીનમાં ઈન્ડોચાઈનિઝ સ્પિટિંગ કોબ્રા સાપ શિકાર થાય છે. અને લોકો આ કોબ્રાના માંસમાંથી બનેલા સુપને ઉત્સાથી પીવે છે.
First published:

Tags: COBRA, India-China News, OMG story

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો