Home /News /eye-catcher /

Cryptocurrency: બધી કમાણી Bitcoinમાં લગાવી દીધી, અબજોપતિ બનતા બોલ્યો- ‘હવે લાઈફ બોરિંગ લાગે છે’

Cryptocurrency: બધી કમાણી Bitcoinમાં લગાવી દીધી, અબજોપતિ બનતા બોલ્યો- ‘હવે લાઈફ બોરિંગ લાગે છે’

વ્યક્તિએ પોતાની બધી સેવિંગ્સ ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરી નાખી.

Crypto billionaire: ક્રિપ્ટોકરન્સીના (Cryptocurrency) કારણે અબજોપતિ બનેલા એક વ્યક્તિએ કહ્યું કે તેની જિંદગી બોરિંગ થઈ ગઈ છે. હવે તે કોઈપણ ચીજ ખરીદી શકે છે, પરંતુ પોતાના જૂના દિવસો પાછા નથી લાવી શક્તો.

    Crypto billionaire story: એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે જીવનભરની સેવિંગ્સને બિટકોઇનમાં (Savings spent on bitcoin) રોકી દીધી, જેના પછી તે ઝડપથી અબજોપતિ (billionaire) બની ગયો. પરંતુ તે યુવાનનું કહેવું છે કે, અમીર બનવું અત્યંત બોરિંગ (Being rich is boring) છે. વ્યક્તિનું કહેવું છે કે તેને લાગે છે કે, તેણે જાણે દગો કરીને આ બધું મેળવ્યું છે. તે આટલા રૂપિયાને લાયક નથી. આ પૈસા તેણે મહેનતથી નથી કમાયા.

    તેણે કહ્યું કે, તે વર્ષોથી સુધી એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે કામ કરતો રહ્યો. તેના દ્વારા તેણે ઘણા પૈસા કમાયા. તે દરમિયાન એવો સમય પણ આવ્યો જ્યારે તે 25 લાખ રૂપિયા પ્રતિ મહિના કમાવા લાગ્યો, પરંતુ તે સેલેરીનો મોટો ભાગ સેવિંગ્સ માટે રાખતો હતો.

    એક બ્રિટિશ ન્યૂઝ વેબસાઇટની રિપોર્ટ મુજબ 2014માં તેને બિટકોઇન (bitcoin) વિશે ખબર પડી અને તેણે પણ તેમાં પૈસા ઇન્વેસ્ટ કરવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે, પહેલા તેને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ (Invest in crypto) કરવાનું રિસ્કી લાગી રહ્યું હતું, પરંતુ તેમા ફાયદો મળવાનો પણ ચાન્સ હતો. માટે તેણે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરવાનું નક્કી કર્યું.

    ઇન્વેસ્ટરે કહ્યું, દોઢ વર્ષના સમયમાં આમા લગભગ પોતાની બધી સેવિંગ્સ ઇન્વેસ્ટ કરી દીધી. હું માનું છું કે આ બધી મૂર્ખતા અને પાગલપન હતું, પરંતુ મેં ફરી એમ કર્યું. ઝડપથી મને તેનો ફાયદો થયો. 2017માં મને આનાથી 20 કરોડ રૂપિયા મળ્યા.

    આ પણ વાંચો: ઘોડી પર ચઢતાની સાથે જ ફાટી ગયું વરરાજાનું પેન્ટ, વીડિયો જોઈ હસી હસીને થઈ જસો લોટપોટ

    સોશિયલ મીડિયા વેબસાઇટ Reddit પર પોતાની ઓળખ છુપાવીને વ્યક્તિએ અમીર બનવાનો અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું કે 2017માં ક્રિપ્ટોથી કરોડો કમાઈ ગયા પછી તે વધુ ઇન્વેસ્ટ કરવા લાગ્યો. 2019ની સાલમાં ક્રિપ્ટોમાંથી 2 અબજ 62 કરોડથી પણ વધારે રૂપિયાની કમાણી કરી. પણ તેનાથી તેની જિંદગી ઘણી બદલાઈ ગઈ. 35ની ઉંમરમાં તેણે વિચાર્યું કે આટલું કમાઈ લીધું છે તો મારે બ્રેક લેવો જોઈએ. પછી તે પૈસાથી ફરવા લાગ્યો.

    આ પણ વાંચો: 61 વર્ષની ઉંમરે પહેલી વખત દુલ્હન બની મહિલા, 45 વર્ષે બોયફ્રેન્ડને કરી હતી પહેલી Kiss!

    હવે યુવકનું કહેવું છે કે ભલે આટલા પૈસા આવ્યા બાદ જોબ છોડી દીધી અને ખૂબ હર્યોફર્યો. પરંતુ જિંદગીમાં જે ઉત્સાહ કામ કરીને મળ્યો તે હવે નથી મળતો. યુવકનું કહેવું છે કે તેની જિંદગી (life of billionaire) બોરિંગ થઈ ગઈ છે. યુવકનું કહેવું છે કે હવે તે કોઈપણ ચીજ ખરીદી શકે છે, પરંતુ પોતાના જૂના દિવસો પાછા નથી લાવી શક્તો જ્યારે તે પોતાની જોબને પ્રેમ કરતો હતો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, Bitcoin, Cryptocurrency, OMG News

    આગામી સમાચાર