ન્યૂઝ 18 ગુજરાતી: બાગાયત વિભાગ દ્વારા યોજાતા પ્રદર્શનોમાં મસમોટા ફળ ફૂલ શાકભાજી જોવા મળતા હોય છે, પરંતુ ઑસ્ટ્રેલિયામાં એક કપલે જ જાતે માણસની સાઇઝ જેવી કોબી ઊગાડી હતી. 9 મહિનાની મહેનતના અંતે ઊગેલી આ કોબી ખાતા બે અઠવાડિયા થયા હતા.
આ કોબીની નોંધણી ગત વર્ષે એપ્રિલ મહિનામાં થઈ હતી. ઑસ્ટ્રેલિયાના રોસમેરી નોરવુડ અને તેમના પતિએ આ કોબીનો ઉપયોગ જુદી જુદી ડીશમાં કર્યો હતો. હરિફાઈ માટે ઊગાડવામાં આવતા શાકભાજી વિશે સૌએ સાંભળ્યુ હશે. અગાઉ વિશ્વની સૌથી મોટી કોબીનો રેકોર્ડ અલાસ્કાની 62.71 કિલોની કોબીના નામે નોંધાયો હતો. આ કોબી ગિનસ બુક ઑફ રેકોર્ડમાં પણ નોંધાઈ હતી જોકે, ઑસ્ટ્રેલિયાના આ યુગલે તેમની કોબી માટે વિશ્વ રેકોર્ડની નોંધણી કરાવી નથી.
ઑસ્ટ્રેલિયાના જેકી માર્શ વેલીમાં એક ફૉરેસ્ટ લોજ ચલાવતા નોરવૂડ અને તેમના પતિ ઇકૉટૂરિઝમના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમણે CNNને જણાવ્યું હતું કે કોબીના પત્તાનો ઉપયોગ તેમણે સલાડથી લઈને અન્ય જુદી જુદી ડિશમાં કર્યો હતો અને તેમને આખી કોબી ખાતા 2 અઠવાડિયાનો સમય લાગ્યો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર