Home /News /eye-catcher /

લો બોલો! ચોરને ચોરી દરમિયાન ખિચડી બનાવવી ભારે પડી, પોલીસે રસોડામાં ‘રંગે હાથ’ ઝડપી લીધો!

લો બોલો! ચોરને ચોરી દરમિયાન ખિચડી બનાવવી ભારે પડી, પોલીસે રસોડામાં ‘રંગે હાથ’ ઝડપી લીધો!

ચોર માટે ખિચડી બની હાનિકારક (પ્રતીકાત્મક ફોટો- Shutterstock)

Weird Burglary Case: આસામ (Assam)માં ચોરીની એક વિચિત્ર અને રમૂજી ઘટના (Thief cooks khichdi in the middle of burglary) સામે આવી છે. એક ઘરમાં ચોરી કરવા દરમિયાન ચોરને પોતાના માટે ખિચડી બનાવવી ભારે પડી ગઈ અને તે આસામ પોલીસ (Assam Police)ના હાથે ઝડપાઈ ગયો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. આસામ (Assam)માં ચોરીની એક વિચિત્ર અને રમૂજી ઘટના (Weird Burglary Case) સામે આવી છે. એક ઘરમાં ચોરી કરવા દરમિયાન ચોરને પોતાના માટે ખિચડી (Khichdi) બનાવવી ભારે પડી ગઈ અને તે આસામ પોલીસ (Assam Police)ના હાથે ઝડપાઈ ગયો. એ માણસ ઘરમાં કિંમતી વસ્તુઓ ચોરવાના ઈરાદે ઘૂસ્યો હતો, પણ એ દરમ્યાન તે રસોડામાં ગયો અને પોતાના માટે ખિચડી (Thief cooks khichdi in the middle of burglary) બનાવવા લાગ્યો. રિપોર્ટ મુજબ, ગુવાહાટી પોલીસે (Guwahati Police) કહ્યું છે કે એ માણસની ધરપકડ કરી લેવામાં આવી છે.

    આસામ પોલીસે ટ્વિટર (Assam Police Viral Tweet) પર આ ઘટનાને રમૂજી અંદાજમાં જણાવી હતી. આસામ પોલીસે લખ્યું કે, ‘ખિચડી ચોર (cereal burglar)નો વિચિત્ર કેસ! સ્વાસ્થ્યના અઢળક લાભ હોવા છતાં, એવું સામે આવ્યું છે કે ચોરી દરમ્યાન ખિચડી બનાવવી એ તમારા આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. આ ચોર પકડાઈ ગયો છે અને ગુવાહાટી પોલીસ તેને ગરમાગરમ ભોજન પીરસી રહી છે.’



    એક અહેવાલ મુજબ આ ઘટના દિસપુર પોલીસ સ્ટેશન હેઠળની છે અને એ ઘર, જ્યાં ચોરી થઈ હતી એ હેંગેરાબારી વિસ્તારમાં આવેલું છે.

    ચોરી કરવાના ઈરાદે આવેલા એ માણસે જ્યારે કિચનમાં ખિચડી બનાવવાનું શરુ કર્યું, તો આજુબાજુના લોકો સાવધ થઈ ગયા અને પોલીસને બોલાવી લીધી હતી. એ ચોર ખિચડી બનાવતો હતો એ દરમ્યાન જ પકડાઈ ગયો!



    આસામ પોલીસની ટ્વિટ બાદ અન્ય ટ્વિટર યુઝર્સ પણ આ ઘટનાની મજા લઈ રહ્યા છે. તો અમુક યુઝરે લખ્યું કે, એ માણસે ચોરી દરમ્યાન ખિચડી બનાવી એટલે તેને ખરેખર ભૂખ લાગી હશે.



    જો કે, ભારતમાં આ પ્રકારની ચોરીની ઘટના પહેલી નથી કે જેમાં ચોર ચોરી દરમ્યાન થોડો વિચલિત થઈ ગયો હોય. ગયા વર્ષે મહારાષ્ટ્રના થાણેની નૌપાડા પોલીસે એક માણસની હનુમાનના મંદિરમાંથી દાનપેટી ચોરવા બદલ ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેમને જોઈને નવાઈ લાગી કે એ ‘સિદ્ધાંતવાદી’ ચોરે દાનપેટી લઈને જતાં પહેલા હનુમાનજીના ચરણ સ્પર્શ કર્યા હતા!
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, Assassination, OMG News, Trending news, Weird news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन