નવી દિલ્હીઃ એક સાસુ (Mother-in-Law) અને જમાઈ (Son-in-law)નો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. દીકરીનો પતિ હોવાના કારણે જમાઈ પ્રત્યે પ્રેમ હોવો સ્વાભાવિક પણ છે. જ્યારે એક જમાઈ ઘરે આવે છે તો સાસુમા તેમની આગતા-સ્વાગતામાં ઘરને એક અલગ જ રીતે શણગારે છે, અનેક પ્રકારની મીઠાઈઓ અને પકવાનોની સુગંધથી ઘર મહેકી ઉઠે છે. હાલમાં આવા જ એક સાસુમા દ્વારા પોતાના જમાઈ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ની એક મહિલાએ પોતાના જમાઈના સ્વાગત માટે એક ખાસ થાળી તૈયાર કરી હતી. હવે આ થાળી સોશિયલ મીડિયા પર સૌથી ફેવરિટ બની ગઈ છે અને લોકો તેને જોઈ પોતાને કોમેન્ટ કરતાં રોકી નથી શકતા.
આ થાળીમાં મહિલાએ એક-બે કે 10 પકવાન નહીં પરંતુ 67 વ્યંજન (Andhra Woman Cooks 67-Course Meal) બનાવ્યા છે. આ મહિલાએ સોશિયલ મીડિયા પર જમાઈ માટે તૈયાર કરેલી થાળીનો વીડિયો શૅર કર્યો છે. તેની સાથે જ તેમણે કયા-કયા વ્યંજનો બનાવ્યા છે તેના વિશે પણ જણાવ્યું છે. આ થાળીને જોઈ સોશિયલ મીડિયા યૂઝર્સના મોઢામાં પાણી આવી રહ્યું છે. તમે પણ જાણો આ ખાસ થાળી વિશે....
થાળીમાં છે ખાસ પ્રકારના વ્યંજન
આંધ્ર પ્રદેશમાં જમાઈ ષષ્ઠી નામની પરંપરા ખૂબ પ્રચલિત છે, જેમાં સાસુ પોતાના જમાઈના સ્વાગતમાં એક વિશેષ થાળી તૈયાર કરે છે. આ મહિલાના પોસ્ટ મુજબ 67 પ્રકારના વ્યંજનવાળી આ થાળીમાં 5 કેટેગરી હોય છે. આ તમામમાં આંધ્ર પ્રદેશના પકવાન હોય છે. તેમાં ડ્રિન્ક્સ, સ્ટાર્ટર્સ, ચાટ, મેન કોર્સ અને મીઠાઈઓને સામેલ કરવામાં આવે છે. જેમ કે, તમે વીડિયોમાં જોઈ શકો છો મહિલાએ દરેક ડિશે વિશે વિસ્તારથી માહિતી આપી છે.
આ પણ વાંચો, પરોઠા કે ફેસ માસ્ક? ગ્રાહકોમાં સેલ્ફી ખેંચાવાનો ક્રેઝ થયો વાયરલ
મહિલા દ્વારા આ થાળીને પોસ્ટ કર્યા બાદ જ કોમેન્ટ્સનું પૂર આવી ગયું છે.
એક યૂઝરે કોમેન્ટ કરી કે આપની કોઈ બીજી દીકરી છે? મારે પ્લીઝ તેના સાથે લગ્ન કરવા છે.
એક યૂઝરે વીડિયોને જોયા બાદ કહ્યું કે, સાસુમાના જમાઈ ઘણા લકી છે.
આ પણ વાંચો, ચિમ્પાન્ઝીએ સિંહ બાળને પીવડાવ્યું દૂધ, Video જોઈ લોકોએ કહ્યું- ‘આ મમતા છે’
Lagata hai NRI damad hai.
ટ્વિટર યૂઝર અનુરાગ ગુપ્તાએ કહ્યું કે, તેમના જમાઈ NRI લાગે છે.