Home /News /eye-catcher /OMG! પોતાના જ વાળ તોડીને ખાતી હતી કિશોરી, પેટમાં બે કિલો વાળની ગાંઠ જોઈ ડોક્ટરો ચોંક્યા

OMG! પોતાના જ વાળ તોડીને ખાતી હતી કિશોરી, પેટમાં બે કિલો વાળની ગાંઠ જોઈ ડોક્ટરો ચોંક્યા

ઓપરેશન સમયની પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

uttar pradesh bizarre case: ઉત્તર પ્રદેશના (uttar pradesh news)10 દિવસ પહેલા તેને પેટમાં તીવ્ર દુ:ખાવો અને ઊલટી થઈ હતી. ત્યારબાદ પરિવાર કિશોરીને બલરામપુર હોસ્પિટલમાં (balarampur hospital) લઈ ગયો હતો. અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટમાં (Ultrasound test) કિશોરીના પેટમાં ગાંઠ હોવાનું (Tumor in girl stomach) બહાર આવ્યું હતું.

વધુ જુઓ ...
  Uttar pradesh OMG news: ઉત્તરપ્રદેશની (Uttar pradesh news) રાજધાની લખનઉમાં (lucknow news) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બલરામપુર હોસ્પિટલના ડોક્ટરોએ કિશોરીના (girl surgery) પેટનું ઓપરેશન કરી આશરે 2 કિલો વાળનો મોટો ગુચ્છો (A large bunch of 2 kg hair abdominal surgery) બહાર કાઢ્યો છે. બે વર્ષથી કિશોરી સતત નબળી પડી રહી હતી. પરિવારને તેના માથા પરથી વાળ ખરતા હોવાની જાણ થતા તેને પૂછ્યું તો કિશોરીએ જવાબ આપ્યો નહોતો.

  20 સેમી પહોળો ગુચ્છો જોઈને ડોક્ટર આશ્ચર્યચકિત થઈ ગયા
  10 દિવસ પહેલા તેને પેટમાં તીવ્ર દુ:ખાવો અને ઊલટી થઈ હતી. ત્યારબાદ પરિવાર કિશોરીને બલરામપુર હોસ્પિટલમાં (balarampur hospital) લઈ ગયો હતો અને તેને ત્યાં સર્જરી વિભાગના ડો. એસ.આર. સંદર દ્વારા તપાસવામાં આવી હતી. તે દરમિયાન અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટમાં કિશોરીના પેટમાં ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ડોકટરોએ સિટી સ્કેન કરાવવાનું નક્કી કર્યું હતું.

  જેમાં પેટમાં મોટો ગુચ્છો મળી આવ્યો હતો. એન્ડોસ્કોપમાં જાણવા મળ્યું કે, કિશોરીના પેટમાં ટ્રોયકોબિજર (હેર બોલ) છે. જે લગભગ બે કિલોનો હોવાનું માલુમ પડ્યું હતું. 20 સેમી પહોળો ગુચ્છો જોઈને ડોક્ટર આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ તેને કાઢવા ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે 1.5 કલાક સુધી ચાલ્યું હતું.

  ખોરાક પાસ ન થતા 32 કિલો વજન ઘટી ગયું
  ઓપરેશન બાદ કિશોરી ભાનમાં આવી ગઈ છે. તેને પેટમાં દુ:ખાવા સહિતની અન્ય સમસ્યાઓમાંથી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, કિશોરી જન્મજાત માનસિક ક્ષતિથી પીડાય છે. તે વાળને તોડીને ખાતી હતી. લાંબા સમય સુધી આમ કરવાથી વાળના ગુચ્છાથી પેટમાં ગાંઠ થઈ ગઈ હતી.

  આ પણ વાંચોઃ-OMG! વાછરડાંને ગળી ગયો 15 ફૂટનો અજગર, પેટમાં ગયા બાદ મૃત વાછરડાંએ લીધો 'બદલો'

  ધીમે ધીમે પેટથી નાના આંતરડાનો માર્ગ સંપૂર્ણપણે અવરોધિત થઈ ગયો હતો. જેના કારણે ખોરાક પાસ થઈ શકતો નહોતો અને તેનું 32 કિલો વજન ઘટી ગયું હતું. માનવ શરીર વાળને સરળતાથી પચાવી શકે નહીં. જેના કારણે તેના પેટમાં વાળ ભેગા થવા લાગ્યા હતા. જેને કાઢવા માટે સર્જરી સિવાય કોઈ વિકલ્પ નહોતો.

  આ પણ વાંચોઃ-OMG! શરીરમાં બે વજાઈના હોવાની વાતથી અજાણ હતી મહિલા, આવી રીતે સામે આવ્યું ચોંકાવનારું સત્ય

  વિચિત્ર રોગથી પીડાય છે કિશોરી
  ડોક્ટરના મત મુજબ કિશોરી ટ્રાઇકોબેઝોર રોગથી પીડાઈ રહી હતી. આ રોગમાં દર્દી પોતાના વાળ તોડીને ખાય છે. આને તબીબી વિજ્ઞાનની ભાષામાં ટ્રાઇકોબેઝાર કહેવામાં આવે છે. તે ખૂબ જ દુર્લભ અને જટિલ રોગ છે. આવા દર્દીઓને માનસિક રોગોના લક્ષણો પણ હોય શકે છે. જે દર્દીને તેના વાળ ખાવા માટે મજબૂર કરે છે.

  આ પણ વાંચોઃ-OMG! 30 વર્ષ, 1000 પ્રયત્નો છતાં પણ કાર ચલાવતા ન શીખી શકી મહિલા, ડ્રાઈવિંગ સીટ પર બેસતાં જ વહેવા લાગે છે આંસુ

  નોંધનીય છે કે, કિશોરીના ટેસ્ટથી લઈ ઓપરેશન સુધીની પ્રક્રિયા મફત થઈ હતી. તબીબના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારના ઓપરેશન માટે ઓછામાં ઓછા 1થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોત.
  Published by:ankit patel
  First published:

  Tags: Lucknow, OMG story, ઉત્તર પ્રદેશ સમાચાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन