લંડન. રોજેરોજ બદલાતી રહેતી ટેક્નોલોજીની વચ્ચે બાળકો પણ હવે કોમ્યુ-્ટર (Computer) પર પોતાને વધુ પારંગત કરવામાં લાગી ગયા છે. તેના માટે નાના બાળકો પણ હવે કોડિંગ શીખી રહ્યા છે. આવો જ એક 12 વર્ષીય બાળક લંડનમાં રહે છે. આ બાળકે કોડિંગ (Coding) કરીને સ્કૂલની રજાઓ (School Holidays) દરમિયાન ઘરે બેઠા 2 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી છે. ત્યારબાદ આ બાળક ખૂબ ચર્ચામાં આવી ગયો છે.
આ 12 વર્ષના બાળકનું નામ બેનયામિન અહમદ (Benyamin Ahmed) છે. તેણે કોમ્યુછેટર પર વીયર્ડ વ્હેલ્સ (Weird Whales) નામનું પિક્સલેટેડ આર્ટ વર્ક બનાવ્યું છે. તેણે આ આર્ટ વર્કને વેચીને 2 કરોડ 94 લાખ રૂપિયાની કમાણી કરી છે. તેના આ કાર્યને નોન ફંજિબલ ટોકન્સ (Non-Fungible Tokens) એટલે કે એનએફટી ((NFTs)એ ખરીદ્યું છે. આ બેનયામિન તરફથી કરવામાં આવેલું રચનાત્મક કામ છે.
મળતી જાણકારી મુજબ, NFTsના માધ્યમથી કોઈ પણ કલાકૃતિને સરળતાથી ટોકન કરી શકાય છે. તેનાથી એક ડિજિટલ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થઈ જાય છે. ત્યારબાદ જ પોતાની કલાકૃતિને ખરીદી અને વેચી શકાય છે.
જોકે, આ કલાકૃતિ માટે બેનયામિન અહમદને એથેરિયમ નામની ક્રિપ્ટોકરન્સીના રૂપમાં નાણા આપવામાં આવ્યા છે. હવે એવામાં તેના આ આર્ટ વર્કની કિંમત ઓછી અને વધુ પણ થઈ શકે છે.
બેનયામિન અહમદને સ્વીમિંગ, બેડમિન્ટન અને તાઇક્વાંટોનો શોખ છે. તેને તેમાં મજા આવે છે. બેનયામિન કહે છે કે જે પણ બાળક કોડિંગના ક્ષેત્રમાં આવવા માંગે છે, તો કોઈ દબાણમાં ન આવે. બેનયામિનાના પિતા પણ સોફ્ટવેર ડેવલપર (Software Developer) છે. તેમણે પણ બેનયામિન અને તેના ભાઈને પાંચ અને છ વર્ષની ઉંમરમાં કોડિંગ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
બેનયામિનના પિતા ઈમરાને જણાવ્યું કે, આ એક મજેદાર પ્રેક્ટીસના રૂપમાં શરૂ થયું હતું. પરંતુ ટૂંક સમયમાં જ એવું સમજાઇ ગયું કે બાળકો તેને ખૂબ જ ઝડપથી સમજી રહ્યા છે અને તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. તેથી અમે પણ વધુ ગંભીર થવા લાગ્યા અને હવે આજનો દિવસ છે જે આપણે સૌ જોઈ રહ્યા છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર