ગુચીએ બનાવ્યું એવું મેન્સ શોર્ટ્સ, ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર ઉપર ઉડાવી મજાક

પેરીસ ફેસન વિક

ફેશનની સમજ રાખવી અને ટ્રેન્ડિંગ ફેશન સેન્સ સમજવી બધા બસની વાત નથી. કેટલીક વાર બોલ્ડ ફેશ ચોઇસ સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થવાનું કારણ બની જાય છે.

 • Share this:
  ફેશનની સમજ રાખવી અને ટ્રેન્ડિંગ ફેશન સેન્સ સમજવી બધા બસની વાત નથી. કેટલીક વાર બોલ્ડ ફેશ ચોઇસ સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થવાનું કારણ બની જાય છે. આવું જ કંઇ પેરિસ ફેશન વીક દરમિયાન થયું. જ્યારે ઇટાલિયન બ્રાન્ડ ગુચીએ પોતાના મોડલને રેડ વિનાઇલ શોર્ટની સાથે રેમ્પ ઉપર ઉતાર્યો હતો. જેવી જ ગુચીએ આ તસવીર પોતાના ટિ્વટ હેન્ડલ ઉપર શેર કરી તો ટ્રોલર્સનો ઢગલો થઇ ગયો.

  પેરિસ ફેશન વીક દરમિયાન એલેસેન્ડ્રો મિશેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા રેડ વિનાઇલ શોર્ટસને ઇટાલિયન બ્રાન્ડ ગુચી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેની તસવીર બ્રાન્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર શેર કરવામાં આવી હતી.  ગુચી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ શેર કરી હતી. તેમણે તસવીરને શેર કરતા લખ્યું હતું કે, હું આને નજરઅંદાજ નથી કરી શકતો એટલા માટે હું તમારી સાથે શેર કરું છું.  ગુચી દ્વારા રજૂ કરેલી આઉટ ફીટ સોશિયલ મીડિયા ઉપર પણ ટ્રોલર્સના નિશાના ઉપર આવી ગયું. કેટલાક લોકો આના વખાણ કરતા થાકતા નથી જ્યારે કેટલાક લોકો આને ડાયપર સાથે તુલના કરી હતી.  એક યુઝર્સે ગુચીને ટેગ કરતા લખ્યું હતું કે, ગુચી પાગલ થઇ ગયું છે અથવા તો તે એલિયન માટે કામ કરી રહ્યું છે.  કેટલાક યુઝર્સન આ આઉટફીટની તુલના ડાયપરથી કરી હતી.
  Published by:ankit patel
  First published: