Home /News /eye-catcher /સેક્સ ચેન્જ કરાવીને મહિલા બન્યો, હવે કહે છે ભૂલ થઈ ગઈ, ફરી પુરુષ બનવું છે!

સેક્સ ચેન્જ કરાવીને મહિલા બન્યો, હવે કહે છે ભૂલ થઈ ગઈ, ફરી પુરુષ બનવું છે!

લિંગ પરીવર્તન બાદ બદલાયો મૂડ

Oli London: એક પુરૂષે કોરિયન મહિલા જેવું દેખાવા માટે 30 કોસ્મેટિક સર્જરી કરાવી ચૂક્યો છે. છેલ્લા 8 વર્ષમાં 2 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે અને હવે તેને ફેર પુરુષ બનવું છે.

    આજકાલ માણસજાત નીતનવું દેખાડવા માટે કઈંક અજુગતું પણ કરી જવા તૈયાર છે. આ જ પ્રકારનો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક પુરૂષે કોરિયન મહિલા જેવું દેખાવા માટે 30 કોસ્મેટિક સર્જરી કરાવી ચૂક્યો છે. છેલ્લા 8 વર્ષમાં આ સર્જરીઓ પાછળ મહાશયે અધધ...2 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. જોકે હવે તેનો વિચાર બદલાયો છે. આ યુવકે જાહેરાત કરી છે કે તે ફરીથી પુરુષ બનવા માંગે છે. આ વ્યક્તિએ કહ્યું કે મેં 'ટ્રાન્સરેશિયલ (Transracial)' તરીકે ઓળખવા માટે જે કર્યું તે એક મારી મોટી ભૂલ હતી.

    બ્રિટનમાં જન્મેલા 32 વર્ષીય ઓલી લંડન

    એક ટ્રાન્સરેશિયલ વ્યક્તિ પોતાને તેના લિંગથી નથી ઓળખતો. તે પોતાની જાતને અલગ લિંગનો માને છે. બ્રિટનમાં જન્મેલા 32 વર્ષીય ઓલી લંડન (Oli London) પણ આ જ વિચારના હતા. ઓલી સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર અને ટીવી પર્સનાલિટી છે. જોકે ઓલી બ્રિટિશ છે, પરંતુ તેઓ પોતાને કોરિયન બનાવવા માટે તલપાપડ હતા.

    કોરિયન બનવા માટે ઓલીએ 30 કોસ્મેટિક સર્જરી કરાવી અને પોતાની જાતને કોરિયન મહિલામાં પરિવર્તિત કરી. પોતાની ઓળખ 'ટ્રાન્સરેશિયલ' બનાવવાની સાથે ઓલી કોરિયન પોપ-સ્ટાર પાર્ક જી-મીન(Park Ji-min) જેવો દેખાવા માંગતા હતા. બસ આ જીદ હેઠળ તેણે એક બાદ એક સર્જરીઓ કરાવવાનું શરૂ કર્યું અને તેના પર 2 કરોડ 18 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો. મહાશયની આ કારીગરી અને બુદ્ધિમતા પર અનેક લોકો હસતા હતા, તો અનેક વિવાદો પણ ઉભા થયા હતા.

    આ પણ વાંચો: કોણ વધારે હોટ લાગે? આટલી વાતમાં છોકરીઓએ ક્લાસમાં કરી ધડાધડી,વાળ ખેંચીને મારમારીનો VIDEO વાયરલ

    હવે ઓલી ફરીથી બનવા માંગે છે....

    ડઝનબંધ સર્જરી કરાવ્યા બાદ ઓલીએ હવે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. તેણે કહ્યું કે હું 'ટ્રાન્સરેશિયલ’ નથી અને એક માણસ તરીકે જીવવાનું શરૂ કરી રહ્યો છું. 'ટ્રાન્સરેશિયલ' તરીકે ઓળખ ઉભી કરવીએ મારી મોટી ભૂલ હતી. હું માત્ર એક પુરૂષ બનવા માંગુ છું.

    આ પણ વાંચો: કાળા જાદુના ચક્કરમાં ખાતું ધોળું થઇ ગયું, પતિને વશ કરવાની લ્હાયમાં ગુમાવ્યા રૂ. 59 લાખ

    ઓલી પહેલીવાર ઓક્ટોબર 2018માં હેડલાઈન્સમાં આવ્યા હતા, જ્યારે એવું જાણવા મળ્યું હતું કે તેમણે કોરિયન દેખાવા માટે 15થી વધુ બેક-ટુ-બેક સર્જરી કરાવી હતી. 2021ના અંત સુધીમાં ઓલીની કુલ 30 સર્જરીઓ થઈ ચૂકી છે અને તેની પાછળ કરોડોનો ખર્ચો પણ થઈ ચૂક્યો છે. અંતે હવે તેઓ સમજણપૂર્વક જે છે તે બનવા માંગે છે અને ફરી પુરૂષ તરીકે પોતાનું સામાન્ય જીવન જીવવા આગળ વધી રહ્યાં છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Ajab Gajab, Sex change, Third gender, અજબ ગજબ સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन