Video: રોડની બાજુમાં બેઠેલા વૃદ્ધનો અવાજ સાંભળીને લોકો થયા દીવાના, તમે પણ સાંભળો...
Video: રોડની બાજુમાં બેઠેલા વૃદ્ધનો અવાજ સાંભળીને લોકો થયા દીવાના, તમે પણ સાંભળો...
વૃદ્ધોની પ્રતિભા જોઈ સોશિયલ મીડિયા પર ખળભળાટ
Viral Video of Singing Old Man: વૃદ્ધ શખ્સ (Old Man Singing Video) રોડના કિનારે બેસીને એવું મધુર ગીત ગાય છે કે ઈન્ટરનેટ પર લોકો તેમના અવાજ પર દીવાના થઈ રહ્યાં (Viral On Internet) છે. તમે પણ તેમના વખાણ કર્યા વિના રહી શકશો નહીં.
ઈન્ટરનેટ (Viral On Internet) દ્વારા આપણને વિશ્વના ખૂણે ખૂણે બેઠેલા પ્રતિભાશાળી લોકોની પ્રતિભાથી પરિચિત થવાની તક મળે છે. આ સમયે આવા જ એક પ્રતિભાશાળી વડીલનો એક વીડિયો વાયરલ (Viral Video of Singing Old Man) થઈ રહ્યો છે, જેમાં તે રસ્તાની બાજુમાં બેસીને ખૂબ જ મધુર ગીત (Old Man Singing Video) ગાતા જોવા મળે છે.
વૃદ્ધની પ્રતિભા જોઈને લોકો તેમના દિવાના થઈ રહ્યા છે. તેમની પ્રતિભા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉથલપાથલ મચાવી રહી છે. હાથમાં એક નાનકડું સંગીત વાદ્ય સાથે જુગલબંધી કરતાં વૃદ્ધનો અવાજ એટલો મધુર છે કે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. લોકો તેની પ્રતિભાથી એટલા પ્રભાવિત છે કે તેઓ પ્રશંસાના પુલ બાંધતા થાકતા નથી.
ગીત દ્વારા કર્યાં મંત્રમુગ્ધ
તમને ત્યારે જ નવાઈ લાગશે જ્યારે રસ્તાની બાજુમાં બેઠેલા વૃદ્ધ તેમનું ગીત શરૂ કરશે. તમે તમારા કાન પર વિશ્વાસ નહીં કરો. જેમ જેમ તેઓ તાલ વગાડે છે, તેમ તેમ તમને ભરોસો જ નહિ થાય. તમે ફક્ત તેમનું સંગીત સાંભળીને મંત્રમુગ્ધ થઈ જશો. તેમના હાથમાં એક નાનું વાદ્ય છે, જેને તે પોતાની તાન વડે જુગલબંધી વગાડી રહ્યા છે. વડીલનો અવાજ સાંભળીને તમારું ધ્યાન ન તો ગીતના શબ્દો તરફ જાય છે કે ન તો બીજી કોઈ વાત પર, તમે તેમના અવાજના વખાણમાં માત્ર વાહ બોલશો.
લોકોએ વખાણ કર્યા
વાયરલ થઈ રહેલા આ વીડિયોને comedynation.teb નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં પ્યોર ટેલેન્ટના કેપ્શન સાથે તેને શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો જોઈને ખૂબ પસંદ કરી રહ્યાં છે. દાદાનું ટેલેન્ટ જોઈને લોકો સ્તબ્ઘ થઈ ગયા છે અને વારંવાર તેઓને સાંભળી રહ્યાં છે.
આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે અને સેંકડો લોકોએ કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું- આવી પ્રતિભાને આગળ વધારવાની જરૂર છે. અન્ય એક યુઝરે લખ્યું- તેનો અવાજ ગૉડગિફ્ટેડ છે, પછી એક યુઝરે તેને રાનુ મંડલ સાથે સરખાવ્યા હતાં. મોટાભાગના લોકોએ તાળીઓના ઈમોટિકોન પર પ્રતિક્રિયા આપીને વૃદ્ધના વખાણ કર્યા છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર