જેને ભિખારી સમજીને શોરૂમની બહાર તગેડ્યો, તેણે 12 લાખની બાઇક ખરીદી આપ્યો મોટો આંચકો

હાર્લે-ડેવિડસન બાઇકના શોરૂમના કર્મચારીઓએ ‘ભિખારી’ને ઘેરી લીધો, બેગમાંથી 12 લાખ રોકડા કાઢીને તેણે બધાને ચોંકાવી દીધા

હાર્લે-ડેવિડસન બાઇકના શોરૂમના કર્મચારીઓએ ‘ભિખારી’ને ઘેરી લીધો, બેગમાંથી 12 લાખ રોકડા કાઢીને તેણે બધાને ચોંકાવી દીધા

 • Share this:
  પતાયાઃ કહેવાય છે કે કોઈના કપડા જોઈને તેના વિશે અનુમાન ન લગાવવું જોઈએ. આવું જ કંઈક થયું થાઇલેન્ડ (Thailand)ના એક વૃદ્ધની સાથે. આ વૃદ્ધ વ્યક્તિ એક બાઇક શોરૂમની બહાર ઊભા રહીને બાઇક જોઈ રહ્યા હતા. જ્યારે તેઓ શોરૂમની અંદર જવા લાગ્યા તો ગાર્ડે તેમને ભિખારી સમજીને ધક્કો મારીને બહાર તગેડી મૂક્યા. પરંતુ તે ભિખારી જેવા દેખાતા વ્યક્તિએ થોડાવાર બાદ શોરૂમથી 12 લાખ રૂપિયાની બાઇક (Bike) ખરીદી લીધી. મૂળે, થાઈલેન્ડના લુંગ ડેચા નામના આ વૃદ્ધની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તેમાં તેઓ કોઈ ભિખારી કે શ્રમિક જેવા લાગી રહ્યા છે પરંતુ મજાની વાત એ છે કે આ ભિખારી જેવા દેખાતી વ્યક્તિએ 12 લાખ રૂપિયાની કિંમતી હાર્લે ડેવિડસનની મોટરસાઇકલ ખરીદી, તે પણ રોકડા રૂપિયા આપીને.

  નોંધનીય છે કે, લુંગ કરીનો દેખાવ જોઈને કોઈને પણ એવું લાગે કે તે કોઈ ભિખારી છે. કર્મચારીઓને લાગ્યું કે તેઓ કોઈ ભિખારી છે, જેથી તેઓએ તેમને અવગણી દીધા. લગભગ 15-20 મિનિટ શોરૂમની બહારથી નિરીક્ષણ કર્યા બાદ લુંગ શોરૂમની અંદર પહોંચ્યા, લુંગે ત્યાંના કર્મચારીને કહ્યું કે તેમને મોટરસાઇકલ ખરીદવી છે. સેલ્સ પર્સન જાણતો હતો કે આ ભિખારી અહીંથી જવાનો નથી. તેથી તેણે આકરા શબ્દોમાં લુંગને બહાર જવા માટે કહ્યું.

  આ પણ વાંચો, 1 ડિસેમ્બરથી થવાના છે આ 5 મોટા ફેરફાર, ATMથી નાણા ઉપાડવા અને ટ્રાન્સફર કરવા થશે સરળ

  પરંતુ લુંગ પોતાની વાત પર અડગ રહ્યો અને તેમણે શોરૂમના મેનેજરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. લુંગના હાથમાં એક બેગ પણ હતી. જોતજોતામાં શોરૂમમાં હાજર તમામ લોકોએ લુંગને ઘેરી લીધા. બધા એવું સમજી રહ્યા હતા કે તેઓ કોઈ ભિખારી કે શ્રમિક છે. તેઓ વારંવાર બાઇક ખરીદવાની વાત કહી રહ્યા હતા, તેથી કેટલાક લોકો તેમની પર હસવા પણ લાગ્યા. સૌને હસતા જોઈને લુંગે બૂમ પાડીને કહ્યું કે મારે મેનેજરને મળવું છે.

  આ પણ વાંચો, Goldના ભાવમાં 8,000 રૂપિયા અને Silverમાં 19,000 રૂપિયાથી વધુનો ઘટાડો, જાણો કેવો રહેશે ટ્રેન્ડ


  ઘોંઘાટ સાંભળીને શોરૂમના માલિક બહાર આવી ગયા. ત્યારે કર્મચારીઓએ તેમને બધી વિગતો જણાવી. શોરૂમના માલિકે લુંગને સમજાવવાનો કર્યો. તો લુંગે તેમને બાઇક ખરીદવાની વાત કહી. શોરૂમના માલિકે તેમને હાર્લે-ડેવિડસન બતાવી અને જણાવ્યું કે આની કિંમત લગભગ 12 લાખ રૂપિયા છે. ત્યારબાદ લુંગે પોતાની બેગથી 12 લાખ રૂપિયા રોકડા કાઢીને સામે મૂકી દીધા. તેને જોતાં જ બધા આશ્ચર્યમા મૂકાઈ ગયા અને તેમને પોતાની ભૂલ સમજાઈ.
  Published by:Mrunal Bhojak
  First published: