હાલ કોરોના વાયરસ મહામારીના કારણે પૂરી દુનિયા મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે. કોરોના પ્રસારને રોકવા માટે દુનિયાભરમાં લોકડાઉન લાગવવામાં આવ્યું છે. અને અનેક લોકો બેરોજગાર થઇ ગયા છે. અનેક લોકોની નોકરીઓ જતી રહી છે. અને હાલ હાલત એટલી ખરાબ છે જે લોકોની નોકરી જતી રહી છે તેમને હજી સુધી કામ નથી મળ્યું. તેવામાં આ ખબર તમને હેરાન કરી દેશે કે માણસોને જ્યાં નોકરીના ફાંફા છે ત્યાં જ એક ક્યૂટ ડોગને એક સારી નોકરી મળી ગઇ છે. પણ તેનું કામ જાણીને ચોક્કસથી તમે પણ તેના માટે ખુશી જ અનુભવશો.
અમેરિકાના ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં એક ક્યૂટ ડોગને નોકરી પર રાખ્યો છે. આ ડોગી એટલે કે શ્વાન મેડિકલ સેન્ટરમાં કામ કરતા તમામ ઇમ્પલાઇઝ ચહેરા પર સ્માઇલ લાવે છે. અને આ માટે તેનો અંદાજ પણ બાકી કરતા અલગ છે. મેડિકલ સેન્ટરે આ ડોગને આજ કારણે નોકરી પર રાખ્યો છે. હાલ આ શ્વાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
મેડિકલ સેન્ટ્રલ સ્ટાફ અને અનેક કર્મચારી પણ આ શ્વાન સાથે નજરે પડી રહ્યા છે. ફોટોમાં ડોગીના ગળામાં નોકરીનું આઇકાર્ડ પણ છે. જેની પર ડોગનું નામ અને તેનું પદ પણ લખવામાં આવ્યું છે. અનેક લોકો આ શ્વાન સાથે તસવીરો શેર કરી રહ્યા છે. કોરોના મહામારીના કારણે હોસ્પિટલ સ્ટાફ પણ દર્દીઓને સારું અનુભવે તે માટે ખાસ કાળજી લઇ રહ્યા છે.
આ હોસ્પિટલના ડૉક્ટર શૈરી ડૂનાવે એક તસવીર શેર કરીને લખ્યું છે કે મારી હોસ્પિટલમાં એક ક્યૂટ એપ્લોયને નોકરી પર રાખવામાં આવ્યો છે. તેનું કામ છે બીજા કર્મચારીઓ હાય કરતા અહીં તહીં ફરતા રહેવું. આ પછી આ ટ્વીટને અનેક વાર રિટ્વીટ કરવામાં વ્યું છે. આ ટ્વિટને 20 નવેમ્બરના રોજ ટ્વિટ કરવામાં આવ્યું હતું અને હજી સુધી 63 હજાર 600થી વધુ લાઇક્સ તેને મળી ચૂક્યા છે.
વળી, આ ટ્વિટને અત્યાર સુધીમાં 10 હજાર 900 થી વધુ રિટ્વીટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, ત્રણસોથી વધુ વપરાશકર્તાઓએ પણ આ વીડિયો પર પોતાનો પ્રતિસાદ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે એક અન્ય શ્વાનને પણ આજ રીતે નોકરી પર રાખવામાં આવ્યો હતો. આ શ્વાનને દરેક વ્યક્તિ ટક્સન નામથી ઓળખે છે.
થોડા સમય પહેલા, આ કૂતરાની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી. રિપોર્ટ અનુસાર, 'આ ડોગી હંમેશાં કાર શોરૂમની બહાર ફરતો હતો. આવી સ્થિતિમાં શો-ઓનરે તેને દત્તક લીધો અને તેને 'સેલ્સમેન' બનાવ્યો. ડોગી હવે શોરૂમમાં રહે છે. જ્યાં તેનું પોતાનું આઈડી કાર્ડ પણ બનાવવામાં આવ્યું છે.