Home /News /eye-catcher /આટલો ગુસ્સો? ભોજનનો ટેસ્ટ બકવાસ લાગ્યો તો ફરિયાદ કરી, રેસ્ટોરન્ટ માલિકે ગ્રાહક પર ફેંકયુ ઊકળતુ તેલ
આટલો ગુસ્સો? ભોજનનો ટેસ્ટ બકવાસ લાગ્યો તો ફરિયાદ કરી, રેસ્ટોરન્ટ માલિકે ગ્રાહક પર ફેંકયુ ઊકળતુ તેલ
રેસ્ટોરન્ટ માલીકને ભોજનના સ્વાદની ફરિયાદ કરી તો...
ઓરિસ્સામાં ગ્રાહક અને હોટેલના માલિક વચ્ચે ભોજનના સ્વાદને લઈને ચડસાચડસી થઈ ગઈ હતી. વાત વધી જતા હોટેલના માલિકે ગુસ્સામાં આવીને વ્યક્તિ પર ઉકળતુ તેલ ફેંકી દીધું. જેના કારણે ગ્રાહક ગંભીર રીતે દાઝી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઓડિશાના જાજપુર જિલ્લામાંથી અમાનવીય ઘટના સામે આવી છે. હોટેલમાં જમવા ગયેલ વ્યક્તિને જમવાનું પસંદ ન આવતા તેણે હોટેલના માલિકને ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલો રવિવારનો છે. ભોજનના સ્વાદ અને તેની કિંમતને લઈને ગ્રાહક અને હોટેલના માલિક વચ્ચે ચડસાચડસી થઈ ગઈ હતી. આ વાત વધી જતા હોટેલના માલિક ગુસ્સામાં આવીને તે વ્યક્તિ પર ઉકળતુ તેલ ફેંકી દીધું. જેના કારણે ગ્રાહક ગંભીર રીતે દાઝી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપી હોટેલના માલિક સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી ફરાર થઈ ગયો છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર, ઓડિશાના કટક શહેરથી 45 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં બાલીચંદ્રપુર ગામની આ ઘટના છે. 48 વર્ષીય પ્રસન્નજીત પરિદા ગયા શનિવારે હોટેલમાં જમવા ગયા હતા. પ્રસન્નજીતને ભોજનનો સ્વાદ સારો લાગ્યો ન હતો. આ કારણોસર તેણે હોટેલના માલિક પ્રવાકર સાહૂને ફરિયાદ કરી હતી. ભોજનની ફરિયાદ સાંભળીને હોટેલના માલિક અને ગ્રાહક વચ્ચે વિવાદ થઈ ગયો હતો. વાત વાતમાં બંને વચ્ચે મારામારી થવા લાગી હતી.
ગુસ્સામાં ઉકળતું તેલ ફેંક્યું
ઝઘડા દરમિયાન પ્રવાકર સાહૂએ ગ્રાહક પ્રસન્નજીત પર ઉકળતું તેલ ફેંકી દીધું હતું. ગરમ તેલના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો છે. આસપાસના લોકો પ્રસન્નજીતને લઈને SCB મેડિકલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રસન્નજીતનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. ચહેરો, ગરદન, છાતી, પેટ અને હાથ ગંભીર રીતે દાઝી ગયા છે.
બાલીચંદ્રપુર પોલીસ સ્ટેશનના નિરીક્ષક રમાકાંત મુદુલીએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આરોપી હોટેલના માલિક સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તે ફરાર છે. આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે, ટૂંક સમયમાં હોટેલના માલિકની ધરપકડ કરી લેવામાં આવશે.
વર્ષ 2017માં મહારાષ્ટ્ર (Maharashtra) ના ઉલ્હાસનગરમાંથી આ પ્રકારનો કેસ સામે આવ્યો હતો. રેસ્ટોરન્ટના માલિકે ગુસ્સામાં આવીને ગ્રાહક પર ઉકળતું તેલ નાખીને તેને મારવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટનામાં ગ્રાહક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભોજન કર્યા બાદ બિલની બાબત અંહે વિકીના કાઉન્ટર પર બેઠેલ સૂરજ વિનોદ રાય સાથે વિવાદ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર