Home /News /eye-catcher /

Pet dog Viral video: પાળતુ કૂતરાની એવી અંતિમયાત્રા નીકળી કે તમારી આંખો પણ ભીની થઇ જશે, જુઓ વીડિયો

Pet dog Viral video: પાળતુ કૂતરાની એવી અંતિમયાત્રા નીકળી કે તમારી આંખો પણ ભીની થઇ જશે, જુઓ વીડિયો

માણસની જેમ કૂતરાના અંતિમ સંસ્કાર કરવામાં આવતા લોકો વચ્ચે આ ચર્ચાનો વિષય બની ગયો છે.

Viral video : વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં કૂતરાના અંતિમ સંસ્કારમાં લોકો શામેલ થયા છે. માલિકના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાય છે. આ દરમિયાન રસ્તા પર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. અંતિમયાત્રા નીકળી હતી, તે સમયે હળવો વરસાદ પડી રહ્યો હતો.

વધુ જુઓ ...
તમે માણસ અને કૂતરાની (pet Dog) વચ્ચેના સ્નેહના અનેક ઉદાહરણ વિશે સાંભળ્યું હશે અને એવા ઉદાહરણ જોયા હશે. કૂતરા એટલા બુદ્ધિશાળી છે કે, જો તેને પ્રેમ કરવામાં આવે તો તેઓ માણસના શ્રેષ્ઠ મિત્રો બની જાય છે. કુતરા અને માણસોએ પણ સમયાંતરે આ વાત સાબિત કરી છે. માલિક અને કૂતરાની જુગલબંધી પર અનેક ફિલ્મો પણ બનાવવામાં આવી છે. તેરી મહેરબાનિયા નામની ફિલ્મમાં કૂતરા અને માણસના વચ્ચેના પ્રેમને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યો છે. આવો જ એક પ્રકારનો મામલો ઓડિશામાંથી સામે આવ્યો છે. એક પરિવારે પાળતુ કૂતરાનું મોત થતા બેન્ડ બાજા સાથે ધૂમધામથી તેની અંતિમ યાત્રા કાઢી હતી. કૂતરાનો માલિક કૂતરાના મૃતદેહને હાથમાં લઈને નીકળતા જોનાર લોકોને પણ રડવું આવી ગયું હતું. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર ઓડિશાના પરલાખેમુંડીમાં માણસની સૌથી નજીક ગણાતા અને માલિક પ્રત્યે વફાદારી નિભાવનાર કૂતરાને ઢોલ-નગારા અને ઓર્કેસ્ટ્રા સાથે વાજતે ગાજતે અંતિમ વિદાય આપવામાં આવી. પરલાખેમુંડીમાં રહેનાર ટુન્નૂ ગૌડાને પાળતુ કૂતરી અંજલિ સાથે ખૂબ જ લગાવ હતો.

ભૂતિયા મકબરો- જ્યાં આપમેળે મૃતકોની શબપેટીઓ નાચતી-ડોલતી રહે છે!

17 વર્ષ સુધી સાથે રહ્યા બાદ અંજલિનું મૃત્યુ થઈ ગયું. ત્યાર બાદ પરિવારે ભીની આંખે તેને શ્રદ્ધાંજલી આપી અને પારંપરિક રીત રિવાજથી તેના અંતિમ સંસ્કાર પણ કર્યા. પરલાખેમુંડીના રસ્તાઓ પર ટુન્નૂ ગૌડા પોતાના હાથમાં અંજલિના મૃતદેહને લઈને નીકળ્યા તો અન્ય લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.



માણસની જેમ કૂતરાના અંતિમ સંસ્કાર કરવામાં આવતા લોકો વચ્ચે આ ચર્ચાનો વિષય બની ગયો છે. અંજલિની વફાદારીના કારણે તે પરિવારમાં તમામ લોકોની લાડલી બની ગઈ હતી. પાડોશી પણ અંજલિ પર ખૂબ જ હેત વરસાવતા હતા. આ વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં કૂતરાના અંતિમ સંસ્કારમાં લોકો શામેલ થયા છે. માલિકના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાય છે. આ દરમિયાન રસ્તા પર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. અંતિમયાત્રા નીકળી હતી, તે સમયે હળવો વરસાદ પડી રહ્યો હતો. લોકો જણાવે છે કે, જે પ્રકારે પ્રાણીઓ માણસ પ્રત્યે વફાદાર હોય છે, તે પ્રકારે આપણે પણ તેમના પ્રત્યે સંવેદનશીલ હોવું જોઈએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Viral videos, દેશ વિદેશ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन