Home /News /eye-catcher /શરમ કરો શરમ! નેઈલ કટરથી કિંગ કોબ્રાના દાંત કાઢવા માંડ્યો, VIDEO વાયરલ થતાં ધરપકડ

શરમ કરો શરમ! નેઈલ કટરથી કિંગ કોબ્રાના દાંત કાઢવા માંડ્યો, VIDEO વાયરલ થતાં ધરપકડ

નેઇલ કટરથી કાપ્યા કોબ્રાના દાંત

Cobra’s Fangs Removed with Nail Cutter: બિલીસરડામાં એક વ્યક્તિએ દુનિયાના સૌથી લાંબા ઝેરી સાપ કોબ્રાના ફેંગ્સને બહાર ફેંકી દીધા હોવાની માહિતી મળી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Odisha (Orissa), India
    બલાંગીર: સોશ્યલ મીડિયા (Social Media Viral Videos)માં અનેક વખત માણસની અન્ય જીવો પ્રત્યેની કૃરતાના વિડીયો વાયરલ થતા રહે છે. અમુક વખત આ કૃત્યો એટલા નિર્દયતા ભર્યા હોય છે કે જોનારા લોકોને પણ માણસાઇ પર શરમ આવે છે. આવો જ એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા (Latest Viral Video on Social Media)માં આગની જેમ ફેલાઇ રહ્યો છે અને લોકો આવું અમાનવીય કૃત્ય કરનાર શખ્સ સામે ભારોભાર રોષ ઠાલવી રહ્યા છે. હકીકતમાં ઓડિશાના એક વ્યક્તિની નેઇલ કટરની મદદથી કિંગ કોબ્રાના ફેંગ્સ કાઢવા (Odisha Man Removes Cobra’s Fangs with Nail Cutter) બદલ ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. એટલું જ આ કૃત્યને રેકોર્ડ કરીને ઓનલાઇન પોસ્ટ કરવામાં આવ્યું હતું, જે પછી તરત જ તે વાયરલ થઇ ગયું હતું.

    શું છે સમગ્ર મામલો

    વન વિભાગના જણાવ્યા અનુસાર આ ઘટના બલાંગીર જિલ્લાના બિલીસરડા ગામની છે, જ્યાં એક વ્યક્તિએ દુનિયાના સૌથી લાંબા ઝેરી સાપ કોબ્રાના ફેંગ્સને બહાર ફેંકી દીધા હોવાની માહિતી મળી હતી.

    વિડીયોમાં એક વ્યક્તિ જબરદસ્તી કોબ્રાનું મોઢું ખોલતો જોવા મળે છે અને નેઇલ કટરનો ઉપયોગ કરીને તેના ફેંગ્સ, લાંબા અને તીક્ષ્ણ આગળના દાંત જ્યાંથી સાપ ઝેર છોડે છે અથવા ઇન્જેક્ટ કરે છે તેને કાઢી નાંખે છે. સાપ તરફડિયા મારતો અને પોતાને ક્રૂર માણસના હાથમાંથી છોડાવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, પરંતુ સાપ છૂટી શકતો નથી. ગામવાસીઓ પણ આ કૃત્ય મૌન પ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા અને કેટલાકે વિડીયો પણ રેકોર્ડ કર્યા હતો.

    આ પણ વાંચો: ઓહો માયકલ હોં ભાઈ! ડાન્સ કરતાં કરતાં આ શું કરવા લાગ્યો? VIDEO જોઈને સમજી જશો મામલો

    સોશ્યલ મીડિયામાં વાયરલ થયો વિડીયો

    કોબ્રા સાથે આ અમાનવીય વર્તણૂંકનો વિડીયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ શખ્સ ભારે ફિટકાર વરસાવીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો સામે આવતાં જ વનવિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે.

    એક શખ્સની કરાઈ ધરપકડ

    વન વિભાગે જણાવ્યું હતું કે, કોબ્રાને બિલિસરડાથી બચાવી લેવામાં આવ્યો છે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, આ વ્યક્તિની સાપના દાંત કાઢવાના આરોપસર ધરપકડ પણ કરવામાં આવી છે. આરોપીની ઓળખ વીરા બિસ્વાલ તરીકે થઈ હતી. જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, બિસ્વાલે કોબ્રાને પકડ્યો હતો અને બાદમાં નેઇલ કટરથી સરિસૃપના ફેંગ્સને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन
    विज्ञापन