ઓડિશામાં સામે આવી અજીબોગરીબ ઘટના, એક વ્યક્તિએ સાપને બચકું ભરતા સાપનું મોત!

પ્રતિકાત્મક તસવીર (Credits: Getty Images via Canva.)

Odisha man bites snake- સાપે યુવકના પગમાં ડંખ માર્યો, યુવકે તેનો બદલો લેવા માટે સાપને પકડીને બચકું ભર્યું

  • Share this:
ઓડિશામાં (Odisha)એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઓડિશાના જાજપુર જિલ્લાના એક ગામમાં 45 વર્ષીય આદિવાસી વ્યક્તિએ સાપને બચકું ભરતા સાપ મરી (Odisha man bites snake) ગયો હતો. સાલિજંગા પંચાયતના ગાંભરિપાટીયા ગામનો કિશોર બદ્રા નામનો વ્યક્તિ ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે સાપે તેના પગમાં ડંખ માર્યો હતો. તેનો બદલો લેવા માટે કિશોર બદ્રાએ સાપને પકડીને સાપને બચકું ભર્યું હતું.

આ સમગ્ર ઘટના બાદ કિશોર બદ્રા મરેલા સાપ સાથે ગામમાં આવ્યો હતો અને તેની પત્નીને તમામ વાત કરી હતી. તેણે જણાવ્યું કે, કાલે રાત્રે જ્યારે હું ઘરે આવી રહ્યો હતો, ત્યારે મારા પગમાં કંઈક વાગ્યું હોય તેવું લાગ્યું. મેં ટોર્ચ ચાલુ કરી અને મેં જોયું કે મને ઝેરીલા સાપે ડંખ માર્યો છે. હું તે સાપ સાથે બદલો લેવા માટે સાપને હાથમાં લઈને વારંવાર બટકું ભરતો રહ્યો અને સાપને ત્યાં જ મારી નાંખ્યો.

આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને તે ચર્ચાનો વિષય બની ગઈ. બદ્રાએ તેના મિત્રોને સાપ બતાવ્યો. કેટલાક લોકોએ બદ્રાને હોસ્પિટલ જવાની સલાહ આપી, પરંતુ તેણે હોસ્પિટલ જવાની ના પાડી દીધી હતી. તે જ રાતે આ અંગે સલાહ લેવા માટે બદ્રાને વૈદ્ય પાસે લઈ જવામાં આવ્યો હતો. સદભાગ્યે બદ્રાને સાપના ડંખની કોઈ અસર થઈ ન હતી.

આ પણ વાંચો - રૂમમાં ઊંઘી રહેલી માતા અને તેના બે બાળકોને સાપ કરડ્યો, માતાનું મોત, બાળકો હોસ્પિટલમાં

બદ્રાએ આ અંગે જણાવ્યું કે, “ભલે મેં ઝેરીલા સાપને બચકું ભર્યું, પરંતુ મને કંઈ નથી થયું. હું ગામમાં રહેતા એક વૈદ્ય પાસે ગયો અને હું સાજો થઈ ગયો.”

ભારતમાં સાપને બચકું ભરવાની આ પહેલી કે બીજી ઘટના નથી. જુલાઈ 2019માં ગુજરાતના મહિસાગર જિલ્લામાં સાપે 60 વર્ષના વ્યક્તિને ડંખ મારતા તેનું મોત થઈ ગયું. જોકે, વ્યક્તિએ મરતા પહેલાં તે સાપને બચકું ભરતાં સાપનું પણ મોત થયું હતું. આ ઘટના સંતરામપુરના અજનવા ગામમાં થઈ હતી. આ ગામ ગુજરાતના વડોદરાથી 120 કિમી દૂર છે.

ગ્રામ પ્રધાને જણાવ્યું કે, પર્વત ગાલા બરયા એક એવી જગ્યા પર ઊભો હતો, જ્યાં એક ટ્રકમાં મકાઈ ભરવામાં આવી રહી હતી. તે સમયે એક સાપ આવ્યો તો અન્ય લોકો ત્યાંથી ભાગી ગયા, પરંતુ તે દાવો કરી રહ્યો હતો કે તેણે પહેલા પણ સાપ પકડ્યા છે. તેણે જણાવ્યું કે, તેણે સાપને પકડી લીધો અને સાપે તેને હાથે અને ચહેરા પર ડંખ માર્યો. પર્વતે પણ સાપને બચકું ભર્યું અને સાપને મારી નાંખ્યો.

એક અન્ય ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી હતી. એક વ્યક્તિએ સાપને બચકું ભર્યા બાદ તેણે તેના દાંતથી સાપના ટુકડા કરી દીધા હતા. ઈટાહના નિવાસી રાજકુમારે નશાની હાલતમાં સાપને બટકું ભરતા તેને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. રાજકુમારના પિતા બાબુ રામે જણાવ્યું હતું કે, મારો પુત્ર નશામાં હતો. એક સાપ ઘરમાં આવી ગયો અને તેણે રાજકુમારને ડંખ માર્યો, ત્યારબાદ તેણે દાંતથી સાપના ટુકડા કરી દીધા હતા.
First published: