VIDEO: ઓડિશામાં ઉડતો સાપ મળી આવ્યો, એક વ્યક્તિની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

આ સાપ મોટેભાગે ઓડિશાનાં શિમિલીપાલ તથા કુલડિહા અભ્યારણમાં જોવા મળે છે.

  • Share this:
    ભુવનેશ્વર: મંગળવારે ઓડિશાનાં ભુવનેશ્વર નજીક ઝાંસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે ઉડતો સાપ હોવાનું સામે આવ્યું છે. ભુવનેશ્વર રેલવે સ્ટેશનની પાસે એક વ્યક્તિની પાસે બે ફૂટ લાંબો ઉડતો સાપ હોવની પોલીસને માહિતી મળી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે સાપને વન વિભાગનાં હવાલે કરી દીધો છે. પોલીસે તે સમયે વ્યક્તિની અટકાયત કરીને તેની પૂછપરછ કરી જ્યારે તે વ્યક્તિ સાપને લઇને ટ્રેનમાં ભૂવનેશ્વરથી પશ્ચિમ બંગાળનાં આસનસોલ જઇ રહ્યો હતો.

    વૈજ્ઞાનિકોનાં મત અનુસાર, ઉડતા સાપને ક્રિસોપોલિયા ઓરનાટા તરીકે ઓળખવામાં આવે છે. ઉડતો સાપ દુર્લભ પ્રજાતિનો સાપ હોય છે. તે સહજતાથી ઉડી શકતો નથી. પણ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર તે ઉડીને જાય છે. આ સાપ મોટેભાગે ઓડિશાનાં શિમિલીપાલ તથા કુલડિહા અભ્યારણમાં જોવા મળે છે.
    Published by:Margi Pandya
    First published: