ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની આવી થઈ હતી હાલત! જોઈને રડી રહી છે દેશની જનતા

કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કિમનું વજન અચાનક ઘણું ઉતરી ગયું છે. (તસવીર- AP)

કિમ જોંગ ઉનનું વજન અચાનક ઘટી જવાનું કારણ શું? નોર્થ કોરિયાની જનતા કેમ કરી રહી છે ચિંતા?

 • Share this:
  સિઓલ. ઉત્તર કોરિયા (North Korea)ના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) પોતાના નિર્ણયો અને શરીરના વજનને લઈ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. હવે કિમ જોંગ પોતાના ઘટતા વજનને કારણે ચર્ચામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં કિમનું વજન અચાનકથી ઘણું ઘટી ગયું છે. તેઓ દુબળા થઈ ગયા છે. કિમ જોંગની તબિયતને લઈ ઉત્તર કોરિયાના લોકો પરેશાન થઈ ગયા છે. તમામ લોકો કિમ જોંગની જરૂર કરતાં વધારે ચિંતા કરી રહ્યા છે.

  ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ, એક સ્થાનિક યુવકે જણાવ્યું કે કિમ જોંગ ઘણી દુબળા અને અશક્ત દેખાઈ રહ્યા હતા. તેમની આ હાલત જોઈને તમામ લોકોના દિલ તૂટી ગયા. અમારી આંખોમાં પાણી આવી ગયા. જોંગ ઉનના વજનને લઈ સૌથી પહેલી ચર્ચા જૂન મહિનાના પહેલા સપ્તાહમાં જ શરુ થઈ ગઈ હતી અને તેઓ લાંબા સમય બાદ સામે આવ્યા હતા. તે સમયે જ એનકે ન્યૂઝના એક્સપર્ટે કહ્યું હતું કે કિમનું વજન ઘણું ઘટી ગયું છે. ત્યારથી તાનાશાહની તબિયતને લઈ અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે.

  કાંડું પહેલાથી પતળું થયું

  કિમ જોંગ ઉનની નવેમ્બર-ડિસેમ્બર 2020ની તસવીરોની જ્યારે એપ્રિલ અને જૂન 2021ની તસવીરો સાથે તુલના કરવામાં આવી તો જાણવા મળ્યું કે તાનાશાહ પહેલા કરતા પતળા થઈ ગયા છે. કિમની તસવીરોનું ઝીણવટપૂર્વક વિશ્લેષ કરનારા લોકોએ જણાવ્યું કે તેમની સ્વિસ વોચના સ્ટ્રેપની લંબાઈ બકલ સુધી પહોંચી ગઈ છે. તેનાથી જાણી શકાય છે કે કિમનું કાંડુ પહેલાથી પતળું થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે જો કિમે જાતે વજન ઘટાડ્યું છે તો આ સારી બાબત છે, પરંતુ કોઈ બીમારીના કારણે વજન ઘટ્યું છે તો તે ચિંતાનું કારણ છે.

  આ પણ વાંચો, આપની પાસે છે આ ખાસ નંબરની કોઈ પણ નોટ તો ઘરે બેઠા થશે સારી કમાણી, જાણો શું છે પ્રોસેસ

  કિમને હૃદયને લગતી બીમારી હોવાનો દાવો!

  આ પહેલા, વિશેષજ્ઞોએ જણાવ્યું કે, કિમ જોંગ ઉનને હૃદયને લગતી કોઈ બીમારી છે. આવું એટલા માટે લાગે છે કારણ કે કિમ જોંગ ઉનના પરિવારને હૃદય સંબંધી બીમારીઓનો લાંબો ઈતિહાસ રહ્યો છે. નવેમ્બર 2020માં દક્ષિણ કોરિયન સાંસદોએ જાણકારી આપી હતી કે ઉત્તર કોરિયાના તાનાશાહનું વજન લગભગ 140 કિલોગ્રામ છે. આ દરમિયાન કિમ જોંગ ઉન 20 દિવસો માટે ગુમ થઈ ગયા હતા. નોંધનીય છે કે, જ્યારે પણ કિમ જોંગ ઉન લોકોની વચ્ચેથી ગુમ થાય છે તો તેમના નિધનના ખોટા સમાચાર ઝડપથી ફેલાવા લાગે છે.

  આ પણ વાંચો, IGNOU Course: ઇગ્નૂએ શરૂ કર્યો જ્યોતિષમાં બે વર્ષનો પીજી કોર્સ, જાણો ફી અને કોર્સ સ્ટ્રક્ચર વિશે  બહેનને આપી રહ્યા છે ડેપ્યુટીનો રોલ

  કિમે પોતાની બહેન કિમ યો જોંગ (Kim Yo-jong)ને ડેપ્યુટીનો રોલ આપ્યો છે. તેને લઈને પણ તમામ પ્રકારની અટકળો વહેતી થઈ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે કિમ યો જોંગને આગામી શાસક તરીકે તૈયાર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે કિમ જોંગ ઉનના ત્રણ સંતાનો છે, પરંતુ જો કિમનું નિધન થાય છે તો તે પૈકી એક પણ દેશને સંભાળવાની સ્થિતિમાં નથી.
  Published by:Mrunal Bhojak
  First published: