Home /News /eye-catcher /...જ્યારે ઉત્તર કોરિયામાં ભૂખમરાના કારણે લોકો ખાવા લાગ્યા માણસોનું માંસ! રૂંવાડા ઊભી કરતી હતી સ્થિતિ

...જ્યારે ઉત્તર કોરિયામાં ભૂખમરાના કારણે લોકો ખાવા લાગ્યા માણસોનું માંસ! રૂંવાડા ઊભી કરતી હતી સ્થિતિ

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને દેશમાં ઘટી રહેલી ખાદ્યસામગ્રીને લઇ ચેતવણી આપી છે. (પ્રતીકાત્મક તસવીર- Pixabay)

North Korea: 90ના દશકમાં વાવાઝોડાના કારણે પાક નિષ્ફળ જતાં ભીષણ ભૂખમરો ફેલાયો જેમાં 30 લાખ લોકોનાં મોત થયા હતા

    ઉત્તર કોરિયા (North Korea) ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયું છે. તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un)એ દેશમાં ખાદ્ય સામાગ્રીમાં ઘટાડાને લઈને ચેતવણી આપી છે. ઉત્તર કોરિયામાં ખાણીપીણીના ભાવમાં સતત વધારો થવાની વાત સામે આવી રહી છે. અગાઉ પણ ઉત્તર કોરિયામાં ભૂખમરા (Starvation)ની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે ભૂખમરાની સ્થિતિ સર્જાતા લોકો માણસનું માંસ ખાતા હતા તેવા સમાચાર સામે આવ્યા હતા.

    ઉત્તર કોરિયાની પરિસ્થિતિ

    ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને દેશમાં ખાદ્ય સંકટની વાત કરી છે. આ પરિસ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનું માનવું છે કે ઉત્તર કોરિયામાં માત્ર બે મહિના ચાલી શકે તેટલું અનાજ છે. આ કારણોસર સામાન્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. સરકારે આશ્વાસન આપ્યું છે કે તેઓ ભૂખમરાની સ્થિતિ ના સર્જાય તેની કોશિશ કરી રહી છે.

    આ પરિસ્થિતિ સર્જાવા પાછળનું કારણ

    કોરોનાને કારણે દુનિયાના અનેક દેશોની અર્થવ્યવસ્થા પર અસર થઈ છે, ઉત્તર કોરિયા પર સૌથી વધુ અસર થઈ છે તેવું કહી શકાય. ઉત્તર કોરિયા અન્ય દેશો સાથે વ્યાપારિક સંબંધ રાખતો નથી, તે મોટા ભાગે ચીન પર આધાર રાખે છે. કોરોનાને કારણે કિમ જોંગે ચીન સાથે પણ વ્યાપારિક વ્યવહાર બંધ કરી દીધો. આ કારણોસર બિઝનેસ એકદમ ઠપ્પ થઈ ગયો છે.

    તાનાશાહ કિમ જોંગ ઉન (Photo- news18 English via AP)


    80ના દાયકા બાદ સૌથી વધુ વરસાદ

    કિમ જોંગે આ સંકટની વાત કરતા અગાઉના ખરાબ વાતાવરણની વાત પણ જણાવી હતી. એક બાદ એક અનેક ભયંકર તોફાન આવ્યા હતા, જેના કારણે પાકને ખૂબ જ નુકસાન થયું હતું. આ વાતની જાણકારણી ખેતીની જાણકારી આપનાર પેરિસમાં આવેલ સંસ્થા જિયોગ્લૈમએ આપી હતી. સંસ્થાએ આપેલ જાણકારી અનુસાર ઉત્તર કોરિયામાં વર્ષ 1981 બાદ વર્ષ 2020માં સૌથી વધુ વરસાદ અને ભયંકર તોફાન આવ્યા હતા. આ કુદરતી આપત્તિઓ ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન આવી હતી. ઉત્તર કોરિયામાં પાક તૈયાર થઈ ગયા હતા, પરંતુ આ કુદરતી આપત્તિઓને કારણે પાકને ખૂબ જ નુકસાન થયું હતું.

    આ પણ વાંચો, માતાની હત્યા કરી તેની લાશના 1000 ટુકડા કરી ખાઈ ગયો, હવે મળી 15 વર્ષની સજા

    તોફાનના કારણે ભયંકર આફત આવી હતી

    જિયોગ્લૈમના રિપોર્ટ અનુસાર ઓગસ્ટમાં આવેલ ચક્રવાતી તોફાન હાગૂપિટના કારણે ખૂબ જ નુકસાન થયું હતું. આ તોફાનને કારણે 40 હેક્ટર જમીન પરનો પાક ખરાબ થઈ ગયો હતો. આ કુદરતી આફત અને કોરોનાને કારણે ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટ ઊભું થયું છે.

    90 દાયકામાં ભૂખમરાની સમસ્યા સર્જાઈ હતી

    ભૂખમરાના ઈતિહાસમાં આ બાબતને સૌથી પહેલા ગણવામાં આવે છે. વર્ષ 1948માં ઉત્તર કોરિયા અલગ દેશ બન્યો હતો. તે દેશનુ વાતાવરણ અનાજને ઉત્પાદિત કરવા માટે યોગ્ય નહોતું. તે સમયે રશિયાએ ઉત્તર કોરિયાની મદદ કરી હતી અને આ મુશ્કેલીનો યોગ્ય અંદાજો મેળવી શકાયો નથી.

    આત્મનિર્ભરતાનો મંત્ર

    80ના દાયકામાં સોવિયેત સંઘ નબળુ પડવા લાગ્યુ અને તે સંપૂર્ણપણે ખતમ થઈ ગયું. આ પરિસ્થિતિમાં ઉત્તર કોરિયાને મળતુ અનાજ અને તેલ બંધ થઈ ગયું. તે સમયના નેતા કિમે એક નવો ટર્મ આપ્યો ‘Juche’ એટલે કે આત્મનિર્ભરતા. દેશ રાજનીતિ, કૃષિ, ઉદ્યોગ, દવા આ પ્રકારે દેશ દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બને.

    તે સમયથી આજ સુધી ઉત્તર કોરિયા દાવો કરે છે કે તે તમામ કામ જાતે જ કરે છે. ક્યારેક ક્યારેક કહેવામાં આવે છે કે હૈમબર્ગર ખાવાના શોખીનોએ સ્થાનિક હૈમબર્ગર પણ બનાવી લીધું, જેને ઉત્તર કોરિયામાં બ્રેડ વીથ મીટ કહે છે.

    તે સમયની પરિસ્થિતિ

    આ આફતને કારણે આત્મનિર્ભરતાનું સત્ય બહાર આવ્યું છે. અન નિનો ચક્રવાતને કારણે ઉત્તર કોરિયામાં ભયંકર પૂર આવ્યું હતું. જેના કારણે સંપૂર્ણ પાક નષ્ટ પામ્યો હતો અને અનાજ ખતમ થઈ ગયું. આ પહેલા સરકાર બે સમય ખાવાની અપીલ કરતી હતી, ત્યારબાદ સરકારી ટેલીવિઝન પર એક સમય ખાવાની અપીલ કરવામાં આવી. હિસ્ટ્રી.કોમમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકો જંગલી ફળ ફૂલ ખાવા લાગ્યા અને ઝેરીલી વસ્તુ ખાવાને કારણે લોકોના મોત થવા લાગ્યા.

    આ પણ વાંચો, OMG! દેશી જુગાડથી 150 રૂપિયામાં એક જ દિવસમાં બનાવ્યું Wi-Fi-Bluetooth ડિવાઇસ

    ભૂખમરાની પરિસ્થિતિમાં ભયંકર બાબતો સામે આવતી હતી

    'ધ સન્ડે ટાઈમ્સ'ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાના લોકો માણસનું માંસ ખાવા લાગ્યા છે. લાઈવ સાયન્સ વેબસાઈટમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂખમરાના કારણે લોકો માનસિક સંતુલન ગુમાવતા લોકો તેમના પરિવારના લોકોને મારીને અને પકવીને ખાવા લાગ્યા. અનેક જગ્યાઓ પર તાજી કબર ખોદીને તેમની લાશો કાઢીને ખાતા હોય તેવા રિપોર્ટ પણ સામે આવ્યા છે. જાપાની ન્યૂઝ સાઈટ એશિયા પ્રેસ (Asia Press)એ આ વાતની સૌથી પહેલા જાણકારી આપી હતી. તે બાદ સમગ્ર વિશ્વમાં આ વાતને લઈને લોકોમાં અચરજ જોવા મળ્યું હતું. તે સમયે અનેક દેશોએ આગળ આવીને ઉત્તર કોરિયાની તત્કાલીન સરકારને મદદની રજૂઆત કરી હતી અને ઉત્તર કોરિયાએ આ રજૂઆત સ્વીકારી હતી.

    મોટાભાગના લોકો કુપોષણનો શિકાર

    આટલી આફત આવ્યા છતા ઉત્તર કોરિયા પરનું સંકટ ઓછું થયું નહોતું. સતત વરસાદ અને તોફાનને કારણે પાક નષ્ટ થઈ ગયો હતો. આ કારણોસર ઉત્તર કોરિયામાં મોટાભાગના લોકો કુપોષણનો શિકાર છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર ઉત્તર કોરિયામાં દર 5માંથી 2 યુવા કુપોષણને કારણે અનેક બીમારીનો સામનો કરી રહ્યા છે.
    First published:

    Tags: Cannibalism, Drought, Food Crisis, Kim Jong UN, North korea, Starvation