Home /News /eye-catcher /Weird rules: ઉત્તર કોરિયામાં લોકોના હસવા અને ખુશ થવા પર લાગ્યો પ્રતિબંધ, નિયમ તોડ્યો તો મળશે સજા-એ-મોત
Weird rules: ઉત્તર કોરિયામાં લોકોના હસવા અને ખુશ થવા પર લાગ્યો પ્રતિબંધ, નિયમ તોડ્યો તો મળશે સજા-એ-મોત
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un)એ લોકોના હસવા ઉપર બેન લગાવી દીધો છે. (AP)
Happiness Ban in North Korea: ઉત્તર કોરિયા પોતાના પૂર્વ નેતા કિમ જોંગ ઇલની (Kim Jong ||) 10મી પુણ્યતિથી મનાવી રહ્યું છે. કિમ જોંગ ઇલે ઉત્તર કોરિયા ઉપર 1994થી 2011 સુધી શાસન કર્યું. 2012ની સાલમાં તેમનું મૃત્યુ થયું હતું.
પ્યોંગયાંગ. ઉત્તર કોરિયા (North Korea) પોતાના વિચિત્ર કાયદા અને નિર્ણયો માટે દુનિયાભરમાં જાણીતું છે. હવે અહીંના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un)એ લોકોના હસવા ઉપર બેન લગાવી દીધો છે. વાત એમ છે કે, ઉત્તર કોરિયા પોતાના પૂર્વ નેતા કિમ જોંગ ઇલની (former Supreme Leader Kim Jong ||) 10મી પુણ્યતિથી મનાવી રહ્યું છે. માટે આવનારા 11 દિવસો સુધી ઉત્તર કોરિયાના નાગરિકોને શોક પાડવાનો રહેશે. આ દરમિયાન તેઓ ન ખુશ રહી શકે છે અને ન તો હસી શકે છે. જો કોઈ મધ્યપાન કરતો દેખાઈ જશે, તેને સુધી મૃત્યુની સજા સંભળાવવામાં આવશે.
ડેલીમેલના સમાચાર મુજબ, કિમ જોંગ ઇલે ઉત્તર કોરિયા ઉપર 1994થી 2011 સુધી શાસન કર્યું. કોરિયાના ક્રૂર તાનાશાહ કિમ જોંગ ઇલનું મૃત્યુ 17 ડિસેમ્બર 2011ના રોજ 69 વર્ષની ઉંમરે હાર્ટ અટેકના કારણે થયુ. ઇલ બાદ તેના ત્રીજા અને સૌથી નાના પુત્ર કિમ જોંગ ઉને દેશની કમાન સંભાળી. હવે તેના મૃત્યુના 10 વર્ષ પૂરા થતા હોઈ ઉત્તર કોરિયાના લોકોને 11 દિવસો સુધી ‘સખત’ શોક પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
17 ડિસેમ્બરે કોઈ નવો સામાન નહીં ખરીદી શકે
કિમ જોંગ ઇલનું મૃત્યુ 17 ડિસેમ્બરે થયું હતું. માટે લોકો કડક આદેશ છે કે, આ દિવસે કોઈ પણ માર્કેટમાંથી નવો સામાન નહીં ખરીદી શકે. કોઈ સારું જમવાનું પણ નહીં બનાવી શકે. જે લોકો આ દિવસે મદ્યપાન કરતા કે આનંદ કરતા જોવા મળશે તેમની ધરપકડ કરવામાં આવશે અને વૈચારિક અપરાધી તરીકે સજા આપવામાં આવશે.
રિપોર્ટ મુજબ, જો 11 દિવસોના શોક દરમિયાન કોઈ પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે, તો પણ તેમને જોરથી રડવાની મંજૂરી નથી. તેઓ ડેડબોડીને શોક પૂર્ણ થયા બાદ જ બહાર લઈ જઈ શકે છે.
દક્ષિણ હવાંગહેના દક્ષિણ-પશ્ચિમી (Southwestern Province of South Hwanghae) પ્રાંતના રહેવાસીએ જણાવ્યું હતું કે, પોલિસ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, લોકો પર તેઓ નજર રાખે કે શોકના દિવસો દરમિયાન તેઓ કોઈ એવી હરકત ન કરે જેથી તેનું ઉલ્લંઘન થાય.