આંબા પર આવતા જ ટપોટપ વેચાય જાય છે આ કેરી, કિંમત સાંભળીને ચોંકી જશો તમે!

આંબા પર આવતા જ ટપોટપ વેચાય જાય છે આ કેરી, કિંમત સાંભળીને ચોંકી જશો તમે!
આ કેરી મધ્યપ્રદેશમા ઉત્પન્ન થાય છે. તે સ્વાદ ઉપરાંત વજન અને સાઇઝ માટે જાણીતી છે.

વર્ષ 2019માં આકેરની પ્રતિ ફળનું વજન 2.75 કિલોગ્રામ જેટલું હતું. ત્યારે લોકોએ રૂપિયા 1200 સુધી કિંમત ચૂકવી હતી.

 • Share this:
  કેરીને ફળોનો (Mango) રાજા કહેવાય છે. કેરીની ઘણી જાતો મળે છે. સામાન્ય રીતે દશહરી, લંગડા, કેસર, અલફાંસો જેવી જાતને આપણે ઓળખીએ છીએ. દરેક જાત અલગ રંગ રૂપ અને સ્વાદ ધરાવે છે. અલબત, આજે કેરીમાં પણ જેને રાજા (King of Mango) કહેવાય તેવી એવી પ્રજાતિ અંગે આપણે વાત કરવા જઈ રહ્યા છે. જેનો સ્વાદ એટલો સારો છે કે, લોકો તેના હજારો રૂપિયા આપવા પણ તૈયાર થઈ જાય છે. કેરીની આ જાતનું નામ નૂર જહાં (Noor jahan Mango) છે. આ કેરી પોતાના વજન માટે ખ્યાતનામ છે. ગયા વર્ષે આ કેરીનું ઉત્પાદન ખૂબ ઓછું હતું. જેથી શોખીનો તેનો લાભ લઈ શક્યા નહોતા. પરંતુ ચાલુ વર્ષે ઉત્પાદન ઘણું થયું છે. આ જાતની કેરી પાકે તે પહેલાં જ વેચાઈ જાય છે.

  ક્યાં છે આ કેરીના બગીચા  આ કેરી અફઘાની મૂળની માનવામાં આવે છે. નૂર જહાં જાતના ગણ્યાગાંઠ્યા અંબા જ બચ્યા છે. તે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડામાં જોવા મળે છે. આ વિસ્તાર ગુજરાત સાથે અડેલો છે. આ કેરીની એડવાન્સ બુકિંગ ખૂબ ઝડપથી ચાલુ થઈ જાય છે. બુકિંગ કરાવવામાં મધ્યપ્રદેશ અને ગુજરાતના લોકો સામેલ હોય છે.

  કેટલી કિંમતે વેચાય છે ?

  ઇન્દોરથી 250 કિમી દૂર કટ્ટીવાડામાં નૂરજહાં કેરીનો બગીચો ધરાવતા શિવરાજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારા બાગમાં નૂરજહાં કેરીના 3 આંબા છે. ત્રણેય આંબા પર કુલ 250 ફળ છે. આ બધાની બુકિંગ ખૂબ પહેલા જ થઈ ચૂકી છે. આ કેરી માટે લોકોએ રૂ. 500થી રૂ. 1000 સુધી કિંમત ચૂકવી છે.

  એક કેરીનું વજન ઓછામાં ઓછું 2 કિલો!

  શિવરાજે વધુમાં જણાવ્યું કે, કેરીનું બુકિંગ કરાવનારા સૌથી વધુ મધ્યપ્રદેશ અને ગુજરાતના લોકો હોય છે. ચાલુ વર્ષે આ કેરીનું વજન બે થી સાડા ત્રણ કિલો સુધી રહેશે. બાગાયતી ખેતીના તજજ્ઞ ઇશાક મન્સુરીનું કહેવું છે કે, આ વખતે નૂરજહાં કેરીનું ઉત્પાદન સારું થયું છે. પરંતુ કોરોના મહામારીના કારણે કારોબાર ઉપર અસર જોવા મળી રહી છે. ગયા વર્ષે ઉત્પાદન ઓછું થયું હતું, જેથી લોકો તેના સ્વાદથી વંચિત હતા. તેમણે વધુમાં કહ્યું કે, 2019માં નૂરજહાં કેરીનું વજન 2.75 કિલોગ્રામ જેટલું હતું. ત્યારે લોકોએ રૂપિયા 1200 સુધી કિંમત ચૂકવી હતી.

  એક ફૂટ જેટલી લાંબી હોય છે કેરી

  બાગાયત નિષ્ણાતો કહે છે કે, નૂરજહાંના આંબા પર સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરીથી ફાલ આવવા માંડે છે. તેના ફળ જૂનના પ્રારંભમાં વેચવા માટે તૈયાર હોય છે. નૂરજહાં કેરી મોટી હોય છે. તે લાંબી થઈ 1 ફુટ જેટલી થઈ જાય છે. તેની ગોટલીનું વજન 150 થી 200 ગ્રામ હોય છે.
  Published by:News18 Gujarati
  First published:June 07, 2021, 18:13 pm

  ટૉપ ન્યૂઝ