Home /News /eye-catcher /ભારતનાં આ મંદિરોમાં ચઢાવાય છે માંસ, મટન અને મચ્છીનો પ્રસાદ, ચિકન બિરયાની માટે લાગે છે લાઇન

ભારતનાં આ મંદિરોમાં ચઢાવાય છે માંસ, મટન અને મચ્છીનો પ્રસાદ, ચિકન બિરયાની માટે લાગે છે લાઇન

ભારતના એવા મંદિરો જ્યાં નોનવેજ પ્રસાદ ચઢે છે

ભારતમાં ઘણા મંદિરો અને ધાર્મિક સ્થળો છે, જ્યાં માંસને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આ મંદિરો દેશના અલગ-અલગ રાજ્યોમાં આવેલા છે. ચાલો જાણીએ તે મંદિરોના નામ અને જાણીએ કે પ્રસાદમાં શું ચઢાવવામાં આવે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • West Bengal, India
    બિરયાની ખાવી કોને ન ગમે! ચિકન બિરયાની, મટન બિરયાની, વેજ બિરયાની, સોયા બિરયાની અને એગ બિરયાની લોકો આ બિરયાનીના દિવાના હોય છે, જે આવી તમામ વેરાયટીમાં ઉપલબ્ધ હોય છે. વિચારો કે આ બિરયાની તમને મંદિરમાં પ્રસાદ તરીકે મળે તો? જી હા, દક્ષિણ ભારતમાં એક એવું મંદિર છે, જ્યાં પ્રસાદ તરીકે મટન બિરયાની પીરસવામાં આવે છે. અહીં હજારો લોકો બિરયાની ખાવા આવે છે. ભારતમાં આવા ઘણા મંદિરો છે, જ્યાંની શાંતિ લોકોને ખૂબ જ સુકૂન આપે છે, તો કેટલીક જગ્યાઓનો પ્રસાદ લોકોને ખૂબ જ પસંદ આવે છે.

    આ મંદિરોમાં પ્રસાદ તરીકે મળે છે માંસ:

    દક્ષિણ ભારતના મંદિરોમાં પ્રસાદ તરીકે માંસાહારી ખોરાક આપવામાં આવે છે. ભારતમાં ઘણા મંદિરો અને ધાર્મિક સ્થળો છે, જ્યાં માંસને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આ મંદિરો દેશના અલગ-અલગ રાજ્યોમાં આવેલા છે. ચાલો જાણીએ તે મંદિરોના નામ અને જાણીએ કે પ્રસાદમાં શું ચઢાવવામાં આવે છે.

    મુનિયાંડી સ્વામી મંદિરમાં ચિકન અને મટન બિરયાની પ્રસાદ

    તમિલનાડુના મુનિયાંડી સ્વામી મંદિરમાં ચિકન અને મટન બિરયાની પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

    Muniyandi Temple
    Muniyandi Temple (Photo: wikipedia)


    1937થી તમિલનાડુના મદુરાઈના વડક્કમપટ્ટી ગામમાં લોકોને બિરયાની ખવડાવવામાં આવે છે. આ બિરયાની મુનિયાંડી મંદિરમાં ખવડાવવામાં આવે છે. વાસ્તવમાં ગુરુસામી નાયડુએ આ ગામના સ્થાનિક દેવતા મુનિયાંડીના નામ પર મુનિયાંડી હોટેલ શરૂ કરી હતી. ત્યારબાદ એક પછી એક અન્ય લોકોએ પણ મુનિયાંડી નામની હોટલ ખોલી. આ તમામ હોટલો તેમના ગ્રાહકોને સ્વાદિષ્ટ નોન-વેજ ફૂડ પીરસવા માટે જાણીતી છે.

    સમગ્ર દક્ષિણ ભારતમાં હવે લગભગ 1500 મુનિયાંડી હોટલ છે. હોટેલ માલિકો દર વર્ષે બે દિવસીય મુનિયાંડી ઉત્સવ માટે ભેગા થાય છે, જ્યાં મટન બિરયાની પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. આ રીતે આ તમામ દુકાનદારો તેમના કાર્યની સફળતા માટે તેમના પરિવારના દેવતા મુનિયાંડીનો આભાર માને છે. તાજેતરમાં યોજાયેલા આ ફેસ્ટિવલમાં લગભગ 8 હજાર લોકોને મટન બિરયાની ખવડાવવામાં આવી હતી.

    આ પણ વાંચો: દેશના એવા રહસ્યમય મંદિરો, કે જ્યા બને છે અવિશ્વનીય ઘટનાઓ, ગુજરાતનું આ મંદિર પણ છે શામેલ

    બિમલા દેવી મંદિરમાં મટન અને માછલીનો પ્રસાદ

    ઓડિશાના પુરીમાં આવેલા બિમલા દેવી મંદિરમાં મટન અને માછલીનો પ્રસાદ આપવામાં આવે છે.આ મંદિરમાં દેવી વિમલાની પૂજા કરવામાં આવે છે અને દુર્ગા પૂજા દરમિયાન તેમને માંસ અને માછલી અર્પણ કરવામાં આવે છે. દુર્ગા પૂજા દરમિયાન પવિત્ર માર્કંડા મંદિરના તળાવમાંથી પકડાયેલી માછલીને રાંધવામાં આવે છે અને દેવીને અર્પણ કરવામાં આવે છે. વિમલા મંદિરમાં પ્રસાદને 'બિમલા પરુસા' તરીકે ઓળખવામાં આવે છે.

    Odisha Bimaladevi temple
    Odisha Bimaladevi temple


    તરકુલા દેવી મંદિરમાં બકરાનું માંસ પ્રસાદ

    ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં તરકુલા દેવી મંદિરમાં બકરાનું માંસ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. કેરળના પરાસીનિક કારવુ મંદિરમાં માછલી અને તાડી ચઢાવવામાં આવે છે.

    Tarkulha Devi Gorakhpur
    Tarkulha Devi Gorakhpur


    આસામના કામાખ્યા દેવી મંદિરમાં માછલી અને માંસ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે.

    Kamakhya Devi Assam
    Kamakhya Devi Assam


    પશ્ચિમ બંગાળના પ્રખ્યાત કાલીઘાટ મંદિરમાં બકરાનું માંસ ચઢાવવામાં આવે છે.

    Kalighat temple West Bengal
    Kalighat temple West Bengal


    બંગાળના તારાપીઠ મંદિરમાં પ્રસાદ તરીકે માછલી અને માંસ ચઢાવવામાં આવે છે.

    Kamakhya Devi Assam
    Kamakhya Devi Assam


    West Bengal Tarapith
    West Bengal Tarapith


    પશ્ચિમ બંગાળના જ દક્ષિણેશ્વર કાલી મંદિરમાં માછલી ચઢાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

    Dakshineshwar Kali Mandir
    Dakshineshwar Kali Mandir- All Photos-wikipedia
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Ajab Gajab, Gujarati news, Hindu Temple, Meat, Non vegetarian, Prasad, અજબ ગજબ સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन