Home /News /eye-catcher /આવા સ્ટંટ ભારે પડશે હોં! પપ્પાનો રસ્તો હોય એમ સ્કોર્પિયોના બોનેટ પર ચડી ગઈ મહિલા, Video થયો લીક

આવા સ્ટંટ ભારે પડશે હોં! પપ્પાનો રસ્તો હોય એમ સ્કોર્પિયોના બોનેટ પર ચડી ગઈ મહિલા, Video થયો લીક

કારના બોનેટ પર સ્ટંટ

Noida Viral Video: નોઈડામાં ચાલતી સ્કોર્પિયો કારના બોનેટ પર બેસીને કાર પર સ્ટંટ કરતી એક યુવતીનો વિડીયો વાયરલ થયો છે. આ VIDEO જોઈ પોલીસે પણ પગલાં લીધા હતા.

    અત્યાર સુધી તમે માત્ર પુરુષોને જ ચાલતા વાહનો પર સ્ટંટ કરતા હોય તેવા વિડીયો (Viral Stunt Video) જોયા હશે. પરંતુ નોઇડાથી એક વિડીયો સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. નોઈડામાં ચાલતી સ્કોર્પિયો કારના બોનેટ પર બેસીને કાર પર સ્ટંટ કરતી એક યુવતીનો વિડીયો (video of girl doing stunts on moving scorpio in noida) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં યુવતી બ્લેક સ્કોર્પિયો કારના બોનેટ પર બેઠેલી જોવા મળી રહી છે અને કાર ધીરે-ધીરે આગળ વધી રહી છે. આ વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે (Noida Traffic Police) સ્કોર્પિયો ચલાવતા યુવકને પકડીને કાર કબજે કરી છે.



    આ મામલો નોઈડાના સેક્ટર 113થી સામે આવી રહ્યો છે. આ વિડીયો લગભગ 10 સેકન્ડનો છે, જે રાતનો સમયનો છે, જેને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા બનાવીને વાયરલ કરી દીધો છે. કારના બોનેટ પર બેઠેલી યુવતી લાંબા સમયથી સ્ટંટ કરતી જોવા મળી રહી છે. યુવતી વ્યવસાયે એન્જિનિયર હોવાનું સામે આવ્યું છે.

    આ વિડીયો 6 નવેમ્બરની રાતનો હોવાનું કહેવાય છે. 10 સેકન્ડના આ વિડીયોમાં યુવતી કાળા રંગની સ્કોર્પિયો પર સ્ટંટ કરી રહી છે. સાથે જ કારની બાજુમાંથી વાહનો પસાર થઇ રહ્યા છે. એક ટ્વિટર યુઝર્સે વિડીયોને ટ્રાફિક અને નોઈડા પોલીસને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે વિડીયોના આધારે વાહન માલિકની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી હતી.\



    પોલીસે કારને કરી જપ્ત

    કારના બોનેટ પર બેઠેલી આ યુવતીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે સ્કોર્પિયો નંબર પરથી વાહન ટ્રેસ કરી ચાલકને શોધી કાઢ્યો હતો. જે બાદ કાર્યવાહી કરતા સ્કોર્પિયોને જપ્ત કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો: કોન્ડમનો ઉપયોગ પણ ન કર્યો, જબરદસ્તી ગળું દબાવી ક્રિકેટરે આચર્યુ દુષ્કર્મ

    નોઇડાના એડીસીપી આશુતોષ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનના સેક્ટર 113 વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં એક યુવતી ચાલુ વાહનના બોનેટ પર બેઠેલી જોવા મળી રહી છે. આ એક ખતરનાક સ્ટંટ હતો, જેમાં કોઇને ઇજા પણ થઇ શકે છે. આ કેસમાં વાહન જપ્ત કરવામાં આવ્યું છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Noida, Noida police, Viral videos

    विज्ञापन
    विज्ञापन