ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં એક હેરાન પમાડતો મામલો સામે આવ્યો છે. અહીં ત્રણ મહિનામાં લગભગ 133 ગામમાં મહિલાઓએ 218 બાળકોને જન્મ આપ્યો છે. આશ્ચર્ય એ વાતનું છે કે બધી મહિલાઓએ પુત્રને જન્મ આપ્યો હતો, એક પણ મહિલાના ઘરે બાળકી નથી જન્મી!
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ પરેશાન
બાળકીઓની ઘટી રહેલી સંખ્યા વચ્ચે ઉત્તરકાશી જિલ્લાનો આ બનાવ 'બેટી બચાવો બેટી પઢાઓ' અભિયાન પર કાળી શાહી ફેરવતો છે. પ્રસુતિના રિપોર્ટ પછી સામે આવેલા આંકડાઓથી સરકારનું મહેસૂલ અને સ્વાસ્થ્ય વિભાગ પરેશાન છે. આ મામલે જિલ્લા તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.
કન્યા ભ્રૂણ હત્યાની આશંકા
સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ઉત્તરકાશીમાં છેલ્લા ત્રણ મહિનામાં 133 ગામમાં 218 બાળકોનો જન્મ થયો છે. જોકે, આમાંથી એક પણના ઘરે દીકરીનો જન્મ ન થતાં કન્યા ભ્રૂણ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારી ચોપડે સ્ત્રી-પુરુષનો રેશિયો બગાડતો આ બનાવ સામે આવ્યા બાદ જિલ્લા તંત્રમાં ભૂકંપ આવી ગયો છે.
સીએમએ તપાસના આદેશ આપ્યા
આ મામલાની ગંભીરતા જોઈને સ્વાસ્થ્ય વિભાગ તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે તપાસના આદેશ આપ્યા છે. સરકારી આંકડા બાદ હરકતમાં આવેલા મુખ્યમંત્રીએ પણ કંઈક ગરબડ થયાની આશંકા વ્યક્ત કરી છે. આ મામલે તેમણે તપાસના આદેશ કરતા આશ્વાસન આપ્યું છે કે કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવશે તો આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર