ફિલ્મ નિર્માતાએ શેર કર્યો ચોંકાવનારો વિડીયો, અમેરિકન નેવીની રડારમાં દેખાયા 9 UFOના આંટાફેરા

ફિલ્મ નિર્માતાએ શેર કર્યો ચોંકાવનારો વિડીયો, અમેરિકન નેવીની રડારમાં દેખાયા 9 UFOના આંટાફેરા
PHOTO: વીડિયો ગ્રેબ

આ વિડીયો ક્લિપમાં રડાર સ્ક્રિન પર 9 યુએફઓ જોઇ શકાય છે. વિડીયોમાં કરાયેલ દાવા અનુસાર, યુએફઓની ગતિ લગભગ 70 કિમી પ્રતિ કલાકથી લઇને 250 કિમી પ્રતિ કલાક સુધી હતી.

  • Share this:
અમેરિકન નેવીના (US Neavy)રડારનો હાલમાં સામે આવેલ એક વિડીયો લોકો માટે કૂતુહલનો વિષય બન્યો છે. આ મહીનાની શરૂઆતમાં એક ફિલ્મમેકર જેરેમી કોર્બેલે (jeremy corbell) અમેરિકન નેવીના રડારમાં એક અનઆઇડેન્ટીફાઇડ ફ્લાયિંગ આબ્જેક્ટ(UFO)નો વિડીયો જાહેર કર્યો હતો. તો બીજી તરફ અમેરિકન રક્ષા મંત્રાલયે આ વિડીયો (VIDEO) પ્રામાણિક હોવાની પુષ્ટિ કરી હતી. એક ટાસ્ક ફોર્સ આ યુએફઓ દેખાવા અંગ તપાસ કરી રહી છે. હવે કોર્બેલે વધુ એક વિડીયો જાહેર કર્યો છે, તેનો દાવો છે કે આ વિડીયો તે જ ઘટનાનો છે જે જુલાઇ, 2019માં બની હતી.

આ વિડીયો ક્લિપમાં રડાર સ્ક્રિન પર 9 યુએફઓ જોઇ શકાય છે. વિડીયોમાં કરાયેલ દાવા અનુસાર, યુએફઓની ગતિ લગભગ 70 કિમી પ્રતિ કલાકથી લઇને 250 કિમી પ્રતિ કલાક સુધી હતી. આ ગતિ યૂએસએસ ઓમાહા જહાજ કે જેના પર આ 9 યૂએફઓ કથિત રીતે મંડરાઇ રહ્યા હતા, તેના કરતા લગભગ 3 ગણી વધુ છે.કાર્બેલના જણાવ્યા અનુસાર, આ વિડીયો જહાજના કમાન્ડ સેન્ટરમાં ઉતારવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફિલ્મ નિર્માતાએ દાવો કર્યો કે, ફૂટેજની પુષ્ટિ થઇ ન હતી. કાર્બેલે પહેલા અનઆઇડેન્ટિફાઇડ એરિઅલ ફેનોમેના ટાસ્ક ફોર્સની બ્રીફીંગ બાદ ફોટાઓ શેર કર્યા. જેની પુષ્ટિ પેંન્ટાગોનના અમેરિકન રક્ષામંત્રાલય વિભાગે કરી હતી.પેન્ટાગોનના પ્રવક્તા સુસાન ગફે એપ્રિલમાં ધ બ્લેક વોલ્ટને કહ્યું હતુ કે, યુએપીટીએફએ આ ઘટનાઓને પોતાના હાલના સંશોધનોમાં સામેલ કરી છે. કોર્બેલે 15 મેના રોજ જે વિડીયો જાહેર કર્યો હતો તેની ફરી પુષ્ટિ કરતા કહ્યું કે ગોળાકાર યુએફઓ દરિયામાં ગાયબ થઇ ગયો હતો.

અમેરિકાએ આવી ઘટનાઓની તપાસ માટે એક ટાસ્ક ફોર્સ બનાવી છે. ટાસ્ક ફોર્સને જૂન, 2020માં અમેરિકન સિનેટની ખાનગી સમિતિની એક સુનાવણીમાં વિસ્તૃત કરી અને ઓગસ્ટ, 2020માં સ્થાપિત કરાઇ હતી. USDoD અનુસાર, ટાસ્ક ફોર્સનો ઉદ્દેશ્ય આ અંગે સમજૂતી વધારવી અને યુએપીની ઉત્પતિ અને પ્રકૃતિ અંગે માર્ગદર્શન મેળવવાનો છે.

એપ્રિલ, 2019માં અમેરિકન નેવીએ પોલિટિકોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, તેઓ યુએફઓને શોધવા અંગે નેવીના પાયલોટ માટે દિશાનિર્દેશ તૈયાર કરી રહ્યા છે.
Published by:News18 Gujarati
First published:May 29, 2021, 15:27 pm

ટૉપ ન્યૂઝ