ખેડૂત ખેતરમાં પહોંચ્યો તો ગાયો મૃત પડી હતી, તમામ ગાયોનાં પગ આકાશ તરફ ઊંચા હતા!

ખેડૂત ખેતરમાં પહોંચ્યો તો ગાયો મૃત પડી હતી, તમામ ગાયોનાં પગ આકાશ તરફ ઊંચા હતા!
નવ ગાયનાં મોત.

ખેડૂત પોતાના ખેતર પહોંચ્યો ત્યારે તેની નવ ગાયો મૃત હાલતમાં પડી હતી, નવી બીમારી કે દિવ્ય શક્તિથી આવું થયાની લોકોમાં ચર્ચાં.

 • Share this:
  ડબલિન : આયર્લેન્ડ (Ireland)ના ડનલિકી (Dunlicky) શહેરમાં કંટ્રી ક્લેયર (County Clare) વિસ્તારમાં એક ખેડૂત પોતાના ખેતર પહોંચ્યો ત્યારે ત્યાંનો નજારો જોઈને પરેશાન થઈ ગયો હતો. ખેડૂત ખેતર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની નવા ગાયનાં મોત થઈ ચૂક્યાં હતાં. તમામ ગાયોનાં મોત અજીબ રીતે થયા હતા. આ ગાયો મરેલી હતી એટલું જ નહીં પરંતુ તમામના પગ આકાશ તરફ ઊંચા હતા. પરેશાન થયેલા ખેડૂતો પોલીસને આ અંગેની જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે ગાયોનાં મોત વીજળી પડવાથી થયું છે.

  નોંધનીય છે કે આયર્લેન્ડ કોરોનાના મારથી પેરશાન છે. અહીં અત્યાર સુધી કોરોનાના 25 હજારથી વધારે કેસ સામે આવી ચુક્યા છે. કોરોનાને કારણે દેશમાં 1700 લોકોનાં મોત થયા છે. અહીં રહેતા ખેડૂત મેટ આઇરેને જણાવ્યું કે તે તેની 50 જેટલી ગાયોને ખેતરમાં ચરવા માટે છૂટી મૂકીને બીજા કામ માટે થોડા કલાકો સુધી શહેરની બહાર ગયો હતો. જ્યારે પરત ફર્યો ત્યારે નવ ગાયો અજીક રીતે મોતને ભેટેલી જોવા મળી હતી. અન્ય ગાયો ડરના માર્યા વાડો તોડીની ભાગી ગઈ હતી.  આ પણ વાંચો : અમદાવાદ : પત્નીને તેડવા માટે નહાઇને જવાનું કહેતા મિત્રએ બીજા મિત્રને છરી મારી

  નવી બીમારી અથવા દિવ્ય શક્તિની અફવા!

  આઇરેનના કહેવા પ્રમાણે તેણે ગાયોનું આવી રીતે મોત પહેલા ક્યારેય જોયું નથી. આથી તે ડરી ગયો હતો. જોકે, પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું કે આકાશમાંથી પડેલી વીજળીને કારણે ગાયોનાં મોત થયા હતા. આઇરેને જણાવ્યું કે મોત બાદ ગાયોનાં પગ આકાશ તરફ ઊંચા હતા, આ દ્રશ્યો ડરાવનારું હતું. આયર્લેન્ડ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જે કલાકો દરમિયાન ખેડૂત ત્યાં ન હતો તે સમય દરમિયાન ખેતરની આસપાસ વીજળી પડી હતી, જેના કારણે ગાયોનાં મોત થયા છે.

  ડેઇલી સ્ટારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે આ દ્રશ્ય ખૂબ ડરાવનારું હતું. આખા શહેરમાં આ ઘટનાની લોકો દિવ્ય આફત તરીકે ચર્ચા ચાલી રહી છે. કોરોના સંક્રમણ બાદ ગાયોનાં આવી રીતે થયેલા મોતને કારણે પણ અનેક અફવા ઉડી રહી છે. જોકે, આ ઘટનાને લઈને પોલીસે કોઈ પણ અફવા ન ફેલાવવાની સલાહ આપી છે.

  આ પણ વાંચો : ગોંડલના અક્ષર ડેરી સહિત દેશભરમાં BAPSના મંદિરો દર્શન માટે ખુલ્યા, હરિભક્તોની ભીડ જોવા મળી
  First published:June 17, 2020, 11:44 am

  टॉप स्टोरीज