આ દેશમાં એકે-47 રાઇફલ્સ સાથે ડાકુ આત્મસમર્પણ કરે તો તેમને મળે છે 2 ગાય!

આ દેશમાં એકે-47 રાઇફલ્સ સાથે ડાકુ આત્મસમર્પણ કરે તો તેમને મળે છે 2 ગાય!
પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  નાઇજીરિયાના ઉત્તર પશ્ચિમી જામફારા પ્રાંતમાં ડાકુઓ અને લૂંટારાઓના એક સમૂહને આત્મસમર્પણ કરવા માટે સરકારે એક જોરદાર વિચારી ન શકાય તેવી સ્ક્રીમ બહાર પાડી છે. સ્થાનિક પ્રશાસને જાહેરાત કરી છે કે જે ડાકુ એકે-47 રાઇફલ સાથે આત્મસમર્પણ કરશે પ્રશાસન તેને બે ગાય મફત આપશે. જામફારાના ગવર્નર બેલો મટાવાલ્લે કહ્યું કે અપરાધનું જીવન છોડી એક જવાબદાર નાગરિક તરીકે પોતાનું જીવન જીવવા માટે સરકારે તરફથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ડાકુ અને લૂંટારાનો આંતક લાંબા સમયથી છે.

  ઉલ્લેખનીય છે કે નાઇજીરિયાના આ વિસ્તારમાં ફુલાની ભરવાડોનો સમુદાય રહે છે. જેમના માટે ગાય ખૂબ જ કિંમતી વસ્તુ છે. આ ગાયોની લૂંટ માટે જ આ સમુદાયના કેટલાક લોકો ડાકુ બન્યા છે. અને સામાન્ય લોકો પર હુમલા કરી રહ્યા છે. બીબીસીની એક રિપોર્ટ મુજબ ઉત્તરી નાઇજીરિયામાં એક ગાયની સરેરાશ કિંમત 1 લાખ નાયરા એટલે કે 260 ડોલર છે. જ્યારે કાળા બજારીમાં એક એકે - 47 રાઇફલની કિંમત 5 લાખ નાયરા એટલે કે 1,200 ડોલર છે. જો કે આ સોદા આમ ખોટનો છે પણ સજાથી બચીને તમે બે ગાય સાથે તમારું નવું જીવન શાંતિથી શરૂ કરી શકો છે. આ દ્રષ્ટીએ આ વાત એટલી પણ ખરાબ નથી.
  વધુ વાંચો : 7 ભારતીય ફાર્મા કંપની Covid 19 વેક્સીન બનાવવાની દોડમાં, જાણો કોણ કેટલું આગળ છે?

  ઉલ્લેખનીય છે કે અહીં ગાય ખૂબ જ પૂજનીય મનાય છે. અને તે છતાં લોકો પોતાની ગાય વેચીને આવા હથિયારો ખરીદી રહ્યા છે. અને પછી લૂંટમારનો ધંધો કરે છે. ગવર્નર મટાવાલ્લે કહ્યું કે પશ્ચાતાપ કરનાર આ ડાકુઓએ પહેલા તેમની ગાયો વેંચી હથિયાર લીધા હવે અપરાધ મુક્ત થવા હું તેમને કહ્યું છું કે તમે એકે-47 રાઇફલ આપો અને બદલામાં બે ગાય લઇ જાવ. આશા છે કે આ યોજનાથી લોકો આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત થશે.

  મળતી જાણકારી મુજબ ડાકુઓ ગીચ જંગલમાં પોતાનું નેટવર્ક ચલાવે છે. અને પડોશી રાજ્યમાં પણ લૂંટમાર કરે છે. તે સામાન્ય રીતે દુકાનો, જાનવર અને અનાજની લૂંટ કરે છે. અને અપહરણ કરી પૈસા માંગવાનું કામ પણ કરે છે. હાથમાં એક હથિયારમંદ ડાકુઓએ 21 લોકોને મારી નાંખી. ગત એક દાયકામાં કેબ્સી, સોકોટા, જામફરા અને પડોશી દેશામાં આ કારણોથી આઠ હજારથી વધુ લોકોની મોત થઇ છે. જામફરામાં મોટાભાગના નાગરિકો ખેડૂતો છે. અને તેમના રાજ્યનું આદર્શ વાક્ય છે કૃષિ અમારું ગૌરવ છે. ત્યારે ગવર્નર વાયદો કર્યો છે કે તે જંગલમાં લૂટમારી કરતા ડકોતોના કેમ્પને હટાવી દેશે.
  Published by:Chaitali Shukla
  First published:July 20, 2020, 13:35 pm

  ટૉપ ન્યૂઝ