Home /News /eye-catcher /છેતરી ગયો! 28 વર્ષના યુવકે હચમચાવી નાખ્યા 233 વર્ષ જૂની બેંકના પાયા, કરાવ્યુ 7700 કરોડનું નુકસાન, માત્ર 93 રૂપિયામાં વેચાઈ બેન્ક

છેતરી ગયો! 28 વર્ષના યુવકે હચમચાવી નાખ્યા 233 વર્ષ જૂની બેંકના પાયા, કરાવ્યુ 7700 કરોડનું નુકસાન, માત્ર 93 રૂપિયામાં વેચાઈ બેન્ક

Nick Leeson

એક વખત એવું બન્યું કે એક 28 વર્ષીય યુવાને એક આખી બેંકને અબજો રૂપિયાનું નુકસાન કરાવી દીધું હતું. તેણે એવી મોટી છેતરપિંડી કરી કે આખરે બેંક માત્ર 93 રૂપિયામાં વેચાઈ ગઈ.

  અમે તમને એક એવા 28 વર્ષીય વ્યક્તિની કહાની જણાવવા જઇ રહ્યા છીએ, જેણે એક ઝાટકે ઈંગ્લેન્ડની 233 વર્ષ જૂની બેંકને નષ્ટ કરી દીધી. જે બેંકમાં મહારાણી એલિઝાબેથ-2 નું ખાતું હતું તે બેંકની હાલત એવી હતી કે તેને માત્ર એક પાઉન્ડ (93.28 ભારતીય રૂપિયા)માં વેચવામાં આવી હતી. શું છે આ આખી વાત અને આ બધું કેવી રીતે બન્યું? ચાલો જાણીએ.

  25મી ફેબ્રુઆરી, 1967ના રોજ ઈંગ્લેન્ડના વોટફોર્ડ શહેર (watford City)માં જન્મેલા નિક લીસન (Nick Leeson)નું સ્વપ્ન સ્ટોક ટ્રેડર (Stock Trader) બનવાનું હતું. જ્યારે તે 23 વર્ષનો હતો, ત્યારે તેણે મોર્ગન સ્ટેનલી (Morgan Stanly) નામની કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન નિકે કંપની પાસે પ્રમોશનની માંગ કરી હતી. પરંતુ મેનેજરે તેણે પ્રમોશન આપવાની મનાઇ કરી દીધી. તેથી નિકે તે કંપની છોડી દીધી. ત્યાર બાદ 1990માં ઇંગ્લેન્ડના સૌથી જૂના બેરિંગ્સ બેંક (Barings Bank)માં નોકરી કરવાની શરૂઆત કરી. નિકે અહીં નવું વાતાવરણ જોયું. પરંતુ અહીંના મોટા ભાગના કમ્પ્યુટર જૂના હતા. લોકો યોગ્ય રીતે કામ કરતા ન હતા અને બેંકે એવી ઘણી લોન આપી હતી, જે લોકોએ ક્યારેય ચૂકવી ન હતી. નિકે ઝડપથી તેની તપાસ શરૂ કરી દીધી. આ તપાસ માટે તેમણે ઘણા દેશોનો પ્રવાસ પણ કર્યો હતો. અંતમાં નિકે લગભગ 100 મિલિયન પાઉન્ડ (932 કરોડ ભારતીય રૂપિયા)ની લોનનો ખુલાસો કર્યો હતો. નિકની આ તપાસને કારણે બેંકને મોટો ફાયદો થયો. જેથી બેંકે નિકને પ્રમોટ પણ કર્યો હતો. આ રીતે નિકનું સ્ટોક ટ્રેડર બનવાનું સપનું પૂરું થયું.

  નિક માટે પહેલું વર્ષ રહ્યું ખરાબ

  બેંક દ્વારા તેને સિંગાપોરના ફ્યુચર ડિવિઝનના ચીફ બનાવવામાં આવ્યો હતો. પછી અહીંથી બધી ગરબડ શરૂ થઈ. સિંગાપુરમાં બેંક જાપાનના સ્ટોક એક્સચેન્જ પર કામ કરી રહ્યું હતું. નિકનું કામ સ્ટોક્સ પર દાવ લગાવવાનું હતું. નિકના પ્રિડિક્શન પ્રમાણે જ માર્કેટ ચાલે તો તેને ફાયદો થાત. નહીં તો નુકસાન થયું હોત. નિકનું પહેલું વર્ષ અહીં ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તેના ઘણા બેટ ખોટમાં જતા સાબિત થયા હતા. નિકને હવે ડર હતો કે બેંક તેની નોકરી છીનવી શકે છે. નિકે આ ખોટને છુપાવવા માટે એક સિક્રેટ એકાઉન્ટ બનાવ્યું હતું, જેમાં આ સ્ટોક્સ રાખવામાં આવ્યા હતા. નિકને આ ખોટ છુપાવવા માટે ઘણા પૈસાની જરૂર હતી. તેથી તે બેંકમાં ખોટું બોલવા લાગ્યો.

  બેંકની ગેરજવાબદારી પડી ભારે

  નિકને નવા ગ્રાહકો માટે વધુ પોઈન્ટ્સ જોઈતા હતા. હવે ખોટ બહાર આવી રહી ન હતી, તેથી બેંકને પણ આ પોઇન્ટ્સ આપવામાં કોઈ મુશ્કેલી અનુભવી રહી ન હતી. એકવાર પણ કોઈએ નિકના આ દાવાઓની તપાસ કરી ન હતી. નિકનો વિચાર એવો હતો કે જ્યારે આ ખાતામાં પડેલા શેરો નફામાં આવશે, ત્યારે તેને બહાર લાવશે. આવી રીતે બેંકને ક્યારેય જાણ નહીં થાય કે તેમને નુકસાન થયું હતું.

  1993માં નિકનો પ્લાન થયો સફળ

  1992 સુધીમાં નિકે બેંકને લગભગ 40 લાખ પાઉન્ડ (37 કરોડ 31 લાખ ભારતીય રૂપિયા)નું નુકસાન થયું હતું. પરંતુ બેંકને આ બધી ખબર ન હતી. બેંકને લાગ્યું કે નિક તેમના માટે નફો કરી રહ્યો છે. પરંતુ જુલાઈ 1993માં નિકની યોજના કામ કરી ગઈ અને તમામ નુકસાનને કવર કરી લીધું. પરંતુ હવે નિકે વધુ રીસ્કી બેટ્સ લગાવવાનું શરૂ કરી દીધું.

  નિકે છૂપાવ્યું હતું 23 ગણું નુકસાન

  આ પછી બેરિંગ્સ બેંકમાં રોન બેકરની એન્ટ્રી થઈ હતી. તેમને બેંક મારફતે કામગીરી સંભાળવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કામ દરમિયાન રોનની નજર સિંગાપુર વિભાગ પર પડી, જ્યાંથી તેને કંઇક વધારે જ નફો થઇ રહ્યો હતો. અહીંથી જ તેને નિક પર શંકા ગઈ. તેમને જાણવા મળ્યું કે જે ગ્રાહકોને નિકે ફંડ્સ અપાવ્યું હતું, તેઓ તેમની ચુકવણી કરી રહ્યા ન હતા. તેથી જુલાઈ 1993માં બેંકનું ઇન્ટર્નલ ઓડિટ બોલાવવામાં આવ્યું હતું. ઓડિટર સિંગાપોર ગયા. આ વાત જાણીને નિક ગભરાઈ ગયો, કારણ કે હવે તેના કારનામાની પોલ ખુલવાની હતી. તે સમયે નિકે 94 લાખ પાઉન્ડ (876 મિલિયન ભારતીય રૂપિયા)નું નુકસાન છુપાવ્યું હતું. જે અગાઉની ખોટ કરતા 23 ગણી વધારે હતી.

  નિકને ખોટ ખાઇને વેચવા પડ્યા સ્ટોક્સ

  નિક જાણતો હતો કે જો ઓડિટર્સને સિક્રેટ એકાઉન્ટ સાથે જોડાયેલ એક પણ દસ્તાવેજ મળી જશે, તો તેનું સત્ય બધાની સામે આવી જશે. પરંતુ બેરિંગ્સ બેંકના લોકો કામને ખૂબ જ હળવાશમાં લેતા હતા. તેથી ઓડિટર્સે એકાઉન્ટ્સ સાથે સંબંધિત એક પણ દસ્તાવેજની યોગ્ય રીતે તપાસ કરી ન હતી અને આ રીતે નિકની પોલ ન ખુલી શકી. સપ્ટેમ્બર 1994 સુધીમાં ખોટ વધીને 16 કરોડ પાઉન્ડ (14 અબજ 92 કરોડ 40 લાખ ભારતીય રૂપિયા) થઈ ગઈ હતી. જેના કારણે નિકે પોતાના કેટલાક અંગત શેરો બેન્કને ડિસ્કાઉન્ટ ભાવે વેચવા પડ્યા હતા. જેથી બેંકને લાગે છે કે તે નફો કરી રહી છે. બીજી બાજુ બેંક સતત નિકને ક્લાયન્ટ્સ માટે ફંડ આપી રહી હતી. ક્યારેક નિક એક જ દિવસમાં 10થી 15 મિલિયન પાઉન્ડ (93.1 મિલિયનથી 46.63 મિલિયન ભારતીય રૂપિયા)ની ડિમાન્ડ કરતો હતો અને બેંક તપાસ્યા વગર જ અપ્રૂવ કરી દેતી હતી.

  બેંકના 75% પૈસા નિક કરતો હતો હેન્ડલ

  હવે નિક સેલિબ્રિટી જેવો બની ગયો હતો. ડિસેમ્બર 1994ની ટ્રેડર્સ મીટિંગમાં બેંક દ્વારા તેમને બેંકના પોસ્ટર બોય તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. કારણ કે રેકોર્ડ મુજબ નિકે તે વર્ષે બેંકને 28 મિલિયન પાઉન્ડ (2 અબજ 61 કરોડ 17 લાખ ભારતીય રૂપિયા) ની કમાણી કરાવી હતી. પરંતુ તે મીટિંગમાં ઘણા વેપારીઓને તેમાં કંઈક ગરબડ જોવા મળી હતી. આ અંગે તેમણે બેંક સાથે પણ વાત કરી હતી. પરંતુ બેંકે તેની વાતની અવગણના કરી. સ્થિતિ એવી હતી કે નિક હવે 75 ટકા પૈસા એકલા બેંકમાં જ સંભાળી રહ્યો હતો. જો કે, નિકે અત્યાર સુધીમાં બેંકને 330 મિલિયન પાઉન્ડથી વધુ એટલે કે 30 અબજ 78 કરોડ 9 લાખ ભારતીય રૂપિયાની ખોટ કરી હતી. નિક માટે હવે આ પ્રેશરને સંભાળવું પણ ખૂબ મુશ્કેલ હતું.

  કરોડો રૂપિયાની ગોલમાલ આવી સામે

  નિકે હવે એક છેલ્લો દાવ લગાવવાનું નક્કી કર્યું. તેણે બેટ લગાવી કે જાપાનના બજાર આગામી 6 મહિના સુધી સ્થિર રહેશે અને તે નિકની સૌથી મોટી બેટ હતી. જો આવું થયું હોત તો નિકના તમામ નુકસાનને કવર થઇ ગયું હોત. થોડાં અઠવાડિયાં સુધી બધું બરાબર ચાલ્યું. પરંતુ 17 જાન્યુઆરી, 1995ના રોજ જાપાનમાં એક મોટો ભૂકંપ આવ્યો હતો અને દેશની ઇકોનોમી પર તેની ખૂબ જ ગંભીર અસર થઇ. શેર બજાર ઘટવા લાગ્યું. પરંતુ બેંક તરફથી હજી પણ ભંડોળ મળી રહ્યું હતું. નિક દિવસેને દિવસે બેંક માટે નુકસાન ઊભું કરી રહ્યો હતો. આ દરમિયાન નિક 5 લાખ પાઉન્ડ (4 કરોડ 66 લાખ ભારતીય રૂપિયા)નું મોટું નુકસાન છુપાવવાનું ભૂલી ગયો હતો. જ્યારે ઓડિટર્સે આ નુકસાન જોયું, ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ નિકે નકલી બેંક લોન ડોક્યુમેન્ટ બનાવીને તેને તેમની નજરથી ગાયબ કરી દીધા. જો કે આ દસ્તાવેજોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે તેમને બેંકમાંથી નહીં, પરંતુ નિકના પર્સનલ ફેક્સ મશીનથી મોકલવામાં આવ્યા હતા.

  કારકુને ઉઠાવ્યો નિકના કારનામા પરથી પડદો

  17 ફેબ્રુઆરી, 1995ના રોજ સિંગાપોરના એક બેંક ક્લાર્કને નિકના દસ્તાવેજોમાં ગરબડ જોવા મળી હતી. તેણે નિકને આ વિશે પૂછવાનું શરૂ કર્યું હતું. એક દિવસ ક્લાર્ક નિકના ઘરે આ વિશે વાત કરવા ગયો, ત્યારે તેણે પત્નીની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢ્યું હતું. તેણે એક કલાક માટે બહાર જવું પડશે. તે પછી નિક ક્યારેય પાછો ફર્યો નહીં. એવું બહાર આવ્યું કે તેણે દેશ છોડી દીધો હતો. નિક જ્યારે ગાયબ થઇ ગયો ત્યાર બાદ બેંકને નિકનું સિક્રેટ એકાઉન્ટ મળ્યું. જેમાં હવે ખોટ વધીને 83 મિલિયન પાઉન્ડ (77 અબજ 41 કરોડ 87 લાખ ભારતીય રૂપિયા) થઈ ગઈ હતી. બેંક જાણતી હતી કે હવે કશું જ થઈ શકે તેમ નથી. તેમણે બજાર ખોલતા પહેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇંગ્લેન્ડની મદદ માંગી હતી. પરંતુ તેનાથી પણ કંઇ જ ન થયું અને 223 વર્ષના લાંબા ઇતિહાસ બાદ બેરિંગ્સ બેંક પડી ભાંગી. ત્યાર બાદ નુકસાન પછી એક ડચ બેંકે તેને માત્ર એક પાઉન્ડ (93.28 ભારતીય રૂપિયા)ની કિંમત ચૂકવીને ખરીદી હતી.

  નિકને થઇ 6 વર્ષની સજા

  ત્યાર બાદ 30 નવેમ્બર, 1995ના રોજ નિકની જર્મનીથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને સિંગાપુર લાવવામાં આવ્યો હતો. બેંકના ઓડિટર્સ અને સિંગાપુર એક્સચેન્જ સાથે છેતરપિંડીનો આરોપ સાથે નિક પર બે કલમો લગાવવામાં આવી હતી. ડેલી મેલના જણાવ્યા મુજબ, આના માટે તેને માત્ર સાડા 6 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ સાડા ત્રણ વરસ બાદ સારા વર્તનને કારણે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. નિકને પણ આટલી ઓછી સજા થઈ, કારણ કે કોર્ટે સ્વીકાર્યું કે આના માટે બેંકની પણ ભૂલ હતી. તેણે તપાસ્યા વિના નિકને ઘણા બધા ભંડોળ આપ્યા અને ઓડિટ હોવા છતાં ઓડિટર્સ નિકના સિક્રેટ એકાઉન્ટને પકડી શક્યા નહોતા.

  આ પણ વાંચો: Chanakya Niti: ક્યારેય ખૂટશે નહીં ધન-ધાન્ય, આવા લોકો પર થાય છે માતા લક્ષ્મીની કૃપા

  જેલમાં કેવી હતી નિકની જીંદગી

  સીએનએનને આપેલા ઇન્ટરવ્યૂમાં નિકે કહ્યું હતું કે, તેણે જે પણ કર્યું તે ખોટું હતું. પરંતુ જો એક પણ સીનિયર પોતાનું કામ સારી રીતે કરે તો તે ક્યારેય આવું ન કરત. નિકે સિંગાપોરની છંગી જેલમાં તેના દિવસોનો અનુભવ પણ શેર કર્યો હતો. તેણે કહ્યું કે જેલના દિવસો તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતા. જેલમાં તેની સાથે ચીની અને મલેશિયન અંડરવર્લ્ડના ખતરનાક કેદીઓ હતા. તે ઘણીવાર ડરી જતો હતો. તેણે વિચાર્યું કે તે તેમના જેવો જ છે. જેલમાં સંપૂર્ણ અંધારું હતું. લાઇટો રાત્રે જ કરવામાં આવતી હતી. જેલની અંદર બારી પણ ન હતી. તેમને નાની જગ્યામાંથી ખોરાક આપવામાં આવ્યો હતો. નિકે જણાવ્યું કે, "હું જેલમાં સમય પસાર કરવા માટે ગીતો ગાતો હતો.”


  નિકે કહ્યું કે, તેને ત્યાં પેટનું કેન્સર પણ હતું. 1999માં જ્યારે તેઓ 32 વર્ષનો હતો, ત્યારે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતો. હવે તેની પાસે નોકરી પણ નહોતી, તેથી તે પાછો ઇંગ્લેન્ડ જતો રહ્યો. અહીં તેમણે કેન્સરની સારવાર કરાવી હતી. નિકે પોતાની બાયોગ્રાફી ડેઇલી મેઇલને લાખો રૂપિયામાં વેચી દીધી હતી. તેણે એક પુસ્તક પણ લખ્યું હતું. તેના પર 'Rougue Trade' નામની ફિલ્મ પણ બની છે, જેમાં ઇવાન મેકગ્રેગોરે કામ કર્યું છે. નિક આજે સારું જીવન જીવી રહ્યો છે. નિકને 2018માં સિંગાપોરના બિગ બ્રધર શોમાં પાર્ટિસિપેન્ટ તરીકે પણ આમંત્રણ અપાયું હતું.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Ajab Gajab, Bank, છેતરપિંડી, બેંક

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन