VIDEO: વેડિંગ ફોટોશૂટના ચક્કરમાં દરિયામાં વહી ગયા દુલ્હા-દુલ્હન, આવી રીતે બચ્યો જીવ

News18 Gujarati
Updated: July 6, 2020, 1:40 PM IST
VIDEO: વેડિંગ ફોટોશૂટના ચક્કરમાં દરિયામાં વહી ગયા દુલ્હા-દુલ્હન, આવી રીતે બચ્યો જીવ
તોફાની મોજાએ દુલ્હા-દુલ્હનને દરિયાની અંદર ખેંચી લીધા, લાઇફગાર્ડ્સની સમયસૂચકતાથી મળ્યું જીવતદાન

તોફાની મોજાએ દુલ્હા-દુલ્હનને દરિયાની અંદર ખેંચી લીધા, લાઇફગાર્ડ્સની સમયસૂચકતાથી મળ્યું જીવતદાન

  • Share this:
ન્યૂયોર્કઃ અમેરિકા (US)ના કેલિફોર્નિયા (California)માં દુલ્હા-દુલ્હનને દરિયાકાંઠે વેડિંગ ફોટોશૂટ (Wedding Photo-shoot) કરવું ઘણું મોંઘું પડી ગયું. આ બંને બીચથી દૂર જઈને ખડકો પર ચઢીને ફોટોશૂટ કરાવી રહ્યા હતા, તે સમયે એક મોજા તોફાની મોજાએ બંનેને દરિયાની અંદર ખેંચી લીધા. બીચ પર ઉપસ્થિત ડાઇવર્સે બંનેને પાણીમાં ડૂબતા બચાવ્યા અને માંડમાંડ કિનારે લાવ્યા.

આ વેડિંગ ફોટોશૂટ દરમિયાન થયેલી દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ દુર્ઘટના કેલિફોર્નિયાના ટ્રેઝર બીચ આઇલેન્ડ પર બની. લોકોના જણાવ્યા મુજબ, બંનેએ પહેલા બીચ પર તસવીરો ખેંચાવી હતી પરંતુ પાછા ફરતી વખતે અચાનક ખડક પર ચઢીને તસવીરો ખેંચાવવાનું મન થઈ ગયું. બંને ઝડપથી તસવીરો ખેંચાવીને પરત આવવા માંગતા હતા પરંતુ ત્યારે જ એક મોટું તોફાની મોજું બંનેને ખેંચીને લઈ ગયું.


આ પણ વાંચો, Kanpur Shootout: વિકાસ દુબેને પકડવા આ 4 એન્કાઉન્ટર સ્પેશલિસ્ટની લેવામાં આવી શકે છે મદદ

લાઇફગાર્ડ્સે બચાવ્યો જીવ

દુલ્હા-દુલ્હનને તોફાની મોજાં ઘણી દૂર સુધીને તાણીને લઈ ગયા હતા અને જો સમયસર લાઇફગાર્ડર્સ હરકતમાં ન આવી હોત તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જાત. વીડિયોમાં જોઈ શકાય છે કે બે લાઇફગાર્ડ્સ કપલને બહાર કાઢવા માટે પ્રયાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દુલ્હાને આ દરમિયાન ઈજા પણ થઈ છે.આ પણ વાંચો, આર્થિક તંગીથી ત્રસ્ત દિવ્યાંગ શિક્ષિકાએ કરી આત્મહત્યા, લૉકડાઉનમાં 3 મહિનાથી નહોતો મળ્યો પગાર

પોલીસે જણાવ્યું કે આ બીચ કોરોના સંક્રમણના કારણે બે મહિનાથી બંધ હતો અને 4 જુલાઈઓ ખુલો મૂકવામાં આવ્યો છે. ઘણા દિવસ બીચ બંધ રહેવાના કારણે અચાનક ઘણી ભીડ આવી રહી છે જે પ્રશાસન માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: July 6, 2020, 1:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading