નવજાત જોડિયા બાળકીઓથી ઘરના કૂતરાને હતી ઇર્ષા, તક મળતા જ મારી નાખી

News18 Gujarati
Updated: July 2, 2020, 12:55 PM IST
નવજાત જોડિયા બાળકીઓથી ઘરના કૂતરાને હતી ઇર્ષા, તક મળતા જ મારી નાખી
પાળતૂ કૂતરાએ બે બાળકીઓને મારી નાંખી

આ કૂતરો સતત બાળકીઓના બદલે પોતાને ખોળામાં લેવાની જીદ કરતો હતો.

  • Share this:
ઘર અને ઘરના લોકોની સલામતી માટે સામાન્ય રીતે લોકો પાળતૂ કૂતરો રાખતા હોય છે. પણ ઘરની રક્ષા કરનાર અને માણસના સૌથી વફાદાર પ્રાણી મનાતા કૂતરાએ જ બ્રાઝિલમાં કંઇક તેવું કર્યું છે કે જેનાથી હવે લોકો ઘરમાં પાળતૂ કૂતરું રાખવા પહેલા ચાર વાર વિચારશે. આ કેસ બ્રાઝિલ (Brazil)ના બાહિયા શહેરનો છે. જેને જાણીને લોકો પાળતૂ કૂતરાને નાના બાળકો પાસે એકલા છોડતા પહેલા ચાર વાર વિચારશે. અહીં એક કૂતરાએ મળીને તેના માલિકન નવજાત બાળકીઓને મારી નાંખી (Dog Attack) છે.

ધ સનની ખબર મુજબ બે જોડાયા બાળકીઓનું નામ એના અને અનાલૂ હતું. તેમનો જન્મ ગત 23 જૂને થઇ હતો. આ બંનેની માતા 29 વર્ષીય એલેના નોવાઇસ છે. જેમની પાસે લેબ્રાડોર અને અમેરિકન ફૉક્સહાઉંડ જાતિ બે કૂતરા છે. એલનાએ જણાવ્યું કે અમેરિકન ફૉક્સહાઉન્ડ જાતિનો કૂતરો ખૂબ જ ખુશમિજાજી કૂતરો હતો. પણ બંને બાળકીઓના ઘરે આવ્યા પછી તેનો વ્યવહાર થોડો બદલાઇ ગયો હતો. તે સતત બાળકીઓના બદલે પોતાને ખોળામાં લેવાની જીદ કરતો હતો.

વધુ વાંચો : #Photos : હની સિંહે શેર કરી જીમમાં વર્કઆઉટ કરતી તસવીરો, ટ્રાંસફૉર્મેશન જોઇને ફેન ચોંકી ગયા

એલનાએ જણાવ્યું કે શરૂઆતમાં અમે આ વાતને સામાન્ય માની, કારણ કે નવા બાળકોના આવવાથી થોડુંક આવું વર્તન થાય છે. તેણે કહ્યું કે થોડા સમય પહેલા તે બંને બાળકીઓને છોડીને પોતાના બેડરૂમમાં કંઇ કામ કામ કરી રહી હતી. અચાનક જ બાળકીઓના રડવાનો અવાજ આવ્યો. જ્યારે તે ત્યાં પહોંચી તો બંને બાળકીઓ ખરાબ રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી. ડૉક્ટરે જણાવ્યું કે કૂતરાએ નાની બાળકીઓના પેટને ખરાબ રીતે ફાડી નાંખ્યું હતું. જેના કારણે તેમને બચાવી અશક્ય હતી.

ડૉક્ટરના કહેવા મુજબ બાળકીઓની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ હતી. એક બાળકી ખરાબ રીતે ઇજાગ્રસ્ત થવાથી તો બીજી બાળકી ડરના કારણે હદય હુમલાના કારણે મોત થઇ હતી. એલાનાએ પરિવારના અન્ય સદસ્યોને જમઆવ્યું કે તેમના બંને કૂતરા ખૂબ જ મિલનસાર છે પણ એલનાનું અટેન્સન ન મળતા તેમને બાળકીઓથી ઇર્ષા થવા લાગી હતી.
પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું કે ઘરના બીજા કૂતરા લેબરેડોરે બાળકીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
First published: July 2, 2020, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading