રશિયાનો સૌથી ખતરનાર 'કિલર રોબોટ', વીડિયોમાં જુઓ તેની તાકાત

News18 Gujarati
Updated: March 24, 2019, 5:44 PM IST
રશિયાનો સૌથી ખતરનાર 'કિલર રોબોટ', વીડિયોમાં જુઓ તેની તાકાત

  • Share this:
રશિયાએ એક વીડિયો જાહેર કરી દાવો કર્યો છે કે તેણે હત્યા કરનારા રોબોટ તૈયાર કર્યા છે, આ રોબોટને યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે, જો કે બ્રિટિશ મીડિયાએ આ વીડિયોને પ્રોપેગેંડા વીડિયો ગણાવ્યો છે અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે.

રશિયાના એડવાન્સ રિસર્ચ ફાઉન્ડેશન તરફથી આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના આધારે કામ કરતી ટેંકને દર્શાવવામાં આવી છે. જો કે દુનિયાભરમાં કિલર રોબોટના ઉપયોગ કરવા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ ડ્રાઇવરલેસ ટેન્ક સૈનિકની રાફફલની ડાયરેક્શનના આધારે કામ કરે છે. એડવાન્સ્ડ રિસર્ચ ફાઉન્ડેશનનું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત રોબોટ તૈયાર કરવાનો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ શું પ્રેગ્નન્ટ છે ઐશ્વર્યા રાય બચ્ચન? Viral થઇ રહી છે તસવીરવીડિયોમાં ખાસ ડ્રોન પણ દેખાડવામાં આવ્યા છે. વર્તમાનમાં સૈનિક ડ્રોન કંટ્રોલ કરે છે, પરંતુ ભવિષ્યમાં સંપૂર્ણ રીતે ઓટોમેટિક ડ્રોન યુદ્ધમાં ઉપયોગ કરી શકાશે. તેનો અર્થ એ થયો કે ડ્રોન પોતાની જાતે જ ટાર્ગેટ લોકેટ કરી અટેક કરવામાં સક્ષમ હશે.

રશિયાના એડવાન્સ્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું કે રોબોટના ઇવોલ્યૂશનનો ધ્યેય વધુમાં વધુ ઓટોનોમસ બનાવવાનો છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં સુપરપાવર દેશ રિમોટ આધારિત ગાડી અને ઓટોનોમસ યંત્ર બનાવવા પર ખાસ ધ્યાન આપી રહ્યાં છે.
First published: March 24, 2019, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading