સુબ્રતા ગુહા, કટિહાર: રાતોરાત કાગળ પર કરોડપતિ બની ગયેલા બે બાળકો ગુર ચરણ અને અમિતના કેસમાં નવો વળાંક આવ્યો છે. કટિહાર આઝમનગર પ્રખંડ પસ્તિયા ગામ (Pastiya village)નો કેસ સામે આવ્યા બાદ જિલ્લા અધિકારી ઉદયન મિશ્રા (DM Udayan Mishra)એ સમગ્ર પ્રકરણમાં તપાસનો આદેશ આપ્યો હતો. પ્રારંભિક તપાસ બાદ જે બેંકમાં કેસ સામે આવ્યો હતો તે ઉત્તર બિહાર ગ્રામીણ બેંક (Uttar Bihar Gramin Bank) બેલાગંજની બ્રાંચે સ્પષ્ટ કર્યું છે કે, બંને બાળકોના બેંક ખાતામાં આવું કંઈ જોવા નથી મળી રહ્યું. જોકે, બાળકોએ ઇન્ટરનેટ કેન્દ્રમાંથી એકાઉન્ટની વિગતો કઢાવી હતી તેની ફોટો કોપી બનાવી હતી. ફોટો કોપીમાં જે રકમ દેખાઈ છે તે કેવી રીતે આવી તેનો કોઈ જવાબ બેંક આપી શકી નથી.
ગામના મુખી લલ્લન વિશ્વાસે આ મામલે પુષ્ટિ કરી છે કે બેંક તરફથી આખા કેસની તપાસની માંગણી કરવામાં આવી હતી. જેના પર જિલ્લા અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા તેના પર જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેમાં બેંક ખાતામાં આટલી રકમ નથી બતાવવામાં આવી. હાલ રાતોરાત કરોડપતિ બની ગયેલા ગુરુ ચરણ અને આસિતના ગામમાં શાંતિનો માહોલ છે.
શું હતો બનાવ?
આ આખો બનાવ બિહારના કટિહાર જિલ્લા (Katihar district)ના પસ્તિયા ગામ (Pastiya village)નો છે. અહીં બુધવારે સાંજે દરેક વ્યક્તિ પોતાના બેંક ખાતાની બેલેન્સ ચેક કરી રહ્યા હતા. હકીકતમાં ઉત્તર બિહાર ગ્રામીણ બેંક (Uttar Bihar Gramin Bank)માં ખાતા ધરાવતા છ વર્ષના બે વિદ્યાર્થીના ખાતામાં એક સાથે કરોડો રૂપિયાની રકમ જમા થઈ ગઈ હતી.
બિહારના બે બાળકો રાતોરાત કરોડપતિ બની ગયા હતા.
ધોરણ-6માં અભ્યાસ કરતા અસિત કુમાર (Asit Kumar) ખાતામાં 6 કરોડ 20 લાખ 11 હજાર 100 રૂપિયા જમા થયા હતા. જ્યારે ગુરુ ચરણ વિશ્વાસ (Guruchandra Vishwas) નામના વિદ્યાર્થીના ખાતામાં 905 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઈ હતી. હકીકતમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા આ બંને બાળકોના ખાતામાં પોષાક માટે સરકારી રાશિ જમા થવાની હતી. જોકે, એક સાથે આટલી બધી રકમ થઈ જતા બંનેના પરિવારજનો ચોંકી ગયા હતા.
પોશાકની રાશિ જમા થઈ છે કે નહીં તેની તપાસ માટે બાળકો ગામના ઇન્ટરનેટ કેન્દ્ર પર ગયા હતા. તેમના ખાતામાં જમા થયેલી રકમ વિશે બંનેને જ્યારે માલુમ પડ્યું ત્યારે બંને વિશ્વાસ કરી શક્યા ન હતા. કેન્દ્રમાં હાજર અન્ય લોકો પણ બેંને બાળકોના ખાતામાં આટલી બધી રાશિ જમા હોવાનું જાણીને ચોંકી ગયા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે બેંકના મેનેજર મનોજ ગુપ્તા (Branch manager Manoj Gupta) પણ આ વાતથી પરેશાન હતા. જે બાદમાં બંને બાળકોના ખાતાને ફ્રીજ કરી દેવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર