Home /News /eye-catcher /

New Technology : હવે ચહેરો નહીં છુપાવી શકે જૂઠાણું, સ્નાયુઓ ખોલી દેશે બધા રહસ્યો

New Technology : હવે ચહેરો નહીં છુપાવી શકે જૂઠાણું, સ્નાયુઓ ખોલી દેશે બધા રહસ્યો

આ તકનીકમાં ખૂબ જ નરમ સપાટી પર બનાવેલા સ્ટીકર હશે. જેમાં ઇલેક્ટ્રોડ્સ લાગેલા હશે. તેને ચહેરા પર ચોંટવામાં આવશે (Credit- X-trodes)

Science and Technology: ઇઝરાયલના વૈજ્ઞાનિકો (New Inventions)એ હવે એક એવી ટેક્નોલોજી શોધી કાઢી છે જે પહેલા કરતાં જૂઠું પકડવાનું સરળ બનાવશે.

    જો કોઈ ખોટું બોલે તો તેનું જૂઠું પકડવું સહેલું નથી. વૈજ્ઞાનિક રીતે પણ લોકોના જૂઠુ પકડવા માટે ખૂબ ઓછા વિકલ્પો છે. જોકે ઇઝરાયલના વૈજ્ઞાનિકો (New Inventions)એ હવે એક એવી ટેક્નોલોજી શોધી કાઢી છે જે પહેલા કરતાં જૂઠું પકડવાનું સરળ બનાવશે.

    તેલ અવીવ યુનિવર્સિટી (Tel Aviv University)ના પ્રોફેસર દિના લેવી ( Prof. Dino Levy)એ તેમની ટીમ સાથે મળીને એવો રસ્તો શોધી કાઢ્યો છે જે બીજા માણસનું જૂઠ સરળતાથી પકડી લેશે. ચહેરાના સ્નાયુઓમાં હલનચલન ( Facial Movements Will Expose Liars) દ્વારા તે જાણશે કે બીજી વ્યક્તિ સાચું બોલી રહી છે કે જૂઠું બોલી રહી છે. રસપ્રદ વાત એ છે કે તેની સફળતાનો દર પણ 73 ટકા સુધીનો છે.

    આ રીતે પકડાશે માણસનું જૂઠ
    આ તકનીકમાં ખૂબ જ નરમ સપાટી પર બનાવેલા સ્ટીકર હશે. જેમાં ઇલેક્ટ્રોડ્સ લાગેલા હશે. તેને ચહેરા પર ચોંટવામાં આવશે. આ સેન્સર સ્નાયુઓ અને ચેતાઓ પર નજર રાખશે. સંશોધકોના મતે, જ્યારે તેઓ જૂઠું બોલે છે ત્યારે માનવ ગાલ અને ભ્રમર અલગ રીતે હલનચલન કરે છે.

    આ પણ વાંચો: શું છે Summit of Democracy, તાઇવાનને લઈ કેમ છે તે ચર્ચામાં?

    આ તકનીક જે રીતે કામ કરી રહી છે તે રીતે કોઈ ઉપકરણ ક્યારેય કરી શક્યું નથી. આ રીતે, 73 ટકા કિસ્સાઓમાં, સત્ય અને જૂઠની સચોટ ખાતરી કરી શકાય છે. પ્રોફેસર યેલ હેઇન દ્વારા બનાવવામાં આવેલા આ ઉપકરણનું વેચાણ ઇઝરાયલની કંપની એક્સ-ટ્રોડ્સ (X-trodes) કરી રહી છે.

    આ પણ વાંચો: Alia Bhattને ‘RRR’માં 15 મિનિટનો રોલ મળ્યો, માત્ર 10 દિવસના શુટિંગ માટે મળ્યા આટલા કરોડ!

    સત્ય અને જૂઠનુ મળશે સચોટ પરિણામ
    આ પહેલાં પણ ઘણા અભ્યાસો આ મામલે હાથ ધરવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન આવા ઉપકરણો ખૂબ મદદ મળી શકે છે. માનવ ચહેરા પર ડિવાઇસ ચોંટાડી દીધા બાદ સંશોધકોએ હેડફોન લગાવી તે શબ્દોને સાંભળ્યા હતા. જ્યાં તેઓ જૂઠુ બોલતા હતાં. ડિવાઇસની 73 ટકા સફળતા બાદ સંશોધકો હવે હાઈ રિઝોલ્યુશન કેમેરા ફૂટેજ દ્વારા પણ ચહેરાના સ્નાયુઓમાંથી જૂઠું કેવી રીતે ઓળખવું તેના પર કામ કરી રહ્યા છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bizzare, Research સંશોધન, Technology news, અજબગજબ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन