Home /News /eye-catcher /

ફોટોગ્રાફરે અજાણતાં જ કર્યો કમાલ, શોઘી કોઢ્યું ચોકલેટી બટરફ્લાય!

ફોટોગ્રાફરે અજાણતાં જ કર્યો કમાલ, શોઘી કોઢ્યું ચોકલેટી બટરફ્લાય!

ચોકલેટી પતંગીયું

દરેક મનુષ્યને તેના પોતાના શોખ (Weird Hobbies) હોય છે. સિક્કિમના એક વ્યક્તિ (Sikkim Photographer Discovers New Butterfly)ને વિવિધ પતંગિયાઓના ફોટા પડાવવાનો શોખ હતો. પોતાના આ શોખના કારણે જ ભારતમાં નવી પ્રજાતિના (New Species of Butterfly Discovered in Sikkim) પતંગિયાની શોધ કરવાનું ગૌરવ મળ્યું છે.

વધુ જુઓ ...
આપણા દેશમાં હજારો અને લાખો પ્રજાતિના પ્રાણીઓ છે. આપણે આપણી આસપાસ કેટલાક જોઈએ છીએ, જ્યારે અન્ય જંગલોમાં છુપાયેલા છે જે આપણે ક્યારેય જોયા નથી.

સિક્કિમની સોનમ વાંગચુક (Sonam Wangchuk Lepcha)એ આવા જ એક અનામી પતંગિયાને પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. અને હવે તેને આ ચોકલેટી બટરફ્લાય શોધવાનો શ્રેય આપવામાં આવી રહ્યો છે.

દઝોગુની રહેવાસી સોનમને 2016થી પતંગિયાના ફોટા પડાવવાનો શોખ છે. તેઓ જંતુઓને ઓળખવા અને આ ચિત્રો '‘Butterflies of India' નામની વેબસાઇટ પર લોડ કરવા માટે નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સિસમાં તેમના ફોટા મોકલી રહ્યા છે. જ્યારે 2020માં પણ ચોકલેટી અને ગોલ્ડન બટરફ્લાયના ફોટા પાડવામાં આવ્યા ત્યારે તેમને ખબર નહોતી કે તેઓ ઐતિહાસિક ફોટા લઈ રહ્યા છે.

આ પણ વાંચો: OMG! સાધુએ છેલ્લા 48 વર્ષથી હવામાં ઉઠાવી રાખ્યો છે એક હાથ, ચોંકાવનારુ છે કારણ

NCBSએ કરી નવી પ્રજાતિની પુષ્ટિ
તેનો ફોટો મળ્યા બાદ એનસીબીએસએ પતંગિયાની નવી પ્રજાતિની શોધની પુષ્ટિ કરી હતી. ધ હિન્દુના જણાવ્યા અનુસાર, એનસીબીએસના ક્રાશ્નેમેઘ કુંટેએ જણાવ્યું હતું કે સોનમનો ફોટો જોયા બાદ તેને જાણવા મળ્યું હતું કે પતંગિયું અગાઉ ભારતમાં જોવા મળ્યું ન હતું.

આ પણ વાંચો: કોરોનાથી બચાવતી પાણીપુરી! સ્વાદ સાથે સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખે છે આ ગોલ ગપ્પાવાળો, Video Viral

ચોકલેટ બોર્ડર અને પીળા પાંખવાળા પતંગિયાનું વૈજ્ઞાનિક નામ ઝોગ્રાફેટસ ડીઝોનગુએન્સિસ (Zographetus dzonguensis) છે. આ પતંગિયું ચાઇનીઝ પ્રજાતિના ફ્લિટર જેવું જ છે, જેમાં ચોકલેટી બોર્ડર વાળી પાંખો છે. પતંગિયાની પાંખો પર પણ ચોકલેટી છાંટા છે. તેનો બટરફ્લાય અભ્યાસ ઝુટાકસા ( Zootaxa) જર્નલમાં પણ લખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આ મેથીપાક ખાવાથી દુ:ખાવો દૂર થાય છે, શિયાળામાં ખાવાથી દૂર થશે સાંધાનો દુખાવો, જુઓ કેવી રીતે થાય છે તૈયાર

શોખએ અપાવી ઓળખ
સોમન વાંગચુકને કીટ-પતંગોના ફોટો ખેંચવાનો એટલો શોખ છે કે આસપાસના લોકો તેને બટરફ્લાય મેન કહીને ચીડવે છે. તે કહે છે કે હવે તેને તેના શોખ પર ગર્વ છે. હાલમાં નવી પતંગિયાની પ્રજાતિ દઝોંગુ નામના જિલ્લામાં જોવા મળે છે, પરંતુ વૈજ્ઞાનિકોને આશા છે કે સિક્કિમના અન્ય ભાગોમાં પણ પતંગિયાની ઘણી લુપ્ત પ્રજાતિઓ મળી શકે છે.
Published by:Riya Upadhay
First published:

Tags: Bizzare, Photographer-, Sikkim, અજબગજબ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन