એન્જીનિયરોની કમાલ: બનાવી દીધું બે સીટવાળું ટૉઇલેટ, BDO બોલ્યા- આનાથી બાળકોનો ડર ખતમ થશે!

એન્જીનિયરોની નવી શોધ.

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લા (Basti district)ના સલટોવા બ્લૉકમાં સામુહિક શૈચાલય યોજના અંતર્ગત બે સીટવાળું ટૉઇલેટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કમિશનરે તપાસના આદેશ કર્યાં.

 • Share this:
  હિફઝૂર રહમાન, બસ્તી: ભારતમાં સ્વચ્છતા મિશન (Swachh mission) હેઠળ ગામમાં દરેક ઘરે શૌચાલય (Toilet)ની યોજનાની સફળતા બાદ સરકાર દરેક ગામમાં સામુહિક શૌચાલયનું નિર્માણ કરાવી રહી છે. આ જ કડીમાં બસ્તી (Basti) જિલ્લાના સલટોવા બ્લૉકના ભીઉરા ગામમાં બનાવવામાં આવેલા સામુહિક શૌચાલયમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં એક ટૉઇલેટની અંદર બે-બે સીટ લગાવવામાં આવી છે. આ કેસ સામે આવ્યા બાદ બસ્તી જિલ્લાના બીડીઓ અજીત કુમારે કહ્યુ હતુ કે, બાળકોની અંદર ડર ખતમ કરવા માટે એક ટૉઇલેટમાં બે-બે સીટ લગાવવામાં આવી છે! બાળકોનો ડર ભગાડવાના આ અજીબ આઇડિયા માટે ખરેખર બીડીઓની સન્માન જ કરવું રહ્યું!

  હકીકતમાં, એક ટૉઇલેટની અંદર બે સીટ ફીટ કરવાનો કેસ સામે આવ્યો છે. બસ્તી જિલ્લા પંચાયના વિભાગના ખૂબ જ હોંશિયાર અને કંઈક નવું કરવાનો વિચાર ધરાવતા અધિકારીઓએ આવી કમાલ કરી બતાવી છે. જેમણે પણ એન્જીનિયર અને બ્લૉકના અધિકારીની આ કમાલ જોઈ તેઓ આ દ્રશ્ય જોતા જ રહી ગયા હતા.

  આ પણ વાંચો: RTOના ધક્કાઓમાંથી મુક્તિ: હવે આધાર ઑથેન્ટિકેસનથી ડ્રાઇવિંગ લાઇન્સ રિન્યૂ કરી શકાશે

  સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ

  ભીઉરા ગામમાં બનાવવામાં આવેલા સામુહિક શૌચાલયમાં એક ટૉઇલેટની અંદર બે સીટ લગાવવામાં આવી છે. આ નવી 'શોધ'ની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 10 લાખથી વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ તંત્રએ આવી કામગીરી કરીને આ યોજનાની મજાક ઉડાવી છે.

  આ પણ વાંચો: લગ્નની સિઝન પહેલા સોનું કેમ થઈ રહ્યું છે સસ્તું? નિષ્ણાતોના મતે ભાવમાં કેટલો ઘટાડો શક્ય

  આ પણ વાંચો: દિલ્હીમાં ચાલુ બસમાં મહિલા કોન્સ્ટેબલની છેડતી, માર્શલે કે ડ્રાઇવરે પણ ન કરી મદદ

  કમિશનરે તપાસના આદેશ આપ્યા

  હાલ આ મામલે કૉંગ્રેસ જિલ્લા અધ્યક્ષ અંકુર વર્માએ સવાલ ઉઠાવ્યો છે અને સંપૂર્ણ કેસની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે. તેમનું કહેવું છે કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ આનાથી મોટો ભ્રષ્ટાચારનો કોઈ કેસ ન હોઈ શકે. બીજી તરફ બસ્તી મંડલના કમિશનર અનિલ સાગરે કહ્યું કે, આ તસવીર ખરેખર હાસ્યાસ્પદ છે અને બેદરકારીનો ઉત્તમ નમૂનો છે. સાથે જ તેમણે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપીને તપાસના આદેશ આપી દીધા છે. હાલ આ કેસને લઈને ચર્ચાનું બજાર ખૂબ ગરમ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: