હવે સોશિયલ મીડિયા પર 'ચીઝ ચેલેન્જે' ગામ ગાંડુ કર્યું!

News18 Gujarati
Updated: March 6, 2019, 6:45 PM IST
હવે સોશિયલ મીડિયા પર 'ચીઝ ચેલેન્જે' ગામ ગાંડુ કર્યું!

  • Share this:
સોશિયલ મીડિયા પર આજકાલ એક નવી ચેલેન્જ વાયરલ થઇ રહી છે, આ ખુબ અનોખી અને ફની ચેલેન્જ છે. લોકો પોતાના ક્યૂઝ બાળકના મોઢા પર ચીઝ સ્લાઇસ ફેંકી રહ્યાં છે. આ ચેલેન્જને ચીઝ ચેલેન્જ નામ આપવામાં આવ્યું છે. જો કે કેટલાક લોકોના મનમાં એ સવાલ થઇ રહ્યાં છે કે આ અજીબોગરીબ ચેલેન્જ ક્યાંથી અને કેવી રીતે શરૂ થઇ.

ક્યાંથી અને કેવી રીતે શરૂ થઇ આ ચેલેન્જ ?

આ અનોખી ચેલેન્જની શરૂઆત @unclehxlmes નામના એક ટ્વીટર યૂઝર્સે કરી હતી. જેમાં એક શખ્સે ખુરશી પર બેઠેલા પોતાના નાના ભાઇ ઉપર ચીઝની સ્લાઇસ ફેંકતો વીડિયો પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં દેખાડવામાં આવ્યું કે બાળક શાંતિથી પોતાની ખુરશી પર બેઠો હોય છે અને અચાનક તેના મોઢા પર ચીઝ સ્લાઇસ આવે છે.

 ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વીડિય શેર થતા જ વાયુવેગે વાયરલ થઇ ગયો. આ વીડિયોને અત્યારસુધીમાં 5 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તો અત્યારસુધીમાં 4.7 મિલિયનથી વધુ લોકો આ વીડિયોને શેર કરી ચૂક્યા છે. તો અંદાજે 1.6 મિલિયન લોકો આ વીડિયોને રીટ્વીટ કરી ચૂક્યા છે.

 વીડિયો વાયરલ થતા લોકો પણ પોતાના બાળક પર આવી ટ્રાઇ કરી રહ્યાં છે અને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. એનાથી પણ રોચક વાત એ છે કે બાળકો સિવાય જાનવરો પર પણ આ ચેલેન્જ કરવામાં આવી રહી છે.

 જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ચેલેન્જમાં ઘણું જોખમ પણ છે. અચાનક ફેંકવામાં આવેલી ચીઝ સ્લાઇસ બાળકની આંખમાં પણ લાગી શકે છે. જો બાળક ડરી પણ જવાનો ભય છે. તો બીજી બાજુ કેટલાક યૂઝર્સ સોશિયલ મીડિયા પર પોત-પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. એક યૂઝર્સે લખ્યું કે બાળક વિચારી રહ્યો છે કે શું આ માટે દુનિયામાં આવ્યો છું.
First published: March 6, 2019, 6:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading