Home /News /eye-catcher /

Good News: વૈજ્ઞાનિકોએ આંખો માટે બનાવ્યા ચમત્કારી ડ્રોપ્સ, ચશ્મા પહેરવાની જરૂર નહીં પડે!

Good News: વૈજ્ઞાનિકોએ આંખો માટે બનાવ્યા ચમત્કારી ડ્રોપ્સ, ચશ્મા પહેરવાની જરૂર નહીં પડે!

આ આઈ ડ્રોપને આયર્લેન્ડની ફાર્મા કંપની એલરજન દ્વારા તૈયાર કરવામાં આવી છે. (Image- shutterstock)

Eye drop to replace glasses: Vuity Eye Dropનું શરૂઆતી ટ્રાયલ 750 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું, જેના પરિણામો અસરકારક રહ્યા છે. અમેરિકાની ડ્રગ રેગ્યુલેટર FDAએ પણ આ ડ્રોપનો સામાન્ય લોકો પર ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

    Magical drops for weak eye sight: જે લોકોની દ્રષ્ટિ નબળી (Weak Eye Sight) છે, પણ તેમને દરેક વખતે વાંચતી વખતે આંખો પર ચશ્મા ચડાવવા નથી ગમતા, તેમના માટે મેડિકલ સાયન્સ (Medical Science) એક ચમત્કારી આઈ ડ્રોપ (magical eye drop could replace reading glasses) લાવ્યું છે. આ આઈ ડ્રોપ્સ આંખોમાં નાખ્યા બાદ નજર તેજ થઈ જશે અને ચશ્મા લગાવવાની જરૂર નહીં પડે.

    સૌથી સારી બાબત એ છે કે વૈજ્ઞાનિકો (Scientists Invented Eye Drop to replace Glasses)ને આ આઈ ડ્રોપથી ઘણો ફાયદો પણ થયો છે. વુઈટી નામના આ આઈ ડ્રોપ (Vuity Eye Drop)નું શરૂઆતી ટ્રાયલ 750 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું, જેના પરિણામો અસરકારક રહ્યા છે. અમેરિકાની ડ્રગ રેગ્યુલેટર FDAએ પણ આ ડ્રોપનો સામાન્ય લોકો પર ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

    ચમત્કારી છે વુઈટી Eye drop

    આ આઈ ડ્રોપને આયર્લેન્ડની ફાર્મા કંપની એલરજન દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના ટ્રાયલમાં મુખ્ય રોલમાં રહેલા આઈ સ્પેશિયાલિસ્ટ ડો. જ્યોર્જ ઓ. વોરિંગે જણાવ્યું કે વધતી ઉંમર સાથે લોકોમાં પ્રેસબાયોપિયા (presbyopia) થવા લાગે છે, જેનાથી તેમની દ્રષ્ટિ નબળી પડવા લાગે છે. એવું થવાથી તેમને વસ્તુ બહુ નજીકથી જોવી પડે છે. વુઈટી આઈ ડ્રોપ આ પરિસ્થિતિમાં બહુ કારગર છે. આ આઈ ડ્રોપ 15 મિનિટમાં તેની અસર દેખાડવાનું શરુ કરે છે અને ડ્રોપ નાખ્યા બાદ અમુક કલાકો સુધી તેની અસર રહે છે.

    આ પણ વાંચો: ફિંગરપ્રિન્ટ્સ જેવો દેખાતો અદભુત આઇલેન્ડ, સદીઓ પહેલા બની હતી દીવાલો!

    આંખોમાં વુઈટી આઈ ડ્રોપનું એક ટીપું નાખવાથી 6થી 10 કલાક સુધી નજર પહેલાની સરખામણીમાં તેજ બની જાય છે. પેન્સીલ્વેનિયા યુનિવર્સિટીના ઓપ્થેલ્મોલોજિસ્ટ ડો. સ્ટીફન ઓરલિનનું કહેવું છે કે, આ આઈ ડ્રોપ કીકીના આકારને નાનું બનાવે છે. આમ થવાથી દર્દીને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાવા લાગે છે.

    આઈ ડ્રોપ્સની કિંમત 6000 રૂપિયા હશે

    કંપનીના જણાવ્યા મુજબ, એક મહિના માટે આ દવાના ડોઝનો ખર્ચ આશરે 6000 રૂપિયા આવશે. રોચેસ્ટર યુનિવર્સિટીના નેત્ર ચિકિત્સક ડો. સ્કોટ એમ. મેકરેનેના જણાવ્યા અનુસાર, ચશ્માનો બોજ ઉઠાવવા ન માગતા લોકો માટે આ ડ્રોપ એક સારો વિકલ્પ છે. ટ્રાયલના પરિણામો કહે છે કે, આ નવા આઈ ડ્રોપ આવા દર્દીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. વુઈટી Eye Drop એવી પ્રથમ દવા છે જેનો ઉપયોગ પ્રેસબાયોપિયાની સારવારમાં થઈ રહ્યો છે. તે સામાન્ય પ્રકાશમાં દૂરની દ્રષ્ટિને અસર કરતું નથી અને આંખો સરળતાથી નજીકની અને દૂરની વસ્તુઓ પર ફોકસ કરી શકે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab gajab news, Medical science, OMG News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन